Western Times News

Gujarati News

2 કરોડ લોકોને મારી નાંખનાર તૈમુર લંગને પણ એક સમયે કિડીને જોઈને હિંમત આવી હતી

તૈમુરને એના દુશ્મનોએ મારી નાખવા પીછો કર્યો ત્યારે તેણે એક ખંડેરમાં આશ્રય લીધો. (Timur, the man who killed 20 Million people) તેને એનું મૃત્યુ એકદમ નજદીક લાગતું હતુ

જીવનમાં સફળતાના શિખર પર પહોંચવા આત્મવિશ્વાસ રૂપી વિમાન તથા કાર્યને સિદ્ધ કરવા મનોબળ રૂપી ગદા ઘણો મોટો ભાગ ભજવે છે. સફળતાનો મોટો આધાર પોતાના વિચારો પર નિર્ભર રહેતો હોય છે. ‘શું વિચારો છો’ એ જ જીવનમાં સફળતા કે નિષ્ફળતાના દરવાજો ખોલી આપે છે.

મહાન વ્યક્તિઓનાં જીવનમાં અવલોકન કરતા જાણવા મળશે કે તેઓની સાથે અમુલ્ય મૂડી ‘આત્મવિશ્વાસ’ તથા ‘મનોબળ’ છે. ‘કોઈ પણ કાર્ય અશક્ય નથી’ તે મંત્ર પોતાના જીવનમાં ઉતારવામાં આવે તો તે સફળ થયા વિના રહેશે જ નહિ.

ઘણા માનવીઓ પોતાને નસીબ પર છોડી દેતા હોય છે જે યોગ્ય નથી પરંતુ પાણીમાં ડૂબી મરવા જેવું છે. પુરુષાર્થ વિના ઉધ્ધાર થતો નથી ને સિદ્ધિ પણ મળતી નથી એ સૂત્રને જીવનસૂત્ર બનાવવું જોઈએ.

જીવન રૂપી માર્ગમાં ગમે તેવી ને ગમે તેટલી અડચણો આવે તો પણ ગભરાયા વગર આત્મવિશ્વાસનો સહારો લઈ સફળ રીતે પસાર થઈ જવાય છે. જીવનમાં યોગ્ય યોજનાઓ બનાવી હકારાત્મક વિચારોથી અડચણ રૂપી ખડકો પસાર કરી પોતાની મંઝિલ પર સરળતાથી પંહોચી જવાય છે.

લઘુતાગ્રંથીને તિલાજંલિ આપીને આત્મવિશ્વાસ તથા મનોબળને મજબૂત બનાવી શકાય છે અને હારની બાજી જીતમાં ફેરવાઈ શકે છે. રમત-ગમતમાં કે હરિફાઈમાં, ભણતરમાં કે જીવન ગણતરમાં આત્મવિશ્વાસ તથા મનોબળનીબહું જ જરૂર પડે છે.

માનવી પોતાનું મનોબળ મજબૂત રાખે તો તે ગમે તેવા કપરા સંજોગોને પણ અનુકૂળ થઈ શકે છે ‘કાળા માથાનો માનવી જો ધારે તો શું નથી કરી શકતો’ આ જ સિદ્ધાંત પોતાના જીવનમાં ઉતારવામાં આવે તો પણ તે સુખી બની શકે છે.

અબ્રાહમ લિંકન ગુલામોની મુક્તિનાં કાર્યમાં પ્રવૃત થયા ત્યારે તમણે દઢ નિશ્ચય કર્યો હતો અને તેઓએ આતમ વિશ્વાસથી તે કાર્ય ઉપાડેલું હતું અને છેવટે તેઓ સફળ પણ થયા હતા. તેઓ કદી કામ કરતા ડરતા નહિ. તેઓ વ્યવસ્થિત યોજનાઓ ઘડતા તથા કાર્યો શરું કરતા પહેલા ઉંડો વિચાર કરતા. ‘મારાથી આ કામ નહિ થઈ શકે’ એવું માનનારો માનવી કદી સફળ થઈ શકતો નથી. આત્મવિશ્વાસ તથા મનોબળ કેળવવાથી પોતાનો ચહેરો ખુમારીવાળો તથા ઉજ્જવળ બને છે.

