Western Times News

Gujarati News

પ્રાણે બહેનનું નિધન થયું તો પણ શૂટિંગ ચાલુ રાખ્યું હતું

મુંબઈ, બોલિવૂડના સૌથી ખતરનાક વિલન પ્રાણની આજે ૧૦૪મી જન્મજયંતિ છે. ૭ દાયકાઓ સુધી ચાલેલી એક્ટિંગ કરિયરમાં તેમણે એવા યાદગાર પાત્રો ભજવ્યા કે લોકો તેમને અસલી જીવનમાં પણ વિલન માનવા લાગ્યા હતા. ૩૬૨ ફિલ્મોનો હિસ્સો રહેલા પ્રાણને પદ્મ ભૂષણ અને દાદાસાહેબ ફાળકે જેવા સન્માનોથી નવાજવામાં આવ્યા હતા.

પ્રાણે લાહોર સિનેમાથી અભિનયની શરૂઆત કરી હતી. તેમણે એક ભયાનક વિલનની ભૂમિકામાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે તેઓ તેમની કરિયરની ટોપ પર હતા ત્યારે ભાગલાના રમખાણોને કારણે તેમની કારકિર્દીનો અંત લાવી દીધો હતો. આ પછી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શૂન્યથી શરૂઆત કરવી પડી.

પ્રાણને સિગારેટનો ખૂબ શોખ હોય ૧૨ વર્ષની ઉંમરે સિગારેટ પીવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે તેઓ લાહોરમાં સિગારેટ પીવા માટે એક પાનની દુકાન પર ગયા હતા ત્યારે તેઓ ત્યાં Âસ્ક્રપ્ટ રાઈટર વલી મોહમ્મદ વલીને મળ્યા હતા. વલી મોહમ્મદ તેની સામે જોવા લાગ્યો. તેમણે પ્રાણને કહ્યું- હું એક ફિલ્મ બનાવી રહ્યો છું, તેમનું એક પાત્ર તમારા જેવું જ છે.

આ પછી તેમણે એક કાગળ પર પોતાનું સરનામું લખીને પ્રાણને આપ્યું અને તેમને બીજા દિવસે ઓફિસ આવીને મળવાનું કહ્યું, પરંતુ પ્રાણે વલી મોહમ્મદ અને તે કાગળ પર ધ્યાન આપ્યું નહીં.

થોડા દિવસો પછી જ્યારે તેઓ ફરીથી વલી મોહમ્મદને મળ્યા ત્યારે તેમણે તેમને પ્રાણની મુલાકાત અંગે વાત કરી હતી. અંતે પ્રાણે અનિચ્છાએ પૂછ્યું કે તેઓ તેમને કેમ મળવા માગે છે. જવાબમાં વલી મોહમ્મદે ફિલ્મ વિશે જણાવ્યું. રસપ્રદ વાત એ છે કે ત્યારે પણ પ્રાણ તેમની વાતને બહુ ગંભીરતાથી લેતા ન હતા, પરંતુ મળવા માટે સંમત થયા હતા.

આખરે જ્યારે તેઓ મળ્યા ત્યારે વલી મોહમ્મદે પ્રાણને સમજાવ્યા. આ રીતે પ્રાણ પંજાબીમાં બનેલી તેની કરિયરની પહેલી ફિલ્મ ‘યમલા જટ્ટ’માં જોવા મળ્યા હતા. આ કારણથી પ્રાણ પોતાના ગુરુ વાલીને માનતા હતા. વિભાજન પહેલાં પ્રાણ લાહોરમાં રહ્યા અને ૧૯૪૭ સુધી ફિલ્મો કરી. ૧૯૪૦ અને ૧૯૪૭ની વચ્ચે પ્રાણે ૨૨ ફિલ્મોમાં કામ કર્યું, જે લાહોરના ફિલ્મ ઉદ્યોગમાં બની હતી. આ એ સમય હતો જ્યારે પ્રાણ સિકંદ એક ભયાનક વિલનની ભૂમિકામાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા હતા.

ત્યારબાદ ૧૯૪૭માં દેશની આઝાદીની સાથે જ રમખાણો શરૂ થઈ ગયા. જ્યારે રમખાણો શરૂ થયા ત્યારે દિલ્હીથી લાહોર સુધીનું દ્રશ્ય સમાન હતું. લાહોરમાં કામ કરતા પ્રાણે તેમની પત્ની શુક્લા અહલુવાલિયા અને એક વર્ષના પુત્ર અરવિંદને મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેમના ભાભી પાસે મોકલ્યા હતા. તેમને ડર હતો કે રમખાણોમાં તેમના પરિવાર સાથે કંઈક થઈ શકે છે.

