Western Times News

Gujarati News

અમદાવાદમાં આજે પણ રોજના 4.23 લાખથી વધુ પેસેન્જર્સ AMTS માં મુસાફરી કરે છે

પ્રતિકાત્મક

અમદાવાદમાં BRTS, મેટ્રો શરૂ થઈ ગઈ પણ હજુ પણ મોટી સંખ્યામાં લોકોને લાલ બસ પર ભરોસો છે -એટલે જ હવે AMTS આધુનિકરણ તરફ આગળ વધી રહી છે. 

એએમટીએસની બસના આગમન સમય એલઈડી બોર્ડ દર્શાવશે-સત્તાવાળાઓ દ્વારા સ્ટેશન પબ્લિક ઈન્ફોર્મેશન સિસ્ટમ માટેનાં ચક્રો ગતિમાન કરાયાં

અમદાવાદ, શહેરીજનો માટે આજે પણ એએમટીએસ નોકરી-ધંધાના સ્થળે કે શાળા-કોલેજ જવા માટેનું એક મહત્વનું સાધન છે, એએમટીએસનો વ્યાપ સમગ્ર શહેરમાં હોઈ અંદાજે ૪.૨૩ લાખથી વધુ પેસેન્જર્સ રોજેરોજ નોંધાઈ રહ્યાં છે. ભાજપના સ્તતાધીસો પણ એએમટીએસને વધુને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યાં છે. પેસેન્જર્સને ૫૯ ઈલેક્ટ્રીક બસનો લાભ અપાવાની જાહેરાત એએમટીએસના ચેરમેન દ્વારા કરાઈ છે.

આ ઉપરાંત તેની કનેક્ટિવિટી શહેરથી દૂર ૨૦ કિ.મી. સુધીના ગામડાઓ સુધી પહોંચતી કરવા માટે પણ શાસકો મક્કમ છે. આ બધી સુવિધાઓ આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી અપાશે, જો કે સત્તાવાળાઓ આગામી દિવસોમાં પેસેન્જર્સને જે તે સ્ટેશન પર બસ આવવાનો અંદાજિત સમય દર્શાવતાં એલઈડી ડિસ્પ્લે મૂકીને ખાસ્સી એવી રાહત આપવા જઈ રહ્યાં છે.

એએમટીએસ લોકોમાં પ્રિયછે. તેમ છતાં તેની ફ્રીકનવ્સીમાં વારંવાર ધાંધિયાં જોવા મળે છે. ઘણી વખત બસ સમયસર આવતી નથી અને જો આવે છે તો એકસામટી બે-બે, ત્રણ ત્રણ બસ જે તે રૂટ પર દાડતી જાય છે. અનેક વખત પેસેન્જર્સને પોતાના રૂટ પરની બસને અચાનક બંધ કરી દેવાય છે તેની જાણકારી હોતી નથી. આના કારણે પણ પેસેન્જર્સ બસ સ્ટેશન પર મોડા સમય સુધી બસની પ્રતીક્ષા કરીને હેરાન-પરેશાન થાય છે.

ખાસ કરીને નોકરી-ધંધાએ જવા નીકળેલા પેસેન્જર્સ માટે પોતાનો ઓફિસ કે દુકાનનો સમય સાચવવો અનિવાર્ય હોય છે તેવા સમયે જો બસ સમયસર ન આવે તો આવા પેસેન્જર્સ નોકરી-ધંધાના સ્થળે પોતાના ઉપરીનો ઠપકો ન મળે તે માટે ખાનગી શટલ રિક્ષા કે સ્પેશિયલ રિક્ષા કરીને રવાના થઈ જાય છે. આના કારણે એએમટડીએસ તંત્રને આવકની દ્રષ્ટિએ પણ ફટકો પડે છે.

જો જે તે સ્ટેશન પર ઊભેલા પેસેન્જર્સને પોતાના રૂટ પરની બસના આવવાના અંદાજિત સમયની આગોતરી જાણ થાયતો તે બાબત તેમના માટે ભારે રાહત આપનારી બની શકે છે. કેમ કે પોતે જ બસ સ્ટેશને ઉભો છે ત્યાં પોતાના રૂટની બસને આવવામાં કેટલો સમય લાગશે અને નિર્ધારિત સમયની બસ રદ્‌ થઈ શકે છે કે કેમ વગેરે મામલે અગાઉથી સમજ મળવાથી પેસેન્જર કાં તો ધૈર્યપૂર્વક બસની પ્રતીક્ષા કરી શકે છે અથવા તો જો બસ વિલંબમાં મુકાઈ હોયતો અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ કરીને પોતાના નિર્ધારિત સ્થળે વના વિલંબે પહોંચી શકે તેમ છે.

એએમટીએસના લાખો પેસેન્જર્સ માટે ભારે લાભકારક એવી સ્ટેશન પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ કે જે અએલઈડી બોર્ડ ધરાવતી હોય અને આ એલઈડી બોર્ડમાં બસના આવી પહોચવાના અંદાજિત સમય દર્શાવાય તેવી સિસ્ટમ માટે તંત્રએ કવાયત આરંભી છે. એએમટીએસના સત્તાધીશોએ આ સિસ્ટમના સપ્લાય, ઈન્સ્ટોલેશન, ટેસ્ટિંગ અને કમિશનિંગ માટે ખાસ રિક્વેસ્ટ ઓફ પ્રપોઝલ મંગાવી છે.

આ માટેની પ્રી બિડ ક્વેરીજ તા. ૨૨ માર્ચ સુધી કરી શકાશે અને પ્રાઈસ બિડને ઓનલાઈન સબમિટ કરવાની તારીખ ૫ એપ્રિલ સુધીની રખાઈ છે. તા. ૬ એપ્રિલ સુધી બિડર ફિઝિકલ સબમિશન કરી શકશે, જ્યારે ૮ એપ્રિલે ટેકનિકલ બિડ ખોલવામાં આવશે. ટેકનિકલ બિડમાં સફળ નીવડેલા બિડર્સને પ્રાઈવ બિડ પણ તરત જ ખોલવામાં આવશે.

તંત્ર દ્વારા રિકવેસ્ટ ફોર પ્રપોઝલ માટેની ફી રૂ. ૨૫૦૦ નિર્ધારિત કરાઈ છે, જ્યારે બિડ સિક્યોરિટી માટે રૂ. ત્રણ લાખ રખાયા છે. આ કોન્ટ્રાક્ટ મેળવનાર એજન્સીએ સ્ટેશન પબ્લિક ઈન્ફર્મેશન સિસ્ટમ (પીઆઈએસ) ને બે વર્ષ સુધી ચલાવવાની રહેશે અને તંત્ર દ્વારા કામગીરીનો લેટર ઓફ એવોર્ડ અપાયા બાદ ૬૦ દિવસમાં તમામ લોકેશન પર સ્ટેશન પીઆઈએસ લગાવવાનાં રહેશે.

એએમટીએસના સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાયેલા ટર્મિનસ અને બસ શેલ્ટર પર ઈટીએ (એક્સપેટેડ ટાઈમ ઓફ અરાઈવલ ઓફ બસ) સિસ્ટમ સમયસર લગવવામાં વિલંબ કરવાના મામલે એજન્સીને પેનલ્ટી પણ ફટકારવામાં
આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.