Western Times News

Gujarati News

પૂર્વ IPS સંજીવ ભટ્ટને આજીવન કેદની સજા પૂરી થયા બાદ બીજા 20 વર્ષની કેદની સજા

File

પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને ૨૦ વર્ષની સખત કેદની સજા-રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે ચુકાદો કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતા

અગાઉ કસ્ટોડિયન ડેથ કેસમાં આજીવન કેદની સજા કોર્ટે કરી છે તે પૂરી થયા બાદ વકીલ પર ખોટા કેસની બીજી 20 વર્ષની કેદ

(એજન્સી)પાલનપુર, પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે મોટો ફટકો આપ્યો છે. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને કોર્ટે ૨૦ વર્ષની સખત કેદ અને ૨ લાખનો દંડ ફટકાર્યો છે. રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટે આ ચુકાદો આપ્યો છે. પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને દોષી ઠેરવ્યા હતા. પાલનપુર કોર્ટે સંજીવ ભટ્ટને દોષિત ઠેરવી અલગ-અલગ ૧૧ કલમો હેઠળ સજા અને દંડ ફટકરાયો છે.

જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની પણ જોગવાઈ કરાઈ છે. પાલનપુર કોર્ટ સંજીવ ભટ્ટને  કેસમાં દોષિત ઠેરવી ૨૦ વર્ષની સજા સંભળાવી છે.
૧૯૯૬માં પાલનપુરની હોટેલમાં રાજસ્થાનના વકીલની રૂમમાં ખોટી રીતે ૧.૧૫ કિલો ડ્રગ્સ પ્લાન્ટ કરી, દુકાન ખાલી કરવા ધમકી આપી વકીલને ફસાવવાનો આરોપ સંજીવ ભટ્ટ પર લાગ્યો હતો. પાલીના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં અને સંજીવ ભટ્ટ સામે પગલાં લેવા પાલીના એડવોકેટ એસોસિએશનએ ૬ મહિના સુધી હડતાળ કરી હતી.

આ મામલે વર્ષ ૨૦૧૮માં પૂર્વ IPS સંજીવ ભટ્ટની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી હતી. CID ક્રાઈમે પાલનપુરની એક હોટલના રૂમમાં અફીણનો જથ્થો મુકાવી રાજસ્થાન પાલીના એક વકીલને ખોટા કેસમાં ફસાવી દેવાના કેસમાં ધરપકડ કરી હતી.

આ ઉપરાંત સીઆઈડી ક્રાઈમે પાલનપુરના તત્કાલીન પીઆઈ વ્યાસની પણ ધરપકડ કરી હતી. જે બાદ પાલનપુર કોર્ટ દ્વારા વ્યાસને સરકારી સાક્ષી બનાવીને ૧૯૯૬ના ડ્રગ કેસમાં છૂટકારો આપવાની મંજૂરી આપી હતી.

આ મામલે ડ્રેગ્સ પ્લાન્ટિંગ કેસની ફરિયાદ રદ કરવા માટે સંજીવ ભટ્ટે અરજી કરી હતી. સાડા પાંચ વર્ષથી સંજીવ ભટ્ટ આ કેસને લઈને પાલનપુરની સબજેલમાં કેદ હતા.
આઈઆઈટીમાંથી અભ્યાસ કરી ચૂકેલા સંજીવ ભટ્ટ ૧૯૮૮માં પોલીસ સેવામાં જોડાયા હતા, તેઓ ગુજરાત કૅડરના આઈપીએસ હતા.

૨૦૦૨ના ગુજરાત રમખાણોમાં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની ભૂમિકાનો આરોપ લગાવતી એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે આરોપોને ફગાવી દીધા હતા.

આ પછી ૨૦૧૧માં સંજીવ ભટ્ટને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓગસ્ટ ૨૦૧૫ માં, તેમને ‘અનધિકૃત ગેરહાજરી’ માટે ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા.સંજય ભટ્ટનો વિવાદ સાથે બહુ જુનો નાતો રહ્યો છે.સંજીવ ભટ્ટ જ્યારે ગોધરાકાંડના મામલે આક્ષેપ કરી રહ્યા હતા ત્યારે તેમને એક સુરક્ષાકર્મી સાથે ઝઘડો થયો હતો.

આ દરમિયાન તેમણે સુરક્ષાકર્મીને લાફો મારી દીધો અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. માત્ર એટલું જ નહીં, સંજીવ ભટ્ટે પોતાના મેમનગર પાસે આવેલા બંગલોમાં ગેરકાયદે બાંધકામ કર્યું હતું. જેને લઇ ખૂબ વિવાદ થયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.