‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ
મુંબઈ, ‘સિંઘમ અગેઈન’ની રિલીઝ પહેલા જ અજય દેવગણ, રોહિત શેટ્ટીએ એવું કામ કર્યું કે બની ગયો ગિનીસ વર્લ્ડ રેકોર્ડસ્વિગીએ હાલમાં જ એક નવો રેકોર્ડ બનાવ્યો છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. સ્વિગીએ ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ની ટીમ સાથે મળીને એક જ ડિલિવરીમાં ૧૧,૦૦૦ વડાપાવની ડિલિવરી કરીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
આ ડિલિવરી મુંબઈમાં રોબિન હૂડ આર્મીના બાળકોને કરવામાં આવી હતી, જે ભૂખ સામે કામ કરતી એનજીઓ છે.અજય દેવગણ અને રોહિત શેટ્ટીએ પણ આ પહેલમાં ભાગ લીધો હતો.
વડાપાવની ડિલિવરી વિલે પાર્લેની એરપોર્ટ હાઈસ્કૂલ અને જુનિયર કોલેજથી શરૂ થઈ હતી, જ્યાં અજય દેવગણ, રોહિત શેટ્ટી અને સ્વિગીના સહ-સ્થાપક ફણી કિશનને ઓર્ડર મળ્યો હતો.
આ પછી બાંદ્રા, જુહુ, અંધેરી ઈસ્ટ, મલાડ અને બોરીવલીની વિવિધ શાળાઓમાં વડાપાવનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ ડિલિવરી માટે સ્વિગીએ તેના નવા લોન્ચ કરેલા સ્વિગી એક્સએલ ફ્લીટનો ઉપયોગ કર્યાે હતો, જે મોટા પાયે ઓર્ડરને હેન્ડલ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
આ કાફલામાં ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે ડિલિવરી વધુ કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ બનાવે છે.સ્વિગીના સહ-સ્થાપક ફણી કિશનએ જણાવ્યું હતું કે, “સ્વિગીના ૧૦ વર્ષમાં, અમે મુંબઈ અને અન્ય શહેરોમાં લાખો વડાપાવ પહોંચાડ્યા છે અને અમે ‘સિંઘમ અગેઈન’ સાથે મળીને સૌથી મોટા સિંગલ ફૂડ ઓર્ડર માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે ઉત્સુક છીએ.
આ રોમાંચક કાર્યક્રમ સ્વિગીની ફૂડ ડિલિવરી પ્રત્યેના કમિટમેન્ટને સંપૂર્ણપણે દર્શાવે છે, પછી તે મોટો ઓર્ડર હોય કે નાનો ઓર્ડર હોય અને શાનદાર સિંઘમ સ્ટાઇલમાં આઇકોનિક સ્ટ્રીટ ફૂડ માટે મુંબઈના પ્રેમની ઉજવણી કરે છે.
આ રેકોર્ડ બ્રેકિંગ ડિલિવરી સ્વિગીને ક્વિક કોમર્સ ઈન્ડસ્ટ્રીમાં એક નવી ઊંચાઈઓ પર પહોંચાડી દીધું છે. સ્વિગીની આ સફળતા અન્ય ઈ-કોમર્સ પ્લેટફોર્મને પણ પ્રેરણા આપશે અને તેઓ પણ તેમના ગ્રાહકોને વધુ સારી સેવા આપવાનો પ્રયાસ પણ કરશે.
આ પહેલથી બાળકો માટે માત્ર ખોરાક અને ખુશીઓ જ નહીં, પણ સ્વિગી અને સિંઘમ અગેઇન ટીમ વચ્ચેના આ સહયોગની સફળતાનું પ્રદર્શન પણ થયું. આવી પહેલો સાબિત કરે છે કે ટેન્કોલોજી અને ઈનોવેશનનો યોગ્ય ઉપયોગ કરીને મોટા પાયે સામાજિક યોગદાન આપી શકાય છે.SS1MS