Western Times News

Gujarati News

રેડ વાઇન પણ સુરક્ષિત નથી, તમામ પ્રકારના આલ્કોહોલથી કેન્સરનું જોખમ

હ્યુસ્ટન, રેડ વાઇન આરોગ્યપ્રદ વિકલ્પ હોવાની પ્રચલિત માન્યતાને આધારે દારુ ગટગટાવતા લોકોના હોશ ઉડાવી દે તેવો એક અભ્યાસ અમેરિકાના ન્યુટ્રિએન્ટ્‌સ નામના જર્નલમાં પ્રકાશિત થયો છે. વિવિધ અભ્યાસનો તારણોનું વિશ્લેષણ કરીને હાથ ધરાવેલા આ અભ્યાસમાં જણાવાયું છે કે રેડ વાઇન પણ આરોગ્ય માટે સુરક્ષિત છે અને તમામ પ્રકારના આલ્હાકાલથી કેન્સરના જોખમમાં વધારો થાય છે.

૪૨ અભ્યાસોના ડેટાનું વિશ્લેષણ કર્યા પછી સંશોધકો શોધી કાઢ્યું હતું કે કેન્સરના એકંદર જોખમમાં રેડ અને વ્હાઇટ વાઇન વચ્ચે કોઇ ખાસ તફાવત જોવા મળ્યો નથી. વધુમાં કેન્સરને અટકાવવાના વાત આવે છે ત્યારે કોઇપણ પ્રકારનો વાઇન સુરક્ષિત હોવાનું જણાયું નથી.

બ્રાઉન યુનિવર્સિટીના મુખ્ય લેખક ડૉ. યુનયોંગ ચોએ જણાવ્યું હતું કે રેઝવેરાટ્રોલ જેવા એન્ટીઓકિસડન્ટોને કારણે રેડ વાઇન આરોગ્યપ્રદ હોવાની પ્રચલિત માન્યતા ખોટી છે. અમને એવા કોઈ મજબૂત પુરાવા મળ્યા નથી કે રેડ વાઇન કેન્સરનું જોખમ ઘટાડે છે.

રસપ્રદ બાબત એ છે કે કેટલાક અભ્યાસોમાં વ્હાઇટ વાઇનને સ્ત્રીઓમાં કેન્સરના ઊંચા જોખમ સાથે જોડવામાં આવે છે અને તેનાથી ત્વચાના કેન્સરના જોખમમાં ૨૨ ટકા વધારો થતો હોવાનું કહેવામાં આવે છે. જોકે સંશોધકોએ નોંધ્યું છે કે સૂર્યના સંપર્ક જેવા જીવનશૈલીના પરિબળો ભૂમિકા ભજવી શકે છે.

વધુ વિશ્વસનીય કોહોર્ટ અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે વ્હાઇટ વાઇન અને કેન્સરના જોખમમાં વધારા વચ્ચેની કડી વધુ મજબૂત બની હતી, પરંતુ રેડ વાઇન સાથે કોઈ નોંધપાત્ર જોખમ વધારો જોવા મળ્યો ન હતો. દરરોજ રેડ વાઇનનો એક ગ્લાસ કેન્સરના જોખમમાં ૫ ટકાનો વધારો કરી શકે છે.

જોકે ઊંડા વિશ્લેષણમાં આ જોખમ આંકડાકીય રીતે મહત્વપૂર્ણ બન્યું ન હતું. અભ્યાસમાં સામેલ ન હતાં તેવા ફેમિલી મેડિસિન ફિઝિશિયન ડૉ.બ્રાયન બ્લેકે જણાવ્યું હતું કે આ અભ્યાસ રેડ વાઇન સલામત આલ્કોહોલ હોવાની માન્યતાને પડકારે છે.

વાસ્તવિક સંદેશ એ છે કે કોઈપણ સ્વરૂપમાં આલ્કોહોલ જોખમી છે. કેન્સર પ્રિવેન્શન એલાયન્સના પ્રવક્તાએ સારાંશમાં જણાવ્યું હતું કે આ તારણો કેટલીક પ્રચલિત માન્યતાઓને ખોટી ઠેરવે છે અને સ્પષ્ટ સંદેશ એ છે કે કેન્સરના જોખમમાં ઘટાડો કરવાનો સૌથી સરળ રસ્તો શરાબનું મર્યાદિત સેવન છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.