યુરોકિડ્સે અમદાવાદમાં હાર્વર્ડ પ્રેરિત ‘હ્યુરેકા’ અભ્યાસક્રમ રજૂ કર્યો
અમદાવાદ, 18 સપ્ટેમ્બર, 2024: દેશની અગ્રણી પ્રિ-સ્કૂલ એક્સપર્ટ યુરોકિડ્સે ગર્વપૂર્વક તેના વિચારશીલ અભ્યાસક્રમની આઠમી આવૃત્તિ ‘હ્યુરેકા’ રજૂ કરી હોવાની જાહેરાત કરી છે, જે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 ના વ્યાપક વિકાસના વિઝન સાથે સંરેખિત અને હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોજેક્ટ ઝીરો દ્વારા પ્રેરિત હ્યુરેકા બાળકોની નિર્ણાયક અને સર્જનાત્મક વિચારસરણીના કૌશલ્યોમાં વધારો કરવાના હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યો છે. EuroKids New Curriculum Launch
યુરોકિડ્સની મહત્વાકાંક્ષી ગ્રોથ વ્યૂહરચનાના ભાગરૂપે, પ્રિ-સ્કુલ નેટવર્કે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાની યોજનાની પણ જાહેર કરી હતી. યુરોકિડ્સ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 150 નવા સેન્ટર શરૂ કરવાની યોજના ઉપરાંત રાજ્યમાં પ્રારંભિક શિક્ષણની ગુણવત્તામાં વધારો કરતાં ગુજરાતમાં કુલ 200 સેન્ટર્સ સુધી પહોંચ બનાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. પ્રારંભિક શિક્ષણમાં અગ્રણી યુરોકિડ્સ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણની જરૂરિયાતોને ઓળખી પોતાના અભ્યાસક્રમમાં તે મુજબ ફેરફારો કરી રહી છે.
આ અભ્યાસક્રમ રજૂ કરવાની જાહેરાત પર લાઈટહાઉસ લર્નિંગના પ્રિ–કે ડિવિઝન (યુરોકિડ્સ)ના સીઈઓ કેવીએસ સેષસાઈએ જણાવ્યું હતું કે, “યુરોકિડ્સમાં, અમે બે વર્ષના બાળકમાં જિજ્ઞાસા અને વિવેચનાત્મક વિચારસરણીને જાગૃત કરતાં જીવનભરના શિક્ષણનો પાયો નાખવામાં માનીએ છીએ. કરિક્યુલમ ડેવપમેન્ટના હેડ ડો. અનિતા મદને પ્રારંભિક ધોરણે બાળપણની સંભાળ અને શિક્ષણ ક્ષેત્રે હ્યુરેકાને સૌથી વધુ ઈનોવેટિવ અભ્યાસક્રમ તરીકે હ્યુરેકા અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અમારો સર્વગ્રાહી અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે બાળકો માત્ર શાળા માટે જ નહીં પરંતુ જીવન માટે તૈયાર થાય, તેઓ સતત વિકસતી દુનિયામાં નવી તકો શોધવાની કુશળતાથી સજ્જ છે. આ અભ્યાસક્રમ આવતીકાલના વિચારકો, સંશોધકો અને નેતાઓને કેવી રીતે આકાર આપશે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ. આ નવા અભ્યાસક્રમ સાથે, અમે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં અમારી હાજરીને વધુ મજબૂત કરવા આતુર છીએ.”
