યુરોકિડ્સે સુપર પેરેન્ટ એપ લોન્ચ કરી – માતા-પિતાની ચિંતાનું સમાધાન કરશે

EuroKids launches Super Parent App – a 360° guide to parenting journey.
એપ 0થી 6 વર્ષની વયજૂથ ધરાવતા બાળકો માટે માતાપિતાઓની ચિંતાનું સમાધાન કરશે
મુંબઈ, 21 જુલાઈ, 2022: ભારતનું અગ્રણી પ્રી-સ્કૂલ નેટવર્ક યુરોકિડ્સ પ્રી-સ્કૂલએ 0-6 વર્ષ વચ્ચેની વય ધરાવતા બાળકો ધરાવતા માતાપિતાઓને સલાહ અને સપોર્ટ આપીને તેમના માતાપિતાની સફરમાં મદદરૂપ થવા ‘સુપર પેરેન્ટ’ એપ પ્રસ્તુત કરી છે. આ સુપર પેરેન્ટ એપ માતાપિતાઓને બાળકના માનસિક વિકાસના વિવિધ ક્ષેત્રોની ઊંડી સમજણ પૂરી પાડશે અને તમારાં નાનાં બાળકની સંપૂર્ણ સુખાકારી માટે પગલાં લેવાના સૂચનો કરશે.
એપ બાળકના મગજના વિકાસ, સ્વાસ્થ્ય અને પોષણ, સામાજિક, વેલનેસ તેમજ કોચ પર માતાપિતાઓને ટિપ્સ આપશે. માતાપિતાઓ કાઉન્સેલર્સની ટીમ પણ સુલભ થશે, પેરેન્ટ કોચ પણ મળશે, જેઓ એક કોલ પર કોઈ પણ પ્રશ્રો કે મુશ્કેલીમાં મદદ કરશે. યુરોકિડ્સ માતાપિતાઓને મદદ કરવા સંગઠિત ટ્રેકર પણ પ્રદાન કરે છે,
જેથી માતાપિતાઓને સંપૂર્ણ ડેશબોર્ડ મારફતે બાળકના વિકાસની જાણકારી મેળવવા મદદ મળશે, જેમાં રસીકરણ, વૃદ્ધિ – બાળકનું વજન અને ઊંચાઈ, બાળકના મૂડ અને રચનાત્મક શારીરિક પ્રવૃત્તિઓ માટે રિમાઇન્ડર્સ સામેલ હશે.
લાઇટહાઉસ લર્નિંગના પ્રી-કે ડિવિઝનના સીઇઓ કે વી એસ સેશાસાઈએ કહ્યું હતું કે, “છેલ્લાં 20 વર્ષથી યુરોકિડ્સ સમગ્ર દેશમાં બાળકોને ‘જૉય ઓફ લર્નિંગ’ પ્રદાન કરે છે. અમને સુપર પેરેન્ટ એપ પ્રસ્તુત કરવાની ખુશી છે, જેથી અમે માતાપિતાઓને એ સમજવામાં મદદરૂપ થઈ શકીએ
કે તેમના બાળકો ભવિષ્ય માટે કેવી રીતે કુશળતાઓ હાંસલ કરી શકે છે. આ એપ તેમના બાળક માટે વૃદ્ધિ અને સુધારા તેમજ સંપૂર્ણ શિક્ષણ પર નજર રાખવા માતાપિતાઓને કામ કરી શકાય એવા સૂચનો પણ આપશે, કારણ કે તેઓ દરેક સીમાચિહ્ન સાથે વૃદ્ધિ કરશે.”
સુપર પેરેન્ટ એપ આઇઓએસ અને એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પર ડાઉનલોડ કરી શકાશે. એપની લિન્કઃ https://lighthouselearning.page.link/download