‘દરેક પુરુષે પત્ની કહે એમ જ કરવું જોઈએ: અભિષેક
મુંબઈ, એક તરફ ઐશ્વર્યા અને અભિષેકના સંબંધો તેમજ તેમના ડિવોર્સ સાથે દરરોજ કોઈને કોઈ બાબતો જોડીને તેમના સંબંધો પર પ્રશ્નો ઉઠતા રહે છે.
જોકે, આ અંગે ઐશ્વર્યા કે અભિષેકે ક્યારેય કોઈ સ્પષ્ટતા આપી નથી. ત્યારે તાજેતરમાં અભિષેક બચ્ચને ફિલ્મફેર ઓટીટી ૨૦૨૪ એવોડ્ર્ઝ સમારોહનું સંચાલન કર્યું હતું. આ દરમિયાન તેણે લગ્ન સંબંધ વિશે સલાહ આપતા કહ્યું હતું, “દરેક પરિણિત પુરુષે આવું જ કરવું જોઈએ.
તેમની પત્નીઓ જેમ કહે તેમ જ કરવું.” આ સમારોહના અન્ય બે સંચાલક મિયાંગ ચેંગ અને શારીબ હાશ્મીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં અભિષેકે આ જવાબ આપ્યો હતો.અભિષેકને તેના યાદગાર અભિનય અંગે પૂછવામાં આવ્યું હતું, જેમાંથી વિવેચકો પણ કોઈ ભૂલ કાઢી શકતા નથી.
જેના જવાબમાં અભિષેકે કહ્યું હતું કે તે બધું જ તેના ડિરેક્ટર પર છોડી દે છે. ત્યારે સંચાલકે કહ્યું કે, તેની પત્ની પણ એવું માને છે કે – એ ડિરેક્ટરનો એક્ટર છે. ત્યારે અભિષેકે કહ્યું કે દરેક પરિણીત પુરુષે પોતાની પત્ની કહે એમ જ કરવું જોઈએ. જે વાત પર તેને ખુબ વાહવાહી અને તાળીઓ મળી હતી.
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઐશ્વર્યાનો આભાર પણ વ્યક્ત કર્યાે હતો. બીજી તરફ આરાધ્યાના ૧૩મા જન્મદિવસે અભિષેકની ગેરહાજરી અને તેની તસવીરો ઐશ્વર્યાએ પોતાના સોશિયલ મીડિયા પર શેર ન કરી હોવાથી તેઓ અલગ રહેતા હોવાની ચર્ચાઓને પણ જવાબ મળી ગયો છે.
આ બર્થ ડે પાર્ટીનું આયોજન કરનાર એજન્સી દ્વારા બે નવા વીડિયો શેર કરવામાં આવ્યા છે. જેમાં અભિષેકની હાજરી જોવા મળી હતી. તેના પર ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને આભાર પણ વ્યક્ત કર્યાે હતો.
તેમણે બંનેએ વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે એ જ લોકો ૧૩ વર્ષથી આરાધ્યાના બર્થ ડે સેલિબ્રેશનનું આયોજન કરતા રહ્યા છે. આમ આ વીડિયો દ્વારા આ સાબિત થયું છે કે, ઐશ્વર્યા અને અભિષેક આ સેલિબ્રેશનમાં સાથે હતા.SS1MS