Western Times News

Gujarati News

ઈન્ડસ્ટ્રીના પોલિટિક્સનો સામનો દરેકે કરવો પડે છેઃ લારા દત્તા

મુંબઈ, લારા દત્તા હવે ‘રનનીતિ’માં જોવા મળશે, જે એક પોલિટિકલ સ્ટોરી છે. પોતાના જીવનમાં બોલિવુડ પોલિટિક્સની અસર વિશે તેણે જણાવ્યું કે, “દરેક ઇન્ડસ્ટ્રીના પોતાના પોલિટિક્સ હોય છે, તેમાં કેટલાકનો તમારે કોઈને કોઈ રીતે સામનો પણ કરવો પડે છે.

જો હું એવું કહું કે મારી સફર બહુ સરળ રહી છે અને બધું બહુ સારું જ રહ્યું છે તો એ જૂઠું કહેવાશે. પણ જો હું ભૂતકાળ યાદ કરું તો તેનાથી મારી કૅરિઅરમાં, વ્યક્તિત્વમાં કે હું જે છું તેમાં કોઈ ફરક પડ્યો નથી.

ક્યારેક મને ખરાબ લાગ્યું હશે, પરંતુ પછી જ્યારે બોલિવુડમાં ઘટતાં ગ્લેમરના મહત્વ વિશે લારાએ કહ્યું કે, “એવું પણ નહોતું કે બધું જ ગ્લેમરસ હતું અને જો હોય તો તેને દૂર કરવાના કોઈ ચોક્કસ પ્રયત્નો પણ થતાં નહોતાં.

જ્યારે માત્ર મોટા પડદાં પર જ ફિલ્મો જોવાતી અને ઓટીટી પ્લેટફોર્મ નહોતાં ત્યારે એવા પૂરતાં પાત્રો જ નહોતાં કે જેમાં ગ્લેમરને એક બાજુ મુકી શકાય. છેલ્લા ચાર વર્ષમાં એ વિચારધારા મહદંશે બદલાઈ ગઈ છે.” જ્યારે તેની આગામી સીરિઝ ‘રણનીતિ’ વિશે લારાએ જણાવ્યું કે, “મનિષા સેહગલ એક બહુ પ્રતિભાવાન અને પ્રભાવશાળી મહિલા છે.

જોકે, તેના પાત્રની તાકાત બતાવવામા માટે તેનું ગ્લેમર ઘડાડવાની કોશિશ થઈ નથી. મને લાગે છે કે એ જડ માન્યતા અને વિચારધારામાંથી આપણે ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ. આજે પડદા પર મહિલાઓનાં પ્રતિનિધિત્વની વાત કરીએ તો આજે બહુ સર્વસમાવેશી અભિગમ જોવા મળે છે.” કઈ રીતે હિરોઈનના જીવન પર ઉંમરની અસર થાય છે કે નહીં તે અંગે લારાએ જણાવ્યું કે, “એ જેટલું સુંદર છે એટલું જ ડરામણું પણ છે. દરેક મહિલા માટે તેના ફાયદા અને ગેર ફાયદા છે.

એવા દિવસો હશે જ્યારે તેમે તમારી જાતને અરીસામાં જોશો અને તમે કહેશો, ‘હે ભગવાન, મારી ઉંમર વધવા લાગી છે.’ તમે એક દિવસ ઉઠો અને તમને લાગશે કે, ‘હવે મારું શરીર બહુ ઘરડું લાગે છે.’ પરંતુ તેમાં પણ સુંદરતા છે. હું માનું છું કે તમે તમારી જાતને જેવી છે તેવી જ સ્વીકારી લો છો તો તમે અલગ ળીડમનો અનુભવ કરો છો.

બધી જ બેકાર વાતો બાજુએ રહી જાય છે. બીજા લોકો શું કહેશે તે અંગે તમારે જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. જેમ તમારી ઉંમર વધે છે તેમ તમારામાં શાંતિ અને એકાગ્રતા વધતાં જાય છે. તમે તમારી જાતને વધુ સારી રીતે ઓળખવા માંડશો. મને લાગે છે કે બધું જ તમે કેવો અભિગમ રાખો છો તેના પર આધાર રાખે છે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.