Western Times News

Gujarati News

આજે પણ વડીલોએ આપેલી સલાહને નથી ભૂલ્યો શાહરૂખ

મુંબઈ, ચાર વર્ષ કરતાં વધુ સમય બાદ બોલિવુડના ‘બાદશાહ’ શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ થકી વાપસી થઈ છે. આ ફિલ્મને ક્રિટિક્સ તેમજ દર્શકો તરફથી જબરદસ્ત પ્રતિક્રિયા મળી છે અને તેની અસર બોક્સઓફિસ કલેક્શન પર પડી છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ ૬૦૦ કરોડથી વધુની કમાણી કરી છે અને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારે જબરદસ્ત વિરોધનો વંટોળ ઉડ્યો હતો અને બોયકોટની માગ પણ ઉઠી હતી. જાે કે, ફેન્સે જે પ્રકારનો પ્રેમ આપ્યો તે જાેઈને શાહરુખ ઈમોશનલ થયો હતો અને થોડા જ દિવસ પહેલા પોતાના અંદાજમાં બંગલો મન્નતની બાલકનીમાં ઉભા રહીને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. શાહરુખ ખાન ઈદ જેવા તહેવાર તેમજ બર્થ ડે પર બાલકનીમાં આવે છે.

એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂમાં તેણે આમ કરવા પાછળનું કારણ જણાવ્યું હતું. બોલિવુડ હંગામાના રિપોર્ટ પ્રમાણે શાહરુખ ખાને જણાવ્યું હતું કે ‘સાચું કહું તો જ્યારે મારી ફિલ્મ હિટ નથી જતી ત્યારે પણ તેઓ મને ખૂબ પ્રેમ આપે છે. મારા પરિવારના વડીલોએ એકવાર મને કહ્યું હતું કે, જ્યારે તમે ઉદાસી અનુભવો ત્યારે તેમની પાસે જાઓ જે તમને પ્રેમ આપે છે. જ્યારે કંઈક કામ નથી થતું અથવા ખોટું થઈ જાય છે.

આપણા દરેકના જીવનમાં એવા દિવસો આવે છે જ્યારે બાબતો ઊંધી પડે છે. જીવન આવું જ છે, આવું જ હોવું જાેઈએ. સારા અને ખરાબ દિવસ રહેવાના છે. તેણે ઉમેર્યું હતું કે ‘મને કહેવામાં આવ્યું હતું કે, તેવા લોકો પાસે ન જા જેની સાથે તું કામ કરે છે, તેવા લોકો પાસે ન જા જે તને જણાવે છે કે, બાબતને ઠીક કેવી રીતે કરવાની છે.

તેવા લોકો પાસે જાઓ જે તમારા પર પ્રેમ વરસાવે છે. હું ભાગ્યશાળી રહ્યો છું કે, મારી પાસે પ્રેમ આપનારા લાખો-કરોડો લોકો છે. જ્યારે હું ઉદાસ થાઉ છું જ્યારે બાલકનીમાં જાઉ છું. જ્યારે હું ખુશ થાઉ છું ત્યારે બાલકનીમાં જાઉ છું. ભગવાન મારા પર મહેરમાન છે, જેમણે મને હંમેશા માટે બાલકનીની ટિકિટ આપી છે’. શાહરુખના બાલકનીવાળા સીનને તો તેની ફિલ્મ ‘ફેન’માં પણ દેખાડવામાં આવ્યો હતો.

વર્ક ફ્રંટની વાત કરીએ તો, શાહરુખ ખાન હાલ સાઉથના ડિરેક્ટર એટલીની ફિલ્મ ‘જવાન’માં વ્યસ્ત છે, જેમાં તેની ઓપોઝિટમાં નયનતારા જાેવા મળશે. આ સિવાય તેની પાસે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘ડંકી’ છે, જેમાં તાપસી પન્નુ સાથે સ્ક્રીન શેર કરશે.

એક્ટર છેલ્લે ૨૦૧૮માં આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથે દેખાયો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.