સુષ્મિતા અને લલિતના સંબંધો વિશે જાણીને ખુશ છે પૂર્વ બોયફ્રેન્ડ

મુંબઈ, ગુરુવાર (૧૪ જુલાઈ) સાંજથી સોશિયલ મીડિયા પર માત્ર એક જ વાતની ચર્ચા છે અને તે છે સુષ્મિતા સેન અને લલિત મોદીનું અફેર. લલિત મોદીએ જ્યારે તેના ટિ્વટર હેન્ડલ પર સુષ્મિતા સેન સાથેની અંગત તસવીરો શેર કરી અને તેમના સંબંધો ઓફિશિયલ કર્યા ત્યારે તેના ફેન્સને જબરદસ્ત આંચકો લાગ્યો હતો. એક્ટ્રેસ લલિત મોદીને ડેટ કરી રહી હશે તેવું સપનામાં પણ વિચાર્યું નહીં હોય.
સુષ્મિતા સેનની ઉંમર ૪૬ વર્ષ છે જ્યારે લલિત મોદી ૫૬ વર્ષનો છે અને બે બાળકોનો પિતા છે. માત્ર ઉંમર જ નહીં બંને વચ્ચે ઘણી બધી બાબતોની અસમાનતાને ધ્યાનમાં લઈને સોશિયલ મીડિયા યૂઝર્સ ફની મીમ્સ બનાવી રહ્યા છે. સુષ્મિતા સેને ન તો લલિત મોદી સાથે કોઈ તસવીર શેર કરી છે કે પછી આ અંગે પુષ્ટિ કરી છે.
પરંતુ તેના એક્સ-બોયફ્રેન્ડ રોહમન શૉલે એક વેબ પોર્ટલ સાથે આ અંગે ચોક્કસથી રિએક્શન આપ્યું છે. રોહમન શૉલે કહ્યું હતું કે ‘ચાલો તેમના માટે ખુશ થઈએ ને. પ્રેમ સુંદર છે. હું માત્ર એટલું જ જાણું છું કે, તેણે કોઈને પસંદ કર્યો છે, તો તે તેના માટે યોગ્ય છે’.
સુષ્મિતા સેને તેનાથી ૧૬ વર્ષ નાના રોહમન સાથે ડિસેમ્બર, ૨૦૨૧માં બ્રેકઅપ કર્યું હતું. તેણે આ સાથે લખ્યું હતું ‘અમે મિત્રો તરીકે શરૂઆત કરી, અમે મિત્રો રહીશું . લલિત મોદીએ સુષ્મિતા સેન સાથેની થ્રોબેક અને હાલની તસવીરો શેર કરીને લખ્યું હતું ‘પરિવાર અને મારી બેટરહાફ સાથે ગ્લોબલ ટૂરથી લંડન પરત ફર્યા, આખરે એક નવી શરૂઆત, નવું જીવન. સાતમાં આસમાને છું’.
Just for clarity. Not married – just dating each other. That too it will happen one day. 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 pic.twitter.com/Rx6ze6lrhE
— Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022
આ ટ્વીટ પરથી બંનેના લગ્નની અટકળો શરુ થતાં તેણે તરત જ બીજી ટ્વીટ કરીને લખ્યું હતું ‘માત્ર સ્પષ્ટતા માટે. લગ્ન નથી કર્યા- અમે એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. ex-boyfriend-is-happy-to-know-about-sushmita-and-lalits-relationship
તે પણ એક દિવસ થઈ જશે તેવી આશા. સુષ્મિતા સેનના ભાઈએ આ વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું ‘હકીકતમાં મને આ વિશે કોઈ જાણ નથી. સોશિયલ મીડિયા પર આ વિશે જ્યારે જાણવા મળ્યું ત્યારે મને પણ સુખદ આશ્ચર્ય થયું હતું. મને તેના અફેર વિશે કોઈ જાણ નથી. મારી બહેને આ વાતની પુષ્ટિ કરી નથી એટલે હું અત્યારે કોઈ ટિપ્પણી કરી શકું નહીં.SS1MS