Western Times News

Gujarati News

જિતેન્દ્રનો રેકોર્ડ ‘શોલે’ અને ‘પુષ્પા ૨’ અને ‘દંગલ’ પણ તોડી શક્યા નથી

મુંબઈ, જિતેન્દ્ર ઇન્ડિયાની કલ્ટ ફિલ્મોનો એક એવા સુપરસ્ટાર છે જેમની અનોખી સ્ટાઇલ અને અલગ પ્રકારના ડાન્સનું આજે પણ એક અલગ પ્રકારનું ફૅન ફોલોઈંગ છે.

રાજેશ ખન્ના, ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન કરતા પણ જિતેન્દ્ર વધુ લોકપ્રિય હતા. તેમની ફિલ્મોને માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ જબરદસ્ત પ્રતિસાદ મળતો હતો. આ ફિલ્મોમાંની ૧૯૭૧માં આવેલી તેમની એક ફિલ્મ એવી હતી જે ભારત સાથે ચીનમાં પણ બ્લોકબસ્ટર રહી હતી.

આ ફિલ્મની ૩૦ કરોડ ટિકિટ દુનિયાભરમાં વેચાઈ હતી અને આ રેકોર્ડને ‘શોલે’થી માંડીને ‘પુષ્પા ૨’ સુધીની કોઈ ફિલ્મ તોડી શકી નથી. જિતેન્દ્ર એ એક બોડી ડબલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, પરંતુ બહુ ઝડપથી તેમણે પોતાવી એક અલગ ઓળખ બનાવી લીધી હતી.

૩૦ દાયકા લાંબી કારકિર્દીમાં તેમણે ઘણા વૈવિધ્યસભર રોલ પણ કર્યા હતા. જીતુ નામથી જાણીતા જિતેન્દ્રનું સાચું નામ રવિકુમાર છે. તેમણે ફિલ્મ માટે નામ અપનાવ્યું હતું. તેમણે જયા પ્રદા, રેખા અને શ્રીદેવી જેવી સુપર હિટ હિરોઇનો સાથે ‘ફારીસ’, ‘આશા’, ‘મેરી આવાઝ સુનો’, ‘તોહફા’, ‘ઘર્મવીર’ અને ‘જાની દુશ્મન’ જેવી ફિલ્મો કરી હતી.

આ બધી ફિલ્મોમાં જે એક સૌથી સફળ ફિલ્મ છે તે ૧૯૭૧માં આવેલી ‘કારવાં’ છે. આ ફિલ્મ ભારત ઉપરાંત ચીનમાં પણ ખૂબ સફળ રહી હતી. એ સમયની સૌથી વધુ ક્લાસિક કલ્ટ અને આઇકોનિક ગણાતી ફિલ્મ ‘શોલે’ની દુનિયાભરમાં માત્ર ૨૫ કરોડ ટિકિટ જ વેચાઈ હતી.

જ્યારે ‘કારવાં’ની ૩૦ કરોડ ટિકિટ વેંચાઈ હતી. આ એક એવો રેકોર્ડ છે, જે આજ સુધી કોઈ ફિલ્મ તોડી શકી નથી. પછી તે ‘દંગલ’, ‘આરઆરઆર’ કે પછી ‘પુષ્પા ૨’ જ કેમ ન હોય.આઈએમડીબીના અહેવાલો અનુસાર જિતેન્દ્રની ૨૦૦માંથી ૧૨૦ ફિલ્મોમાં તે લીડ એક્ટર હતો. તેમણે ભારતીય સિનેમાના કલાકારો માટે એક નવી ચીલો ચાતર્યાે હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.