મહેસાણામાં નવા રસ્તાની મંજૂરી મળ્યાને ૨ વર્ષ થયા છતાં કામગીરીના નામે શૂન્ય
મહેસાણા, મહેસાણા જિલ્લામાં અનેક રસ્તાઓને મુખ્યમંત્રી સડક યોજનામાં મંજૂરી અપાઈ ચૂકી છે. આ વાતને પણ ૨૪ મહિનાઓનો સમય વીતી ચૂક્યો છે. આમ છતાં પણ મહેસાણા જીલ્લાનું તંત્ર આ રસ્તાઓનું નિર્માણ કરતુ નથી અને લોકો ધૂળીયા રસ્તા પર અવરજવર કરવા મજબૂર બન્યા છે. આવા ૧૦ રસ્તાઓના કામ જ હાથ ધરવામાં આવ્યા નથી.
મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનો આ પ્રકારના મહેસાણા જિલ્લામાં ૧૦ રસ્તા છે. જે મંજૂર થઈ ગયા છે પરંતુ બે વર્ષથી કોઈ કામ ચાલું થયું નથી. મુખ્યમંત્રી સડક યોજનામાં રોડ મંજૂર થયા છે. જાેબ નંબર પડ્યા તેને બે વર્ષ થઈ ગયા છે.
પરંતુ કામગીરીના નામ પર હજુ પણ કઈ થયું નથી, જેના પગલે સ્થાનિકોને પારવાર મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે. રજૂઆત કરી કરીને સ્થાનિકો થાક્યા છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી રહી નથી.
તો બીજી તરફ બેચરાજી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર એ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. તેઓએ રજૂઆત કરી છે કે, મુખ્યમંત્રી સડક યોજના હેઠળ વર્ષ ૨૦૨૦/૨૧ માં આ ૧૦ રોડ મંજૂર કરાયા છે.
જે રોડના કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી આ વિસ્તારના ગ્રામજનો ને હાલાકી વેઠવી ના પડે. ત્યારે હવે તે જાેવું રહ્યું કે મહેસાણાનું નિંદ્રાધીન તંત્ર જાગે છે કે નહીં. મંજૂર થઈ ગયેલા રસ્તાનું કામ શરૂ થવામાં જાે વર્ષો વીતિ જતા હોય તો નવો રસ્તો મંજૂર થવામાં કેટલો સમય થાય આ સવાલ ચિંતા વધારી રહ્યો છે. SS3SS