Western Times News

Gujarati News

વીરઝારા ૨૦ વર્ષે રી રીલિઝ થઈ તો પણ ૧૦૦ કરોડ કમાઈ

મુંબઈ, બોલીવૂડ બોક્સ ઓફિસ પર નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે. રી રીલિઝ થઈ રહેલી ફિલ્મો વર્ષો પહેલાંની તેમની મૂળ રીલિઝ વખતની કમાણી કરતાં વધુ કમાણી કરી રહી છે. હવે આ યાદીમાં શાહરુખ ખાન, પ્રિટી ઝિન્ટા અને રાણી મુખરજીની ફિલ્મ ‘વીર ઝારા’ પણ સામેલ થઈ ગઈ છે.

૨૦ વર્ષ પહેલાં આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે કુલ ૯૮ કરોડ કમાઈ હતી. આ વખતે રી રીલિઝમાં તે કુલ ૧૦૨ કરોડ કરતાં પણ વધારે કમાઈ ચૂકી છે. મૂળ રીલિઝ વખતે આ ફિલ્મનાં ગીતો સુપરહિટ થયાં હતાં પરંતુ તેની સ્ટાર કાસ્ટને જોતાં તે અપેક્ષિત કમાણી કરી શકી ન હતી.

જોકે, વર્ષો બાદ તેની લોકપ્રિયતા ઉત્તરોત્તર વધતી રહી હતી. આ અગાઉ તૃપ્તિ ડિમરીની ‘લૈલા મજનૂ’ અને સોહમ શાહની ‘તુમ્બાડ’ સહિતની ફિલ્મો પણ તેમની મૂળ રીલિઝ કરતાં રી રીલિઝમાં વધારે કમાણી કરી ચૂકી છે. નવી પેઢીના દર્શકો ઓટીટી પર સહજતાથી ઉપલબ્ધ એવી ફિલ્મો જોવા થિયેટર્સમાં આવી રહ્યા છે. તેના કારણે થિયેટર બિઝનેસના વર્તુળોમાં ખુશીની લહેર દોડી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.