Western Times News

Gujarati News

EV કારને જોઈએ તેવો રિસ્પોન્સ ન મળતાં પેટ્રોલ-ડીઝલના નવા 50 મોડલ લોન્ચ થશે

પ્રતિકાત્મક

ઈલેકટ્રીક વાહનો તરફ વળવા તરફેણ કરાતું હોવા છતાં પરંપરાગત વાહનોની સંખ્યામાં વધારો થશે

(એજન્સી)અમદાવાદ, લગભગ ૧પ કાર ઉત્પાદન આગામી એકથી સવા વર્ષ સુધીમાં પ૦થી વધુ નવા પેટ્રોલ અને ડીઝલ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહયા છે. સરકારે ઈલેકટ્રીક વાહનો તરફ વળવાનું તરફેણ કરતી હોવા છતાં પરંપરાગત વાહનોની સંખ્યામાં વધારો કરીને કંપનીઓ બજાર હિસ્સાને જાળવી રાખવાનાં વિચારી રહી છે. ઓટો રિસર્ચ ફર્મ જેટો ડાયનેમિકસ ઈન્ડીયાના ડેટા અનુસાર પ૦ નવા અથવા અપડેટ મોડલની કિમત રૂ.૬ લાખથી ૩ કરોડની રેન્જમાં હશે.

રીપોર્ટ અનુસાર અંદાજે ૯૭.૬૮ ટકા પેસેન્જર વાહનોનું વેચાણ ર૦ર૩માં આઈસીઈ આંતરીક કબ્રસ્શતન એન્જીન આધારીત હતું. .જે ર૦રરમાં ૯૮.૭ર ટકા હતું મધ્યમ ગાળામાં આઈસીઈ મોડલ્સ નોધપાત્ર યોગદાન આપનાર રહેશે તેથી કાર ઉત્પાદકો તેમના બજાર હિસ્સાઓ જાળવી રાખવા માટે આગામી કેટલાક વર્ષોમાં વિવિધ ભાવ પર પેટ્રોલ, ડીઝલ અથવા આઈબ્રીડ મોડલ લોન્ચ કરવાનું ચાલુ રાખશે. નોધનીય છેકે આગામી આંતરીક કમ્બ્રશન એન્જીન મોડલમાંથી ૬પ ટકા સ્પોપર્ટસ અથવા મલ્ટી યુટીલીટી વાહનો છે.

ગયા વર્ષે લગભગ ૪૦ નવી ઈન્ટરના કમ્બ્રશન એન્જીન આઈસીઈ કારની રજુઆત જોવા મળી હતી. જેમાં મારૂતી સુઝુકી જીમ્ની ફોન્કસ, અને ઈન્વીકટો ટોયોટો ઈનોવા હાઈકોસનું બેજ એન્જીનીયર વઝર્ન ટાટા નેકશન આઈસીસ ઈ અને ઈવી બંનેમાં ઉપલબ્ધ જેવા મોડલનો સમાવેશ થાય છે. પેસેન્જર વ્હીકલ માર્કેટ લીડર મારૂતી સુઝુકી જેણે એસયયુવી સેગમેન્ટમાં તેની હાજરીને મજબુત બનાવી છે તે હેવબેક અને સડાન સેગમેન્ટમાં સ્વીફટ હાઈબ્રીડ અને ડીઝાયર ર૦ર૪ સાથે તેની ફુટપ્રીન્ટ વિસ્તારી રહી છે.

હુન્ડાઈ મોટર ઈન્ડીયા લીમીટેડ જે પહેલેથી જ તેના કુલ વેચાણના ૬પ ટકા એસયુવીમાંથી મેળવે છે, તે ફેબ્રુઆરી ર૦રપમાં ટસકન ર૦ર૪ અને તમામ-નવા સાથે મોટા માર્કેટશેરનું લક્ષ્ય ધરાવે છે. એમએન્ડએમ ઓગષ્ટના મધ્ય સુધીમાં પ ડોર થારના લોન્ચની પુષ્ટિ કર્યા પછી બોલેરો ર૦ર૪ અને એકસયુવી૯૦૦ પર વિચાર કરી રહી છે.

તેવી જ રીતે ટાટા મોટર્સ ઓગષ્ટ ર૦ર૪માં ઈવ વર્ઝનમાં પણ ઉર્પલબ્ધ થશે અને જુન ર૦રપ સુધીમાં તમામ નવા પંચને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપની આ વર્ષે માટે માત્ર રોલઆઉટની પુષ્ટિ કરે છે.

વધુમાં અન્ય આઈસીઈ એસયયુવી રસ્તાઓ પર આવવાની અપેક્ષા છે. તેમાં એમજી અને નિસાન મોટર સ્કોડા ઓટો અને ફોકસવોગન ઈન્ડીયાની સબ-ફોર મીટર એસયુવીનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.