Western Times News

Gujarati News

રાખી સાવંતનો આ લૂક જોઈને મંજુલિકા પણ ડરી જાય

મુંબઈ, બિગ બોસનું ઘર જાણે રાખી સાવંતનું ફેવરિટ સ્થળ છે. બિગ બોસની ઘણી સિઝનમાં તે અત્યાર સુધી ભાગ લઈ ચૂકી છે. વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટન્ટ તરીકે અથવા તો મહેમાન તરીકે તેને ઘરમાં મોકલવામાં આવે છે. રાખી સાવંત પોતાની વાતો અને પ્રવૃત્તિઓથી દર્શકોને મનોરંજન પૂરું પાડવામાં કસર બાકી નથી રાખતી.

બિગ બોસ હિન્દીની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે, પરંતુ આ વખતે રાખી સાવંત બિગ બોસ હિન્દી નહીં પણ મરાઠીમાં જાેવા મળી રહી છે. અને અહીં પણ રાખી ફૂલ ફોર્મમાં જણાઈ રહી છે. રાખી સાવંત પોતાની સ્ટાઈલ અને ફેશન સાથે અખતરા કરતી રહે છે.

ઘણીવાર તે અનોખા અંદાજમાં મીડિયા સામે પણ આવતી હોય છે. પરંતુ તાજેતરમાં તેણે બિગ બોસ મરાઠીના ઘરમાં જે વેશ ધારણ કર્યો તે જાેઈને ભલભલા ડરી જાય. રાખી સાવંત મંજુલિકા બની હતી. ઘરના બાકીના સભ્યો પણ તેને જાેઈને હસીને લોટપોટ થઈ ગયા હતા.

ભૂલ ભુલૈયા સીરિઝનું પોપ્યુલર કેરેક્ટર એટલે કે મંજુલિકા. રાખી સાવંતે એવો લૂક ધારણ કર્યો કે તેને જાેઈને મંજુલિકાના પણ હોશ ઉડી જાય. રાખીનો આ લૂકમાં વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. તેણે લાલ આઉટફિટ્‌સ પહેર્યા છે, માથા પર તિલક લગાવ્યું છે જે ફેલાઈ ગયું છે.

આટલુ જ નહીં, તેણે કાજળ પણ એટલુ બધું લગાવ્યું છે કે તે ફેલાઈ ગયું છે. મેક-અપથી તેણે આંખોને ભયાનક લૂક આપ્યો છે. આ સિવાય તેણે લિપસ્ટિક પણ ડાર્ક કલરની કરી છે, જે પણ હોઠની આસપાસ ફેલાઈ ગઈ છે. તે એકદમથી પથારી પરથી ઉઠી જાય છે અને મરાઠીમાં બોલવા લાગે છે.તે જીભ બહાર નીકાળે છે અને ભૂતની એક્ટિંગ કરે છે.

ઉલ્લેખનીય છે કે રાખી આમ પણ કોઈને કોઈ રીતે ચર્ચામાં રહેતી હોય છે. પાછલા ઘણાં સમયથી તે બોયફ્રેન્ડ આદિલ સાથે જાેવા મળે છે. તેણે કહ્યુ હતું કે, આદિલને કારણે તે હવે વધારે રીવિલિંગ કપડા નહીં પહેરે. તે દરેક ઈવેન્ટમાં આદિલ સાથે જ સામેલ થતી હોય છે.

બિગ બોસ હિન્દીની શરુઆત થઈ તો લોકોએ સાજિદ ખાનની એન્ટ્રીનો વિરોધ કર્યો, પરંતુ રાખી સાવંત સાજિદ ખાનના સમર્થનમાં આગળ આવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.