દિપાવલીના પર્વ નિમિત્તે પણ અવિરતપણે ચાલતું AMCનું સ્વચ્છતા અભિયાન
અમદાવાદ શહેરમાં આવેલા મંદિરો-ધાર્મિક સ્થાનોનાં પરિસરોની સફાઈ કરવામાં આવી
અમદાવાદ શહેરના 7 ઝોનમાં આવેલાં સરકારી રહેણાંકો, EWS ક્વાટર્સ, સ્લમ ક્વાટર્સ, વસાહતો, હાઉસીંગ કોલોનીઓ, પોલીસ સ્ટેશનો, પોલીસ હાઉસીંગ કોલોની આસપાસની જગ્યાઓ અને કોર્ટ સંકૂલની ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ AMC દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારનાં ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ શરૂ કરવામાં આવેલ 60 દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોનાં સ્વચ્છતાનાં અભિયાનમાં તારીખ પ્રમાણે આપવામાં આવેલ શિડ્યુલ પ્રમાણે તા. 13 થી 19 નવેમ્બર, 2023 દરમ્યાન દિવાળી નિમિતે ફટાકડાના કચરાનો નિકાલ અને જાહેર રસ્તાઓની સફાઈ ઝુંબેશ અંતર્ગત તા. 16 નવેમ્બર, 2023નાં રોજ શહેરના 7 ઝોનમાં આવેલા વિવિધ લોકેશનોની સફાઈ હાથ ધરવામાં આવી હતી.
દિપાવલીના પર્વને અનુલક્ષીને શહેરમાં આવેલા મંદિરો-ધાર્મિક સ્થાનોનાં પરિસરોની સફાઈ કરવામાં આવી હતી અને ન્યૂસન્સ ટેંકરો મારફતે પરિસરોને ધોવડાવી સ્વચ્છ કરવામાં આવ્યાં હતાં.
શહેરના પૂર્વ ઝોનમાં હરીદર્શન ચાર રસ્તા, 80 ફિટ રોડ, ગોમતીપુર ફુવારા સર્કલ, સત્યમનગર રોડ, તક્શીલા રોડ, નિરાંત થી કર્ણાવતી રોડ, ધીરજ હાઉસીંગ, ગણેશચોક સહિતના વિસ્તારોમાં 455 કલાકનું શ્રમદાન કરી 2.7 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં કૌટિલ્ય ફ્લેટ પાસે મેદાન, ખોડિયાર નગર, મોટેરા શાક માર્કેટ રોડ, સરદાર ચોક,ન્યુ રાણીપ, મસ્ટર સ્ટેશન રોડથી ભીમજીપુરા, કેસવ એપા. રોડ, પલીયડ નગર ચાર રસ્તા લીગલ, રસમધુર રોડ રેલ્વે ટ્રેક, નવરંગ સર્ક્લથી લો ગાર્ડન, રામજી મંદિર રોડ, પાલડી બ્રમાણી માતા મંદિરથી AMTS બસ ટર્મિનલ સુધી, વિશાલા હાઇવે રોડ લિગસી વેસ્ટ જેવા વિસ્તારોમાં 1296 કલાકનું શ્રમદાન કરી 18.35 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર ઝોનમાં આંબાવાડી સર્કલ રોડ, ખોડિયાર મંદિર, પ્રેમ નગર જોનલ ઓફિસની પાછળ, ભાર્ગવ રોડ, પાંડવવાડી રોડ, રામજી મંદિર રોડ, યોગા સર્કલથી ભક્તિ સર્કલ, ઇજનેર રોડ, બાપુનગર અંબર સિનેમા રોડ, 17 સ્પોટ વગેરે વિસ્તારોમાં 173 કલાકનું શ્રમદાન કરી 1.34 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ ઝોનમાં મેલડીમાતા મંદીરથી, બહેરામપુરા પોલીસ ચોકી, મંગલ પાર્ક રોડ – કૃષ્ણબાગ રોડ, સ્વસ્તિક ચારરસ્તા થી તેજેન્દ્ર પોઇન્ટ, સ્નાનાગાર રોડ, ચંડોળા મહારાણાપ્રતાપ સોસા. ઢાળથી દશામાં મંદીર સુધી, લાભાં ગામ, મહાલક્ષ્મી તળાવ રોડ પર 533 કલાકનું શ્રમદાન કરી 2.1 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના મધ્ય ઝોનમાં ૧૧૭ બસ સ્ટેશન, રોહીદાસ, અસારવા, મુસા સુહાગ કબ્રસ્તાન રોડ, શાહીબાગ, ફાયર બ્રિગેડ રોડ, શાહપુર, માંડવીની પોળ, ખાડીયા, ત્રિમુર્તિ મંદિર, રાયખડ વગેરે સ્થળોએ 47 કલાકનું શ્રમદાન કરી 0.65 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં AMTS ફાટક, વંદેમાતરમ, ઘાટલોડિયા ગામ, બોપલ-ઘુમા, ગુરુદ્વારાથી ઈસ્કોન ચાર રસ્તા વેગેરે સ્થળોએ 384 કલાકનું શ્રમદાન કરી 8 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં પ્રેરણાતીર્થ જૈન દેરાસર, ભાંજવાડો, ઘુમા વિસ્તાર, વિશાલાથી શાસ્ત્રી બ્રિજ જેવા વિસ્તારોમાં 395 કલાકનું શ્રમદાન કરી 4.5 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજનાં આ સફાઈ ઝુંબેશ કાર્યક્રમોમાં કુલ 3283 ક્લાકનું શ્રમદાન કરવામાં આવ્યું હતું અને આ સફાઈમાં 37.64 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો હતો.