EVM શંકાઓથી મુકત કરવા માટે પ્રયાસો થવા ખૂબ જરૂરી છે
EVM સંદર્ભે ચૂંટણી આયોગની જવાબદારી બને છે કે તે શંકાઓનું નિરાકરણ કરે ઃ શંકાસ્પદ સવાલોથી ચૂંટણી પ્રણાલીની શાખ બગડે છે
ઈલેકટ્રોનિક વોટિંગ મશીન સામે દર ચૂંટણી વખતે, ખાસ કરીને પરિણામ ઘોષિત થયા બાદ પરાજિત પક્ષ અથવા ઉમેદવાર ઈવીએમ માથે નારાજગીનું ઠીકરું ફોડે છે. કહે છે કે, ઈવીએમમાં કોઈ એવી કળ ગોઠવાયેલી હોય છે, જેના કારણે મત એકને અપાય અને તે જાય બીજાને મહારાષ્ટ્રની ચૂંટણીમાં પરાજયના ઓળા ઉપસ્યા પછી એક પક્ષના અગ્રણીએ હતાશા ઠાલવતા કહ્યું હતું કે, ઈવીએમમાં કશીક ગરબડ છે જેના કારણે મતનું મતાંતર થઈ જાય છે.
આપીએ એકને પણ જાય બીજાને, આવો વિરોધ ઘણા વર્ષોથી થઈ રહ્યો છે, કેમ કે દરેક મોટી ચૂંટણીમાં વિજેતા ઘોષિત થાય છે ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષોને તેને કારણ આંચકો લાગે છે. આવી નારાજગી સ્વાભાવિક રીતે દરેક પરિણામો વખતે સપાટી પર આવે છે અને આવી ટીકા કે ટીપ્પણી કરનારને જે તે પ્રજામતથી ચૂંટાયેલ પક્ષ કે પક્ષના નેતા વળતો ઉત્તર આપી દે છે કહે છેઃ તમે હાર્યા છો એટલે હાર માટે બહાનું કાઢો છો તમે ઈવીએમનો વાંક કાઢો છો, જો ઈવીએમ તમને વિજેતા તરીકે પરિણામ આપે તો તમે તે વખતે મૌન સેવી લો છે એટલે આ વલણ યોગ્ય નથી.
ઈવીએમ સામે વાંધા વચકા કાઢનાર તો વિદેશમાં અમુક ઠેકાણે બેલેટ પેપર ઉપર મત અપાય છે એમ કહી પોતાની દલીલ આગળ મુકી બચાવ સુધ્ધા કરે છે. આવા ઘટનાક્રમની નાગરિકોને નવાઈ લાગતી નથી. પરંતુ જે તે પક્ષના સમર્થક નાગરિકો ઈવીએમ તરફ જરૂરથી આંગળી ચીંધે છે. પરંતુ આવુ તો હવે બન્યા જ કરે, આ કંઈ નવું નથી એમ પણ કહેવાય છે.ઈવીએમના પ્રશ્ન કોર્ટ લેવલે પણ અપાયો છે અને ચૂંટણી આયોગ પણ કહી ચુકયું છે કે, આમાં કોઈ અકળ કળ કામ કરતી નથી, યંગ છે અને આપણો ઘણો સમય બચાવે છે. વિશ્વના ઘણા દેશો ઈવીએમને પ્રાધાન્ય આપે છે. ઈવીએમ યોગ્ય રીતે કામ આપે છે અને તેની સામેના વાંધા વચકાથી બચવું જોઈએ, એ જે હોય તે પણ હાર પચાવવા માટે પણ તમારે તૈયાર રહેવું પડે.
કોઈ પણ પ્રતિયોગિતા હોય, તેમાં એક પાર્ટી જીતે છે અને બીજી પાર્ટી હારે છે, એટલે હાર-જીત તો થયા જ કરે, તેનાથી હતાશ થવું જોઈએ નહી. તમે યોગ્ય રીતે પ્રજાના પ્રશ્ને કામ કરશો તો તમને પણ નાગરિકો મત આપી વહીવટ માટે આગળ મોકલી શકે છે. કયારેય જીતથી પારસાઈ જવું જોઈએ નહી અહમમાં મૂકાવું નહી અને હારથી હિંમત હારવી નહીં, કેમ કે દરેક ચૂંટણી સંયોજનમાં કયારેક તો તમને જીત મળે છે બસ, પ્રજાલક્ષી કામો કરો. પ્રજાનું દિલ જીતો તમને જરૂરથી પ્રજાનું સમર્થન દોષ કાઢવો યોગ્ય્ નથી. આજે અહીં ઈવીએમ રખાતા સંદેહ વિશે વિસ્તારમાં વાત કરીએ.
સમયની બચત અને નિષ્પક્ષ મતદાનને પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાતા ઈલેકટ્રોનિક મશીન ઈવીએમની વિશ્વસનીતા સામે વિવાદ ઉભો થાય છે અને તે વિવાદ અટકતો નથી. દરેક ચૂંટણીના પરિણામો વખતે આવો વિવાદ ઉભો થાય છે. પ્રત્યુત્તર આપનાર પોતાનો અવાજ પ્રસ્તુત કરી જ દે છે, દરેક ચૂંટણી વખતે પરાજિત થનાર પક્ષની અને તેના નેતા ઈવીએમનો દોષ કાઢે છે, ઈવીએમ તરફ ફરિયાદનો સંકેત પ્રગટ કરે છે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામો પછી વિપક્ષે ફરીથી ઈવીએમ સામે સવાલો ઉઠાવ્યા છે. હા, એક ઘટનાએ પણ બની કે, સુપ્રીમ કોર્ટે ઈવીએમની જગ્યાએ બેલેટ પેપરથી મતદાન કરાવવાની અરજી કાઢી નાખી હતી.
તો બીજી તરફ પ્રમુખ વિપક્ષી દળ કોંગ્રેસે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની માગણીને દોહરાવી રાષ્ટ્ર વ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત પણ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી ઈવીએમ પર સવાલ ઉઠાવનારને મેસેજ પણ આપે છે જેમાં કહેવાયું છે કે, હાર્યા તો મશીન ખોટું છે અને જીતો તો મૌન ધરો છે. એ સાચું પણ છે. દુનિયાના સૌથી મોટા લોકતંત્રમાં ઈવીએમનો ઉપયોગ લાંબા સમયથી થઈ રહ્યો છે. ઈવીએમ પર સવાલ પણ દરેક વખતે કોઈને કોઈ નેતા ઉઠાવે છે. ખાસ કરીએ ે લોકો જે સત્તાની ચોખટ સુધી પહોંચી નથી શકતા. ગત વર્ષે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઈ ત્યારે ઈવીએમ સામે આંગળી ચીંધી હતી પરંતુ હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની જીત થઈ તો ઈવીએમ કદાચ નિર્દોષ હોવાનું માની લેવાયું.કોંગ્રેસ અધ્યક્ષ મÂલ્લકાઅર્જુન ખડગેએ જાહેરાત કરી કે તે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાના અભિયાનમાં બીજા પક્ષોને પણ જરૂર આમંત્રિત કરશે.