કરણ જોહરની દરેક ફિલ્મ 100 Cr ક્લબમાં આવી
મુંબઈ, કરણ જાેહર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ફેમસ ફિલ્મમેકર્સની યાદીમાં સામેલ છે. તે માત્ર દિગ્દર્શન જ નહીં પરંતુ ફિલ્મોનું નિર્માણ પણ કરે છે. એક સમય એવો હતો જ્યારે કરણ જાેહરને ફિલ્મો વિશે કંઈ ખબર ન હતી, ત્યારે તેણે તેના પિતા યશ જાેહરના ફિલ્મ નિર્માણના વારસાને આગળ ધપાવવાનું નક્કી કર્યું અને આજે તે ટોચના નિર્દેશકોમાં સામેલ છે.
કરણ જાેહર દ્વારા નિર્દેશિત તમામ ફિલ્મોએ ૧૦૦ કરોડથી વધુની કમાણી કરી છે. બોલિવૂડ એક એવી જગ્યા છે, જ્યાં શાહરૂખ ખાન અને સની દેઓલ જેવા ટોચના સ્ટાર્સે પણ ફ્લોપ ફિલ્મો આપી છે, પરંતુ કરણ જાેહરે તેની ૨૫ વર્ષની કારકિર્દીમાં એક પણ ફ્લોપ ફિલ્મ આપી નથી અને તેની તમામ ફિલ્મો ૧૦૦ કરોડના ક્લબને પાર કરી ગઈ છે.
કરણ જાેહરે આદિત્ય ચોપરાની ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ માટે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. આ પછી તેણે ‘કુછ કુછ હોતા હૈ’નું નિર્દેશન કર્યું, જે ૧૯૯૮ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ.
આ ફિલ્મે દુનિયાભરમાં ૧૦૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ, બાદમાં કરણ જાેહરની ‘કભી ખુશી કભી ગમ’, ‘કભી અલવિદા ના કહેના’એ પણ ૧૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
શાહરૂખ ખાન અને કાજાેલ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘માય નેમ ઈઝ ખાન’એ બોક્સ ઓફિસ પર ૨૨૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. સ્ટુડન્ટ ઑફ ધ યર’એ પણ કમાણીના મામલે ૧૦૦ કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. તે જ સમયે ‘એ દિલ હૈ મુશ્કિલ’ પણ હિટ સાબિત થઈ હતી, જેમાં રણવબીર કપૂર સાથે ઐશ્વર્યા રાય બચ્ચનની જાેડી હતી. આ ફિલ્મે ૨૦૦ કરોડથી વધુની કમાણી કરી હતી.
આ દિવસોમાં કરણ જાેહરની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી છે. ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ એ વિશ્વભરમાં રૂ. ૩૦૦ કરોડથી વધુનું કલેક્શન કર્યું છે, અને ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.SS1MS