કરણ-અર્જુનની નિષ્ફળતા પછી પણ ‘કહોના પ્યાર હે’ ફરી રિલીઝ કરાશે
મુંબઈ, રિતિક રોશન અને રાકેશ રોશને થોડાં વખત પહેલાં ‘કરણ -અર્જુન’ ફિલ્મ રી-રિલીઝ કરી હતી, જેમાં આગળ રિતિકના અવાજમાં વોઇસ ઓવર પણ ઉમેરાયો હતો, આ ફિલ્મ બિલકુલ ચાલી નહીં. છતાં પણ રિતિક રોશન અને રાકેશ રોશન ફરી આ જ પ્રકારની ભૂલ કરવા જઈ રહ્યા છે.
૧૪ જાન્યુઆરીએ રિતિકની ડેબ્યુ ફિલ્મ ‘કહોના પ્યાર હે’ના ૨૫ વર્ષ પૂરા થઈ રહ્યા છે. ત્યારે આ ફિલ્મ ફરી રિલીઝ થશે. સાથે જ રિતિકનો ૫૧મો જન્મદિવસ પણ આ નિમિત્તે ઉજવવામાં આવશે. રિતિકનો જન્મ દિવસ ૧૦ જાન્યુઆરીએ આવે છે, આ સંદર્ભે ફિલ્મ રિલીઝ કરવામાં આવશે.
આ ફિલ્મમાં રિતિકે ડબલ રોલ કર્યાે હતો. એનો જન્મ જ જાણે ડાન્સ કરવા માટે થયો હતો. ફરાહ ખાને તેના ટેલેન્ટને ઓળખી લીધું અને તેને સ્ટેજ આપ્યું.જોકે, કેટલાંક લોકો માને છે કે આ ફિલ્મની હાલત ‘કરણ-અર્જુન’ જેવી નહીં થાય. કોનપ્લેક્સના મેનેજર કુમાર અભિષેકે કહ્યું કે ‘કહોના પ્યાર હૈ’માં સારુ ચાલવાની તક છે. તેમણે કહ્યું, ‘આજના દર્શકો માટેકરણ –અર્જુન મેલો ડ્રામેટિક ફિલ્મ છે.
જ્યારે કહોના પ્યાર હે આજના ઓડિયન્સની પસંદ સાથે સેટ થાય છે. એ ફિલ્મના ગીતો આજે પણ લોકપ્રિય છે.’પોતાની ડેબ્યુ ફિલ્મની યાદો તાજી કરતા રિતિકે કહ્યું,“જ્યારે એક આત્મવિશ્વાસ વિનાના વ્યક્તિમાંથી લોકો ભગવાન બનાવી દે તેનાથી સારા સમાચારા શું હોય.
મીડિયાએ મારી સાથે કહોના પ્યાર હે પછી આવું જ કર્યું. પછી મને ખેંચીને નીચે પાડવો એ અલગ જ ઘટના હતી. કોઈને ખબર નહોતી કે મારું ભવિષ્ય કેવું હશે. જો મારા નસીબમાં ૫૦ વર્ષ સુધી ટકી રહેવાનું લખ્યું હશે તો મને કોઈ રોકી શકશે નહીં.”આ વખતે રાકેશ રોશન ફિલ્મને ફરી રિલીઝ કરવા બાબતે વધુ કાળજી લઈ રહ્યા છે.
તેમણે કહોના પ્યાર હે માટે હકારાત્મકતા વ્યક્ત કરતા કહ્યું, “એ ફિલ્મથી રિતિકે ડેબ્યુ કર્યું હતું. મને તેનું ખુબ ગૌરવ છે. ૨૫ વર્ષ વિતી ગયા. માનું છું કે દર્શકોની પસંદ બદલાઈ ગઈ છે, પરંતુ કેટલીક લાગણીઓ સમયાતીત નથી હોતી.”SS1MS