યુક્રેનની મદદે બ્રિટન- ફ્રાંસ સૈનિકો મોકલશે તેવા સમાચારથી વિસ્ફોટક સ્થિતિના એંધાણ
રશિયાની મિસાઈલોના ખૌફથી નાટો દેશોમાં ફફડાટ- યુરોપના દેશો સુધી પ્રસરે શકી છે રશિયા- યુક્રેન વચ્ચેના યુધ્ધની ઝાળ
નવી દિલ્હી, રશિયા- યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધને ૧૦૦૦ દિવસ વીતી ગયા છે. અમેરિકાએ લાંબા અંતરની મિસાઈલ આપ્યા પછી અને તેનો યુક્રેને ઉપયોગ કર્યા પછી રશિયા વધુ આક્રમક બન્યુ છે. યુક્રેન પર રશિયાના હુમલા ભિષણ બન્યા છે. હવે બ્રિટન અને ફ્રાંસ જેવા દેશો પણ યુક્રેન સાથે જોડાય તેવા સંકેતો મળતા યુધ્ધ- યુરોપના દેશો સુધી પ્રસરે તેવી શકયતાઓ છે.
અમેરિકાના બોમ્બરોએ રશિયા નજીક બાલિક સમુદ્રમાં ઉડાન ભરીને તાકાત બતાવી હતી. તેને પગલે અમેરિકા- રશિયા વચ્ચે તનાતની થાય તેમ મનાય છે જોકે આ બધાની વચ્ચે રશિયાના મિસાઈલ હુમલાઓથી બચવા યુરોપના દેશોએ તૈયારીઓ શરૂકરી દીધી છે. પોલેંડ, ફીનલેંડ, ઈટાલી, ફ્રાંસ, જર્મની સહિતના દેશોમાં ફફડાટ ફેલાયો છે. રશિયાના પ્રમુખ પુતિને પરમાણુ શસ્ત્રોના ઉપયોગની સ્પષ્ટ ચેતવણી અવારનવાર આપી છે.
તાજેતરમાં તેમણે આ ધમકીનો પુનરોચ્ચાર કર્યો હતો. રશિયા પાસે શસ્ત્રોનો મોટો ભંડાર છે અને તે નવા-નવા અખતરા કરે છે. તાજેતરમાં જ યુક્રેન પર છોડવામાં આવેલી મિસાઈલ લેટેસ્ટ હતી. રશિયાને યુક્રેન યુધ્ધ દરમિયાન લાંબો સમય મળ્યો છે તે દરમિયાન તેનું પોતાનું હથિયારોનું પ્રોડકશન યથાવત રહયુ હશે યુક્રેન સાથે યુધ્ધ સમયે જ રશિયાએ આગામી અસરોને ધ્યાનમાં રાખી હોય તે સ્વાભાવિક છે.
રશિયા-યુક્રેન વચ્ચેનું યુધ્ધ માત્ર સેમ્પલ ગણાય છે કે જયાં હથિયારોનું ટેસ્ટીંગ થઈ રહયુ છે જો રશિયા અને નાટો દેશો વચ્ચે ફૂલસ્કેલવોર ચાલુ થશે તો તેમાંથી થર્ડ વર્લ્ડવોરનો સીધો પ્રારંભ થશે. હાલમાં સમગ્ર પરિસ્થિતિ તે તરફ જઈ રહી છે. યુક્રેનમાં ફ્રાંસ-બ્રિટન તેમના સૈનિકોને મોકલે તેવી શક્યતાઓ વ્યકત થઈ રહી છે જો આમ થશે તો બળતામાં ઘી હોમવા જેવી સ્થિતિનું નિર્માણ થશે. બ્રિટનની સ્ટોમશેડો મિસાઈલ યુક્રેનને મળે તેવા સમાચારો વહેતા થયા છે આ સંજોગોમાં રશિયાનું આગામી પગલું જોરદાર હશે.
રશિયા- નાટો દેશો વચ્ચે યુધ્ધ થશે તો તેના છાંટા યુરોપિયન દેશોમાં ઉડશે પોલેન્ડ, ફીનલેન્ડ સહિતના દેશોમાં અત્યારે યુધ્ધલક્ષી કવાયત શરૂ થઈ ગઈ છે. અમેરિકાએ પણ પરિસ્થિતિ પામીને તેના બોંબરોને રશિયાની નજીકથી ઉડાડવાની શરૂઆત કરી દીધી છે. યુક્રેનનું આગામી એક મોટું પગલુ કે જે નાટો દેશોના સહયોગથી થશે તો પુતિનનો ક્રોધાÂગ્ન જાગશે પુતિન ફાઈટ ટુ ફીનીસના મૂડમાં છે.
તેમણે બહુ પહેલા જણાવ્યું હતું કે રશિયાનું અÂસ્તત્વ નહિ રહે તો દુનિયાનું અÂસ્તત્વ નહિ હોય. આ શબ્દો ઘણા સૂચક હતા. રશિયા પાસે પપ૮૦ પરમાણુ શસ્ત્રો છે. અમેરિકા પાસે પ૦૪૪ પરમાણુ શસ્ત્રોનો ભંડાર છે. આ બે દેશના પરમાણુ શસ્ત્રો દુનિયાના વિનાશ માટે પૂરતા મનાય છે. પુતિનના ટેકામાં ઉત્તર કોરિયા એ હાલમાં સૈનિકો મોકલ્યા છે.
ચીન હજુ મગનું નામ મરી પાડતુ નથી તેની નજર તાઈવાન પર છે. ભારત સાથે હમણા સમાધાન થયું છે પરંતુ ભારત ચીનની અને પાકિસ્તાનની ઉપર નજર રાખીને બેઠુ છે ચીન તાઈવાન પર હુમલો કરશે તો કવાડના સીભ્ય તરીકે ભારતની ભૂમિકા કેવી રહેશે તે પણ ઘણુ નિશ્ચિત કરશે. ઈઝરાયલ હિઝબુલ્લા સાથે સીઝ ફાયર માટે તૈયાર થયુ છે પણ તેણે ઈરાનને પોતાની દાઢમાં રાખ્યુ છે.
ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ પર તેની નજર છે. ઈરાન પરમાણુ શસ્ત્ર હાંસલ કરી લે તો ઈઝરાયલ સામે સૌથી મોટુ જોખમ ઉભુ કરી શકે છે. વિશ્વના અનેક દેશો આગામી દિવસોમાં આમને સામને આવી જાય તેવી ભયંકર સ્થિતિનું નિર્માણ થાય તેવી પૂરેપૂરી શકયતાઓ છે યુક્રેન- નાટો દેશોનું રશિયાને અસર કરતુ એક મોટું પગલું ત્રીજા વિશ્વયુધ્ધની ઘંટડી વગાડી દેશે.