ડાકોરમાં દરેક સિનિયર સિટીઝન ફ્રીમાં સન્મુખ દર્શન કરી શકશે

(એજન્સી)ખેડા, ડાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના સન્મુખ દર્શન કરવા માટે રૂપિયા લેવાની જાહેરાત વચ્ચે મંદિર ટ્રસ્ટે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ નિયમમાં કેટલાક લોકોને છુટછાટ મળશે. ગર્ભવતિ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, શારીરિક અશક્ત અને દિવ્યાંગો મંદિરે દર્શન માટે જશે તો તેમને એકપણ રૂપિયા લીધા વગર સન્મુખ દર્શનનો લાભ આપવામાં આવશે.
ખેડાઃ ખેડા જિલ્લાના જગપ્રસિદ્ધ ડાકોરના રણછોડરાય મંદિરમાં દર્શન મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મંદિર ટ્રસ્ટે આપેલી જાણકારી પ્રમાણે ગુરુવારથી ડાકોરમાં દરેક સિનિયર સિટીજન ફ્રીમાં સન્મુખ દર્શન કરી શકશે. આ સાથે ગર્ભવતી મહિલાઓ અને તમામ દિવ્યાંગોને સન્મુખ દર્શનનો નિઃશુલ્ક લાભ મળશે.
આ ઉપરાંત ડાકોર અને ઠાસરાના તમામ સ્થાનિકોને પણ ભગવાનનાં સન્મુખ દર્શનનો લાભ આપવાનો ર્નિણય લેવાયો છે. જેઓ રજિસ્ટ્રેશન કરાવી ભગવાનના સન્મુખ દર્શનનો લાભ લઈ શકે છે. ભગવાન રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા આ જાહેરાતથી વિવાદોનો અંત આવ્યો છે. (અ) તમામ વરિષ્ઠ નાગરિક (સીનિયર સીટીઝન) (શારીરિક રીતે અનફીટ)
(બ) શારીરિક અશક્ત તથા દિવ્યાંગો (ક) ગર્ભવતી માતા – બહેનો (ડ) ડાકોર-ઠાસરા ઉમરેઠ વિસ્તારના ભાવિક ભક્તો
વિવાદનો અંત! ખેડાના ડાકોર મંદિરમાં ફૈંઁ દર્શન (સન્મુખ દર્શન)તો મોટી ખબર એ છે કે આ ૪ શ્રેણીમાં આવતા લોકોને ભગવાનનાં સન્મુખ દર્શન કરવા માટે એક પણ રૂપિયો ખર્ચ કરવો નહીં પડે.
પરંતુ બાકીના લોકો માટે ૫૦૦ રૂપિયા અને ૨૫૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. જે ૪ શ્રેણીમાં છૂટ આપી છે તે સિવાયના પુરુષોને ૫૦૦ રૂપિયામાં તો મહિલાઓને ૨૫૦ રૂપિયામાં સન્મુખ દર્શનનો લાભ મળશે. મંદિર ટ્રસ્ટે જાહેરાત કરી છે કે ભક્તોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થા હેઠળ જે પણ રકમ એકત્રિત થશે તે ભક્તોની સુવિધા માટે વપરાશે.