બહુપક્ષીયતા સંકટમાં હોવાનું બધાએ સ્વિકારવું જાેઈએ : મોદી
નવી દિલ્હી, આજે જી-૨૦ ની બેઠકમાં વિદેશી મંત્રીની બેઠકમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથનો અવાજ છે. જી-૨૦ વિદેશી મંત્રીઓની બેઠકની શરુઆત કરતા પહેલા તુર્કી અને સીરીયામાં આવેલા ભૂંકંપમા જે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે લોકો માટે એક મિનિટનુ મૌન રાખવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ જી-૨૦ વિદેશી મંત્રીની બેઠકમાં સંબોધન કરતાં કહ્યું હતું કે, જી-૨૦ ના દેશોથી ભારતમા આવેલા આવેલા વિદેશી મંત્રીઓનું સ્વાગત છે. તેમણે કહ્યું કે આ બેઠક એકતા, એક ઉદ્દેશ્ય અને કાર્યવાહીની એકતાની જરુરીયાતને બળ આપે છે.
મને આશા છે કે આ બેઠકમાં ઠોસ ઉદ્દેશ્યને પાપ્ત કરવા માટે એક સાથે આવવાની ભાવનાને દર્શાવવામાં આવશે. જી-૨૦ વિદેશી મંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ સંબોધન કરતાં કહ્યુ કે, ભારત ગ્લોબલ દક્ષિણનો અવાજ છે. અને જી-૨૦ ની બેઠકની શરુઆત કરતા પહેલા તુર્કી અને સીરીયામાં આવેલા ભૂંકંપમા જે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે તે લોકો માટે એક મિનિટનુ મૌન રાખવામાં આવ્યું હતું.
આજે જી-૨૦ ના વિદેશી મંત્રીઓની બેઠક આજે દિલ્હીમાં યોજાઈ રહી છે. બેઠક પહેલા ભારતના વિદેશમંત્રી ડો. એસ જયશંકરે જર્મનીના વિદેશમંત્રી અન્નાલીયા બાઈબોકે આગેવાની કરી હતી. તેઓ આ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોચશે. આજે ગુરુવારની બેઠકમાં ભાગ લેવા સાઉદી અરબ, ચીન, ઈન્ડોનેશિયા. સ્પેન અને ક્રોએશિયાના વિદેશ મંત્રીઓ ભારત આવી રહ્યા છે.
જી-૨૦ ની બેઠકમાં વિદેશી મંત્રીની બેઠકમાં પીએમ મોદીએ સંબોધન કરતા કહ્યુ હતું કે, આપણે બધાએ સ્વીકારવું જાેઈએ કે બહુપક્ષીયતા આજે સંકટમા છે. બીજા વિશ્વયુદ્ધ પછી બનાવવામાં આવેલ વૈશ્વિક શાસનની વાસ્તુકળા બે કાર્યોને પુરા કરવા માટે હતી. જેમાં પહેલુ પ્રતિસ્પર્ધા હિતોનું સંતુલન કરી આવનારા ભવિષ્યમાં યુદ્ધને રોકવા માટે હતો. અને બીજાે સામાન્ય હિત માટેના મુદ્દે આંતરરાષ્ટ્રીય સહયોગને મજબુત બનાવવો જાેઈએ. આ ઉપરાંત પીએમ મોદીએ આર્થિક સંકટ, જળવાયુ પરિવર્તન, મહામારી, આતંકવાદ અને યુદ્ધમા છેલ્લા કેટલાક વર્ષોનો અનુભવ જાેઈએ તો તે બતાવે છે કે વૈશ્વિક શાસન નિષ્ફળ રહ્યું છે. SS2.PG