X હેંડલ પર ભારતના પૂર્વ આર્મી ચીફે લખ્યું છે કે, પિક્ચર અભી બાકી છે

File Photo
એવું માનવામાં આવે છે કે, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ફરી એક વાર પાકિસ્તાન પર કાર્યવાહી થઈ શકે છે
નવી દિલ્હી, ભારતીય સેનાએ પહલગામ આતંકી હુમલાના ૧૫ દિવસ બાદ પાકિસ્તાનમાં આતંકી ઠેકાણા પર જોરદાર કાર્યવાહી કરી છે. મંગળવારે મોડી રાતે ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ મુખ્ય આતંકી ઠેકાણા લશ્કર એ તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુઝાહિદ્દીનના ટ્રેનિંગ કેમ્પ ઉખેડી નાખ્યા.
ઓપરેશન સિંદૂર અંતર્ગત ભારતે આ કડક કાર્યવાહી કરી છે. હવે આ કાર્યવાહી પર ભારતના પૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. પોતાના એક્સ હેંડલ પર તેમણે લખ્યું છે કે, પિક્ચર અભી બાકી છે. પૂર્વી આર્મી ચીફના નિવેદનને લોકો ચોંકાવનારી દ્રષ્ટિથી જોઈ રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે, ભારતીય સશસ્ત્ર દળો દ્વારા ફરી એક વાર પાકિસ્તાન પર કાર્યવાહી થઈ શકે છે. જો કે અત્યાર સુધી તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, જમ્મુ અને કાશ્મીરના પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો. આ અંધાધૂંધ ગોળીબારમાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા અને ૧૭ ઘાયલ થયા હતા.
એવો દાવો કરવામાં આવે છે કે આતંકવાદીઓએ પહેલા પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું અને તેમની વચ્ચે ફક્ત હિન્દુઓને જ નિશાન બનાવ્યા. લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સંગઠન, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (્ઇહ્લ) એ આ ઘટનાની જવાબદારી લીધી હતા.
મંગળવાર, ૬ મે ના રોજ મોડી રાત્રે, ભારતીય સેનાની ત્રણેય પાંખોએ સાથે મળીને ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું. પીટીઆઈ અનુસાર, ઓપરેશન સિંદૂર હેઠળ, ભારતીય વાયુસેનાએ રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા પ્રતિબંધિત આતંકવાદી જૂથોના મુખ્યાલયોને નિશાન બનાવ્યા.
આ સ્થળોમાં બહાવલપુરમાં મરકઝ સુભાન અલ્લાહ, તેહરા કલાનમાં સરજલ, કોટલીમાં મરકઝ અબ્બાસ અને મુઝફ્ફરાબાદમાં સૈયદના બિલાલ કેમ્પનો સમાવેશ થાય છે. આ બધા ઠેકાણા જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા છે.