‘ઈડબલ્યુએસને એસસી-એસટી-ઓબીસીની જેમ યુપીએસસીમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’

નવી દિલ્હી, મધ્યપ્રદેશ હાઈકોર્ટે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોને યુપીએસસી પરીક્ષામાં વય મર્યાદામાં છૂટછાટ આપવાની માંગ ફગાવી દીધી છે.
હાઈકોર્ટે આ મામલે ૧૭ અરજીઓ ફગાવી દેતા કહ્યું કે, એસસી, એસટી અને ઓબીસી વર્ગની જેમ ઈડબલ્યુએસ વર્ગ માટે કાયદામાં કોઈપણ પ્રકારની જોગવાઈ નથી.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ હાઈકોર્ટે ઈડબલ્યુએસ ઉમેદવારોને અન્ય અનામત વર્ગાેની જેમ યુપીએસસી-૨૦૨૫ની પરીક્ષામાં પાંચ વર્ષની છૂટ અને ૯ પ્રયાસ કરવાની મંજૂરી આપી હતી, જોકે હવે આ મામલા સંબંધીત અરજીઓ હાઈકોર્ટે ફગાવી દીધી છે.
હાઈકોર્ટમાં કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે, જે રીતે ઈડબલ્યુએસ ઉમેદવારોને અગાઉ માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક ભરતી પરીક્ષામાં પાંચ વર્ષની વમર્યાદાની છૂટનો લાભ અપાયો હતો, તે જ રીતે સંઘ જાહેર સેવા આયોગની સિવિલ સર્વિસીઝ પરીક્ષા-૨૦૨૫માં પણ લાભ મળવો જોઈએ. કારણ કે ઈડબલ્યુએસ પણ એસસી, એસટી અને ઓબીસીની જેમ વયમર્યાદામાં છૂટ મેળવવાના હકદાર છે.
હાઈકોર્ટે તમામ અરજી ફગાવી નિર્ણય સંભળાવતા કહ્યું કે, એસસી, એસટી અને ઓબીસીની જેમ ઈડબલ્યુએસને વમર્યાદામાં છૂટછાટ આપી શકાતી નથી. રાજ્ય અને કેન્દ્રમાં ઓબીસી, એસસી, એસટીને મળતું અનામત અલગ-અલગ હોય છે, તેથી રાજ્યમાં મળનારી સુવિધાનો કેન્દ્રમાં લાગુ કરવાનો દાવો ન કરી શકાય.
આ મુદ્દે અગાઉ ફેબ્રુઆરીમાં સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં હાઈકોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો અને હવે આ મામલે ૪૪ પેજનો નિર્ણય સંભળાવ્યો છે.યુપીએસસીમાં સામાન્ય કેટગરી માટે ૩૨ વર્ગ ૬ પ્રયાસો, એસસી/એસટી વર્ગ માટે ૩૭ વર્ગ અને પ્રયાસોની કોઈ મર્યાદા નહીં, જ્યારે ઓબીસી ઉમેદવારો માટે વય મર્યાદા ૪૫ વર્ષ અને ૯ પ્રયાસોની મર્યાદા નિર્ધારીત કરવામાં આવી છે.SS1MS