યુરોકિડ્સના કરિક્યુલમ ડેવલપમેન્ટ હેડ ડો. અનિતા મદને જણાવ્યું હતું કે, “પ્રારંભિક શિક્ષણમાં હ્યુરેકા એ પરિવર્તનશીલ અભિગમ છે. EPICS ફ્રેમવર્ક સાથે અમે બાળકોના આઈક્યુ (બુદ્ધિમતા)માં ફોકસ કરવા ઉપરાંત તેમનામાં લાગણીઓ, શારીરિક, સર્જનાત્મકતા, અને આધ્યાત્મિક જ્ઞાન સહિત સર્વાંગી વિકાસને વેગ આપીએ છીએ. અમે બાળકોને જવાબોમાંથી સવાલ પૂછવા ઉપરાંત પ્રશ્નોના જવાબ આપવા પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. આ પરિવર્તન જિજ્ઞાસા, વિવેચનાત્મક વિશ્લેષણ અને તેમની આસપાસની દુનિયા સાથે ઊંડું જોડાણ કેળવે છે. હ્યુરેકા શૈક્ષણિક તૈયારી કરતાં અલગ બાળકોને નવા સંબંધો બનાવવા, સમસ્યાઓ ઉકેલવા અને અર્થપૂર્ણ રીતે વિશ્વ સાથે જોડાવા કરવા માનસિક રૂપે સશક્ત બનાવે છે.”
હ્યુરેકા બાળકોને “શું વિચારવું” શીખવવાથી માંડી “કેવી રીતે” વિચારવું તેના કૌશલ્યોથી સશક્ત બનાવવા તરફ નોંધપાત્ર પરિવર્તન દર્શાવે છે. આ અભ્યાસક્રમ 20 સ્ટ્રક્ચર્ડ હાર્વર્ડ-પ્રેરિત થિંકિંગ રૂટિનનો પરિચય આપે છે, જે બાળકોમાં જાણવાની ઉત્સુક્તા વધારે છે, વિચારવાની, કલ્પના કરવાની ક્ષમતા વધારતાં તેમને વિચાર કરતાં શીખવે છે. પરિણામે બાળકો માત્ર માહિતી જ મેળવતા નથી, પરંતુ સર્જનાત્મકતા અને ઊંડી સમજણને વેગ આપતાં તે વિગતો સાથે સક્રિયપણે જોડાયેલા રહે છે.
18 મહિનાના ઉંડા રિસર્ચ, પાયલોટ ટેસ્ટિંગ અને પરિક્ષણો બાદ ઈપિક્સ (EPICS) ફિલસુફી દ્વારા હ્યુરેકા અભ્યાસક્રમ અમલમાં મુકવામાં આવ્યો, જે શિક્ષણ પ્રણાલીમાં વારંવાર અવગણના કરવામાં આવતા ભાવનાત્મક, શારીરિક, બુદ્ધિમતા, સર્જનાત્મકતા અને આધ્યાત્મિક સહિત મુખ્ય પાંચ ક્ષેત્રોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અભ્યાસક્રમના મુખ્ય પાયા સમાન 13 મહત્ત્વના પ્રોગ્રામ (કોડક્વેસ્ટ, યુરોકોનેક્ટ, યુરોફીટ, યુરોઆર્ટ, એલેવેટ અને અન્ય ઘણાં) પ્રત્યેક બાળકના શીખવાના પ્રવાસમાં શૈક્ષણિક સફળતા આપવા ઉપરાંત વ્યક્તિગત વિકાસમાં ફાળો આપે છે.
