Western Times News

Gujarati News

આજે પણ બીજી મહિલાઓ તરફ આકર્ષિત થઈ જાવ છુંઃ બોની કપૂર

મુંબઈ, બોની કપૂરે તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં ખુલીને વાત કરી હતી. તેમણે માત્ર શ્રીદેવી સાથેના તેના સંબંધો વિશે જ નથી કહ્યું પણ એમ પણ સ્વીકાર્યું કે કહ્યું કે,તે મહિલાઓને જોઈને આકર્ષિત થઈ જાય છે.શ્રીદેવીના મૃત્યુને ૬ વર્ષ થઈ ગયા છે. તેમણે વર્ષ ૨૦૧૮માં દુનિયાને અલવિદા કહી દીધું હતું.

શ્રીદેવીના મૃત્યુ બાદ તેનો પરિવાર વેરવિખેર થઈ ગયો હતો. તે સમયે પતિ બોની કપૂર અને બે દીકરીઓ જ્હાન્વી અને ખુશી કપૂરની હાલત ખૂબ જ ખરાબ હતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં બોની કપૂરે સંબંધો અને મહિલાઓ વિશે ખુલીને વાત કરી હતી.

બોની કપૂરે તાજેતરમાં પોતાના દિલની વાત કરી હતી. શ્રીદેવી સાથેના સંબંધો વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ‘તમે તમારા પાર્ટનર પાસેથી ઘણું શીખો છો. તમે એકબીજાની કાળજી લેતા શીખો. હું ઉત્તર ભારતીય છું અને તે દક્ષિણની હતી. શરૂઆતમાં બધું સારું લાગે છે.

પરંતુ ૭ વર્ષ પછી તમે એકબીજાની પસંદ-નાપસંદ જાણશો. તમને કંઈપણ કહેવાની આઝાદી હોય છે.બોની કપૂરે વધુમાં કહ્યું કે, ‘મેં ક્યારેય પણ તેને સાથે દગો નથી દીધો. આજે પણ મારી ઘણી મહિલા મિત્રો છે. હું તેમના તરફ આકર્ષિત થઈ જાઉં છું. પરંતુ શ્રીદેવી પ્રત્યેનો મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય.’

બોની કપૂરનો લુક હાલમાં ખૂબ જ ચર્ચામાં હતો. તેમણે ઘણું વજન ઘટાડ્યું છે. આ અંગે તેમણે કહ્યું કે, ‘જ્યારે હું તુ જૂઠી મેં મક્કરનું ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે મેં મારું વજન ઘટાડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે જ્યારે હું મારી જાતને સ્ક્રીન પર જોતો હતો, ત્યારે મને મારું ફિઝીક પસંદ આવ્યું ન હતું.

હું મારી જાતને જે રીતે જોવા માંગતો હતો તે રીતે તે દેખાતો નહોતો. ત્યારે મેં વિચાર્યું કે વજન ઘટાડવાનો સમય આવી ગયો છે.’બોનીએ બે વાર હતા લગ્ન કર્યાબોની કપૂરે શ્રીદેવી પહેલા મોના કપૂર સાથે લગ્ન કર્યા હતા. મોના અને બોનીને બે બાળકો છે, અર્જુન કપૂર અને અંશુલા કપૂર. બોની અને મોનાએ છૂટાછેડા લીધા પછી બોનીએ શ્રીદેવી સાથે લગ્ન કર્યા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.