૧૧ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ પ્રાણ તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા લાહોરથી ઈન્દોર આવ્યા હતા. અહીં આવ્યા પછી અને રેડિયો પર સમાચાર સાંભળ્યા પછી ખબર પડી કે લાહોર રમખાણોની આગમાં ખરાબ રીતે બળી ગયું છે અને ત્યાં હિંદુઓને મારવામાં આવી રહ્યા છે.

૧૯૪૫ની આસપાસ કોલકાતા ફિલ્મ ઉદ્યોગ સંપૂર્ણપણે મુંબઈમાં શિફ્ટ થયા હતા. તેમણે વિચાર્યું કે, આ એક જ કામ છે જે તે કરી શકે છે, કેમ ન મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું નસીબ અજમાવવું જોઈએ. લાહોરમાં આ નામ પ્રચલિત હતું, તેથી અહીં પણ કામ મેળવવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. આ વિચારીને તેઓ પરિવાર સાથે મુંબઈ આવ્યા હતા.

પરંતુ તેમણે વિચાર્યું હતું તેમ બન્યું નહીં. મુંબઈ આવ્યા પછી, તેણે કામની શોધમાં ઘણા નિર્માતાઓ અને નિર્દેશકોની આૅફિસની મુલાકાત લીધી, પરંતુ કામ ન થયું. ‘ઝિદ્દી’ ફિલ્મ હિટ રહી, ત્યારબાદ પ્રાણને વધુ ૩ ફિલ્મોની ઓફર મળી. આ સાથે જ વાત ફેલાઈ કે તે દરેક ફિલ્મ માટે ૫૦૦ રૂપિયા લે છે. હીરો પણ આવી જ ફી વસૂલતા હતા. આ રીતે તે એવા વિલન બની ગયા જેની ફી હીરો કે અન્ય વિલન કરતાં વધારે હતી.

એકવાર તેમને ફિલ્મની ઓફર મળી. તે કામ કરવા માટે સંમત થયા હતા. પરંતુ નિર્માતાએ કહ્યું કે તે ૫૦૦ રૂપિયા નહીં આપે કારણ કે ફિલ્મના હીરોની ફી એટલી જ હતી. પ્રાણે ફિલ્મ કરવાની ના પાડી દીધી.

બાદમાં નિર્માતાએ તેને ૧૦૦ રૂપિયા વધારાની ફી આપીને કાસ્ટ કરવી પડી હતી. આ રીતે તેમને તે ફિલ્મ માટે ૬૦૦ રૂપિયા મળ્યા હતા. આ પછી તેમણે મોટાભાગની ફિલ્મોમાં હીરો કરતાં વધુ ફી વસૂલ કરી હતી. ફિલ્મ ‘ગૃહસ્થી’ ૧૯૪૮માં રિલીઝ થઈ હતી. પ્રાણને આ ફિલ્મ માટે એક હજાર રૂપિયા માસિક ફી મળતી હતી.

પ્રાણ પોતાના મેકઅપને લઈને ખૂબ જ સભાન હતા. અખબારમાં છપાયેલો કોઈપણ નેતાનો ફોટો તેમને ગમતો તો તેઓ કાપીને રાખતા હતા. તે આવું એટલા માટે કરતા હતા કે જ્યારે તે કોઈ ફિલ્મમાં પડદા પર પોતાની જાતને રજૂ કરે તો તેમાં કોઈ કમી ન રહે. પ્રાણ પોતાના ઘરે મેકઅપની વસ્તુઓ પણ રાખતા હતા. તેમણે ‘ખાનદાન’ ફિલ્મમાં હિટલરના લુકની નકલ કરી હતી. ‘જુગ્નુ’માં તેમણે બાંગ્લાદેશના પ્રથમ રાષ્ટ્રપતિ શેખ મુજીબુર રહેમાનના ગેટઅપની નકલ કરી હતી, જેમાં તે પ્રોફેસરની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

‘અમર અકબર એન્થની’ ફિલ્મમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો ગેટઅપ પસંદ કર્યો હતો. એકવાર પ્રાણ હોંગકોંગમાં ફિલ્મ ‘જોહર મેહમૂદ ઈન હોંગકોંગ’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અરુણા ઈરાની પણ હતા.

તેમના બંને સીનનું શૂટિંગ ઝડપથી સમાપ્ત થઈ ગયું, ત્યારબાદ નિર્માતાએ પ્રાણને અરુણા ઈરાની સાથે મુંબઈ જવા કહ્યું. બંનેની હોંગકોંગથી કોલકાતા અને પછી મુંબઈની ફ્લાઈટ હતી, પરંતુ તેઓ કોલકાતા પહોંચ્યા ત્યાં સુધીમાં મુંબઈની ફ્લાઈટ નીકળી ચૂકી હતી. જેના કારણે તેમણે બીજા દિવસની ફ્લાઈટમાં અરુણા સાથે હોટલમાં રહેવું પડ્યું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.