Western Times News

Gujarati News

‘પાકિસ્તાનમાં ઘૂસી કાર્યવાહી કરશો તો પણ અમારો ટેકો: બ્રિટન

નવી દિલ્હી, બ્રિટનના સાંસદોએ જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી છે. બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ આશા વ્યક્ત કરી કે હુમલા પાછળના ગુનેગારોને ટૂંક સમયમાં કાર્યવાહી કરાશે.

સંસદમાં પોતાના ભાષણમાં તનમનજીત સિંહ ઢેસીએ નાગરિકો પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, ‘હું પીડિતોના પરિવારો માટે પ્રાર્થના કરી રહ્યા છે.’ નોંધનીય છે કે, પહલગામમાં થયેલા આતંકી હુમલામાં ૨૮ લોકોનાં મોત થયા છે.

આ દરમિયાન બ્રિટનના સાંસદ બોબ બ્લેકમેને ભારતનું સમર્થન કરતાં એક સશક્ત અને ભાવનાત્મક નિવેદન આપતાં કહ્યું કે ભારત સરકાર હવે જે પણ પગલું ભરવા ઇચ્છે ભલે પછી તે સૈન્ય કાર્યવાહી કેમ ના હોય અમે તેને પૂરેપૂરો ટેકો આપીશું. અમે અહીં દુઃખ વહેંચવા એકઠા થયા છીએ. આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો ગણાય છે.

ધાર્મિક આધાર પર નફરતને સાંખી નહીં લેવાય. મારો વ્યક્તિગત અભિપ્રાય છે કે ભારત જે કોઈ કાર્યવાહી કરે તેને આપણે ટેકો આપવો જોઈએ ભલે પછી એલઓસી પાર કરીને સૈન્ય કાર્યવાહી કેમ ન કરવામાં આવે.

બ્રિટનના સાંસદ તનમનજીત સિંહ ઢેસીએ કહ્યું કે, ‘આ અઠવાડિયે પોપ ળાન્સિસના દુઃખદ અવસાન પર આપણે શોક વ્યક્ત કરી રહ્યા છીએ, પરંતુ આ અઠવાડિયે જમ્મુ અને કાશ્મીરમાં નિર્દાેષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાથી પણ હું ખૂબ જ દુઃખી છું.

પીડિતોના પરિવારો મારી પ્રાર્થનામાં છે, અને મને નિષ્ઠાપૂર્વક આશા છે કે ગુનેગારોને ટૂંક સમયમાં સજા મળશે.’યુકે હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલે પહેલગામમાં થયેલા હુમલાને કાયરતાનું કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, ‘યુકે સરકારની સંવેદનાઓ અસરગ્રસ્ત લોકો સાથે છે, ખાસ કરીને જેમણે પ્રિયજનો ગુમાવ્યા છે.

કાશ્મીરમાં આ ભયાનક આતંકી હુમલો હતો. તે એક કાયરતાપૂર્ણ કૃત્ય હતું અને મારી અને સમગ્ર સરકારની સંવેદનાઓ અસરગ્રસ્તો સાથે છે, ખાસ કરીને જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.’

યુકેના સાંસદોની હાજરીએ આતંકવાદની નિંદા કરવા અને આતંકવાદ સામે એકતા સાધવાની આપણી સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો. આ કાર્યક્રમમાં યુકેભરમાંથી ભારતીય ડાયસ્પોરા હાજર રહ્યા હતા, જેઓ પીડિતો અને તેમના પરિવારો સાથે શ્રદ્ધાંજલિ આપવા અને એકતા વ્યક્ત કરવા આવ્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.