Western Times News

Gujarati News

ઓનલાઈન કોર્સ કર્યો હશે તો પણ કેનેડામાં વર્ક પરમિટ મળશે

(એજન્સી)ટોરેન્ટો, કેનેડામાં જાેબને લગતી ઘણી સમસ્યાઓ જાેવા મળે છે ત્યારે કેનેડા સરકારે ભારતીયો સહિતના વિદેશી વિદ્યાર્થીઓ માટે એક મોટી રાહત જાહેર કરી છે.

કોવિડ વખતે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટને જે રાહતો મળી હતી તેને હવે વધુ સમય માટે લંબાવવામાં આવી છે. જેના કારણે જે સ્ટુડન્ટે કેનેડાની અંદર રહીને પોતાનો કોર્સ પૂરો નથી કર્યો હોય તેઓ પણ ગ્રેજ્યુએશન પછી અહીં રહીને કામ કરી શકશે.

કેનેડા સરકારે સ્ટુડન્ટને કેટલીક રાહતો આપી હતી. તેથી જે સ્ટુડન્ટે કેનેડાની બહાર રહીને કેટલાક પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટના કોર્સ ૫૦ ટકા સુધી પૂરા કર્યા હશે તો પણ તેઓ ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી કેનેડામાં વર્ક પરમિટ મેળવી શકશે. કોવિડ વખતે કોલેજાે બંધ હોવાથી વિદ્યાર્થીઓએ ઓનલાઈન અભ્યાસ કરવો પડ્યો હતો.

કોવિડ અગાઉ એવો નિયમ હતો કે ૫૦ ટકાથી વધારે અભ્યાસ ઓનલાઈન થયેલો હોવો ન જાેઈએ. આ ઉપરાંત કેનેડાની બહાર જઈને જે અભ્યાસ કરવામાં આવ્યો હોય તેને પણ પીજીડબલ્યુપી માટે ગણવામાં આવતો ન હતો. જાેકે, કોવિડ વખતે સ્થિતિ બદલાઈ ગઈ અને

ઈન્ટરનેશનલ મુસાફરી પર પ્રતિબંધ હોવાના કારણે કેટલાક સ્ટુડન્ટને કેનેડાએ ઓનલાઈન સ્ટડી કરવાની છૂટ આપી હતી. તેમાં બે પ્રકારના સ્ટુડન્ટ હતા. ૧) જેમણે માર્ચ ૨૦૨૦માં પહેલેથી પીજીડબલ્યુપી માટે એલિજિબલ પ્રોગ્રામમાં એડમિશન લીધું હોય અને ૨) જેમણે માર્ચ ૨૦૨૦થી ઓગસ્ટ ૨૦૨૨ વચ્ચે પીજીડબલ્યુપી માટે એલિજિબલ પ્રોગ્રામ શરૂ કર્યા હોય.

આ બંને પ્રકારની કેટેગરીમાં આવતા સ્ટુડન્ટે ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ અગાઉ કેનેડા બહાર રહીને જે ઓનલાઈન સ્ટડી કર્યો હશે તેને પીડીડબલ્યુપી માટે ૧૦૦ ટકા એલિજિબલ ગણવામાં આવશે. જેમણે ૧ સપ્ટેમ્બર ૨૦૨૨થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ વચ્ચે પોતાનો સ્ટડી શરૂ કર્યો હશે તેમનો માત્ર ૫૦ ટકા અભ્યાસ પીજીડીબલ્યુપી માટે પાત્ર ગણવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.