બોપલ પહેલાં ઔડામાં હતું અને હવે કોર્પોરેશનમાં આવ્યા પછી પણ વરસાદી પાણીના નિકાલનો અભાવ
બોપલ ગામ તેમજ સ્ટર્લિગ સીટીની આસપાસના વિસ્તારો પ્રત્યે AMC તંત્રએ ઓરમાયું ભર્યું વર્તન રાખતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. જેથી સ્થાનિકો દ્વારા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ ઉઠી છે.
અમદાવાદ, અમદાવાદમાં સતત પડી રહેલા વરસાદે વિરામ લીધો, પરંતુ વરસાદી સમસ્યા યથાવત છે. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કેમ કે વરસાદ બંધ થયાને ૧૨ કલાક થયા પરંતુ વરસાદી પાણીનો નિકાલ થયો નથી. બોપલમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે અને પાછો તેમાં શનિવારે મુશળધાર વરસાદ પડ્યો હતો.
સ્ટર્લિંગ સીટીના મેઈન ગેટથી અંદર જતાં લગભગ 3 ફૂટ જેટલાં પાણી ભરાયા હતા જેનો નિકાલ રવિવારે પણ થયો ન હતો. આ ઉપરાંત કેટલાંક નિચાણવાળા એરીયામાં પણ લગભગ દોઢ ફૂટ પાણી ભરાયા હતા. આ ઉપરાંત બોપલ મેઈન રોડ તેમજ અંદરના રોડ પર આવેલી કેટલીક દૂકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા.
બોપલ ગામ-ભાથીજી મંદિર નજીકનો વિસ્તાર પાણી પાણી થયો pic.twitter.com/KkixbHxRca
— Pankaj Sharma (Journalist) (@Anchor_Pankaj) July 22, 2023
બોપલ ગામમાં પણ ઢીંચણ સમાં પાણી ભરાયા હોવાના બનાવ બન્યા છે. રસ્તા પર પાણી, ઘરમાં પાણી, મંદિર અને દુકાનમાં પણ પાણી ભરાયા. જે વર્ષો જૂની સમસ્યાની અનેકવાર રજૂઆત છતાં કોઈ નિકાલ નહીં આવતા સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જાેવા મળી.
સ્થાનિકોનો આક્ષેપ હતો કે બોપલ ગામ ઔડામાં, ગ્રામ પંચાયતમાં અને હવે કોર્પોરેશનમાં આવ્યા છતાં પણ વરસાદી પાણીના નિકાલનો અભાવ છે. બોપલ ગામમાં કેટલાક વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે. બોપલ ગામમાં રામદેવપીર મંદિર પાસે ઢીંચણ સમા પાણી ભરાતા લોકો પરેશાન થયા તો શક્તિમાંના મંદિરમાં પણ પાણી ભરાયા.
જે પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા કામચલાઉ ધોરણે હેવી ડીવોટરીંગ વાન મુકવામાં આવ્યું હતું. જેથી વરસાદી પાણીનો નિકાલ લાવી શકાય. જાેકે કાયમી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી સ્થાનિકોએ તંત્ર દ્વારા તેમના વિસ્તાર ને લઈને કોઈ ધ્યાન નહીં આપવામાં આવતું હોવાના આક્ષેપ લગાવ્યા.
ભગવતી કૃપા સોસાયટી, બોપલ ગામ #Ahmedabad #ahmedabadrain pic.twitter.com/GaBHahh22h
— Pankaj Sharma (Journalist) (@Anchor_Pankaj) July 22, 2023
તેમજ સાઉથ બોપલમાં તંત્ર દ્વારા પૂરતું ધ્યાન અપાઈ રહ્યું છે, જ્યારે બોપલ ગામ પ્રત્યે તંત્ર ઓરમાયું ભર્યું વર્તન રાખતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. જેથી સ્થાનિકો દ્વારા વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવા માંગ ઉઠી છે.
શનિવારે પડેલા ભારે વરસાદના કારણે શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.
જે વરસાદ બંધ થયા બાદ કલાકો સુધી કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જાેવા મળ્યા. જેમાં બોપલ ગામ સાથે સાઉથ બોપલ માં વસંત વિહાર બંગલોમાં પણ વરસાદી પાણી ભરાયેલા જાેવા મળ્યા. મોડી રાત્રે બસંત બહાર બંગલોમાં ઢીંચણ ઉપર પાણી હતા.
જે વહેલી સવારે પાણીનું લેવલ ઘટ્યું જાેકે વરસાદી પાણી ભરાયેલા જાેવા મળ્યા. વરસાદી પાણી ભરાવાના કારણે વૈભવી બંગલોમાં રહેતા લોકો પરેશાન હતા. કેમ કે બંગલોના રસ્તા પર, બગીચામાં અને ક્લબ હાઉસના રસ્તા પર પાણી ભરાયા. જેથી બંગલો દ્વારા કોર્પોરેશન પાસે પાણી નિકાલ માટે મદદ પણ માગવામાં આવી.
બોપલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવા સાથે વધુ એક સમસ્યા જાેવા મળી અને તે છે ખરાબ રસ્તા. વરસાદ ના કારણે બોપલ વિસ્તારમાં રસ્તા ધોવાયા હતા. રસ્તા ઉપર કપચી ઊખડી તેમજ ખાડા પણ પડ્યા. જેમાં બસંત બહાર બંગલો પાસે રસ્તા પર ખાડા પડ્યા.
જ્યાં ૨૦૦થી ૩૦૦ મીટરના અંતરે નાના પેચમાં ખાડા પડ્યા હોવાનું સામે આવ્યું. જે ખરાબ રસ્તાથી વાહન ચાલકો માટે હાલાકી સર્જાઈ. જ્યાં વાહન ચાલકોએ ખરાબ રસ્તાનું સમારકામ કરી સારો રસ્તો આપવા માંગ કરી. તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને તંત્ર સામે નારાજગી પણ લોકોએ વ્યક્ત કરી હતી.