‘સફળતાની ચાવી….’ ‘આત્મ વિશ્વાસ- મનોબળ કેળવો’

અમુક માનવી પોતાનું કાર્ય સફળ કરવા તનતોડ મહેનત કરે છે અને તેમનો આત્મવિશ્વાસ તીવ્ર હોવાથી તેમને કોઈ પાછા હઠાવી શકતું નથી. આત્મવિશ્વાસ જેટલો ઊંચો તથા મનોબળ જેટલું દઢ તેટલો માનવીનો સફળ થવાનો રસ્તો આપોઆપ ખુલી જાય છે.

અમુક માનવીની આંખમાં એટલી તાકાત હોય છે જેનાથી લોકો અંજાઈ જાય છે તો અમુક માનવીની બોલવાની ઢબમાં અનેરો વિશ્વાસ છલકાતો હોય છે જેનાથી લોકો દોરવાય છે અને એ એકલવ્યની માફક લક્ષ્યની સિદ્ધિ અર્થે ધ્યાન રાખતા હેતુ મનનના વિચારોનો એક હિસ્સો બની જાય છે અને છેવટે તે વ્યક્તિ વિજય મેળવીને જ જંપે છે

અડચણોની સામે નબળા માનવી થાકી હારીને પાછો વળી જાય છે પરંતુ જેનામાં દઢ મનોબળ હોય છે તે તેના આત્મવિશ્વાસથી સફળતાના રાહ પર આગળ ને આગળ જ વધે છે.

તૈમુરને એના દુશ્મનોએ મારી નાખવા પીછો કર્યો ત્યારે તેણે એક ખંડેરમાં આશ્રય લીધો. (Timur, the man who killed 20 Million people) તેને એનું મૃત્યુ એકદમ નજદીક લાગતું હતુ. કોઈ પણ માર્ગ સૂઝતો ન હતો. અલબત્ત તેને દુશ્મનોને મહાત કરવાની તમન્ના તો હતી જ અને તે વિચારોમાં લીન હતો ત્યાં જ તેનિ દષ્ટિ એક કીડી પર પડી જે અનાજનો એક દાણો ઘસડીને લઈ જવા મથામણ કરતી હતી. એ કીડી વારંવાર એ દાણો ખેંચીને લઈ જવામાં નિષ્ફળ જતી હતી.

પરંતુ તે કીડી હિમ્મત હારી નહિ અને વારંવાર પ્રયત્નો કરતા તે કીડીને સફળતા મળી. આ જોઈને તૈમુરમાં ખોવાઈ ગયેલો આત્મવિશ્વાસ જાગ્યો અને મનમાં વિચાર કર્યો કે કોઈ પણ કામ અશક્ય નથી અને એણે પૂરા જોશથી દુશ્મનોનો સામનો કર્યો અને છેલટે એ વિજય મેળવીને જ જંપ્યો. નિરાશાથી માનવીનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે માટે નિરાશાથી દૂર રહેવાનો પ્રયાસ કરવો જોઈએ અને આશાવાદી બનવું એ આત્મવિશ્વાસ તથા મનોબળ સિદ્ધ કરવાનું પહેલું સોપાન છે.

બાળકોને બાળપણથી જ મા-બાપે આત્મવિશ્વાસ તથા દઢ મનોબળ જાગૃત કરવાની કેળવણી આપવી જોઈએ જેથી તેઓ મોટા થઈને સફળતાનાં રાહ પર ચાલતા રહે.
આત્મવિશ્વાસ આત્મરક્ષામાં પણ વધારો કરે છે તેનાથી કોઇ પણ મુશ્કેલી સામે ઝઝુમવાની તાકત મળે છે માટે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મવિશ્વાસ કેળવો તથા મનોબળ મજબૂત રાખો.

દરદી પણ મનોબળ મજબૂત રાખે તો તેનાથી પોતાના દરદમાં તો રાહત થાય છે સાથે સાથે તેના દરદમાં ઝડપી સુધારો પણ થાય છે. આત્મવિશ્વાસ કેળવવા તથા મનોબળ મજબૂત કરવા દરરોજ મનન કરવું જોઈએ તથા યોગાસન કરવા જોઈએ.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.