યુરોપના દેશો યુક્રેનને ૨૬ અબજ ડોલરની મિલિટરી સહાય આપશે

બ્રસેલ્સ, રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ તેના ચોથા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે યુદ્ધવિરામની મંત્રણા કરવા માટે અમેરિકન દૂત રશિયન પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનને મળશે.
બીજી તરફ યુરોપિયન યુનિયને આ યુદ્ધમાં યુક્રેનને વધુ ૨૬ અબજ ડોલરની મિલિટરી સહાય આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યુક્રેને અમેરિકાના યુદ્ધવિરામ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે, પરંતુ રશિયાએ આકરી શરતો લાદીને અમેરિકાના પ્રયાસો સામે અવરોધ ઊભો કર્યાે છે.
યુરોપિયન દેશો પુતિન પર પીછેહટ કરવાનો આક્ષેપ કરી રહ્યાં છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે રશિયાએ યુદ્ધ સમાપ્ત કરવાના માર્ગ પર આગળ વધવું પડશે. આ યુદ્ધ ભયંકર છે.
ક્રેમલિનએ જણાવ્યું હતું કે ટ્રમ્પના રાજદૂત સ્ટીવ વિટકોફ સેન્ટ પીટર્સબર્ગમાં પુતિન સાથે મુલાકાત કરશે. ક્રેમલિન પર યુદ્ધવિરામનું દબાણ કરી રહેલા વિટકોફે શરૂઆતમાં પુતિનના રાજદૂત કિરીલ દિમિત્રીવ સાથે મુલાકાત કરી હતી.
બ્રસેલ્સમાં યુક્રેનના પશ્ચિમી સમર્થક દેશોની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી બ્રિટિશ સંરક્ષણ પ્રધાન જોન હીલીએ જણાવ્યું હતું કે કુલ ૨૧ અબજ યુરો (૨૬ અબજ ડોલર)ની લશ્કરી સહાયની યુરોપના દેશોએ પ્રતિબદ્ધતા આપી છે. તેનાથી યુક્રેન માટે લશ્કરી સહાયમાં રેકોર્ડ વધારો થશે અને અમે ળન્ટલાઈન લડાઈ માટે તે સમર્થન પણ વધારી રહ્યા છીએ.SS1MS