આ અભ્યાસક્રમ રજૂ કરવાની જાહેરાત પર લાઈટહાઉસ લર્નિંગના પ્રિ–કે ડિવિઝન (યુરોકિડ્સ)ના સીઈઓ કેવીએસ સેષસાઈએ જણાવ્યું હતું કે, “યુરોકિડ્સમાં, અમે બે વર્ષના બાળકમાં જિજ્ઞાસા અને વિવેચનાત્મક વિચારસરણીને જાગૃત કરતાં જીવનભરના શિક્ષણનો પાયો નાખવામાં માનીએ છીએ. કરિક્યુલમ ડેવપમેન્ટના હેડ ડો. અનિતા મદને પ્રારંભિક ધોરણે બાળપણની સંભાળ અને શિક્ષણ ક્ષેત્રે હ્યુરેકાને સૌથી વધુ ઈનોવેટિવ અભ્યાસક્રમ તરીકે હ્યુરેકા અભ્યાસક્રમ તૈયાર કર્યો છે. અમારો સર્વગ્રાહી અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે બાળકો માત્ર શાળા માટે જ નહીં પરંતુ જીવન માટે તૈયાર થાય, તેઓ સતત વિકસતી દુનિયામાં નવી તકો શોધવાની કુશળતાથી સજ્જ છે. આ અભ્યાસક્રમ આવતીકાલના વિચારકો, સંશોધકો અને નેતાઓને કેવી રીતે આકાર આપશે તે જોવા માટે અમે ઉત્સાહિત છીએ. આ નવા અભ્યાસક્રમ સાથે, અમે અમદાવાદ અને સમગ્ર ગુજરાતમાં અમારી હાજરીને વધુ મજબૂત કરવા આતુર છીએ.”
યુરોકિડ્સના કરિક્યુલમ ડેવલપમેન્ટ હેડ ડો. અનિતા મદને જણાવ્યું હતું કે, “પ્રારંભિક શિક્ષણમાં હ્યુરેકા એ પરિવર્તનશીલ અભિગમ છે. EPICS ફ્રેમવર્ક સાથે અમે બાળકોના આઈક્યુ (બુદ્ધિમતા)માં ફોકસ કરવા ઉપરાંત તેમનામાં લાગણીઓ, શારીરિક, સર્જનાત્મકતા, અને આધ્યાત્મિક જ્ઞાન સહિત સર્વાંગી વિકાસને વેગ આપીએ છીએ. અમે બાળકોને જવાબોમાંથી સવાલ પૂછવા ઉપરાંત પ્રશ્નોના જવાબ આપવા પ્રોત્સાહિત કરવા માગીએ છીએ. આ પરિવર્તન જિજ્ઞાસા, વિવેચનાત્મક વિશ્લેષણ અને તેમની આસપાસની દુનિયા સાથે ઊંડું જોડાણ કેળવે છે. હ્યુરેકા શૈક્ષણિક તૈયારી કરતાં અલગ બાળકોને નવા સંબંધો બનાવવા, સમસ્યાઓ ઉકેલવા અને અર્થપૂર્ણ રીતે વિશ્વ સાથે જોડાવા કરવા માનસિક રૂપે સશક્ત બનાવે છે.”
નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સાથે સંરેખિત હ્યુરેકા અભ્યાસક્રમ પ્રાચીન ભારતના પંચકોશ તથા માનવીના પાંચ તત્ત્વોના ખ્યાલ આધારિત છે. હ્યુરેકાએ તેના શૈક્ષણિક અભિગમમાં આ વલણોને એકીકૃત કર્યા છે. યુરોકિડ્સે તેની હોમબડી એપમાં સુધારો કરતાં આ અભ્યાસક્રમ સામેલ કર્યું છએ, જે બાળકોના સ્ક્રિન ટાઈમને બેલેન્સ કરતાં સર્વાંગી વિકાસમાં ફાળો આપે છે.
યુરોડકિડ્સે 23 વર્ષથી વધુના અનુભવ સાથે અને 400 શહેરોમાં 1,600+ પ્રિ-સ્કૂલના નેટવર્ક સાથે, આજ સુધીમાં 7,00,000 વિદ્યાર્થીઓને ઉછેર્યા છે, યુરોકિડ્સ ભવિષ્ય માટે બાળકોને શિક્ષણ માટે તૈયાર કરવામાં મોખરે છે. આ અભ્યાસક્રમ પ્રારંભિક બાળપણના શિક્ષણમાં અગ્રણી તરીકેની તેની સ્થિતિને પુનઃપુષ્ટ કરતાં જિજ્ઞાસુ, સારી રીતે અભ્યાસ કરનારાઓને આકાર આપવા માટેની યુરોકિડ્સની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે.