માજી સૈનિકો પોતાની માંગણીઓને લઈને ધરણા કરવા દિલ્હી જવા રવાના
(પ્રતિનિધિ) ગોધરા, દિલ્હીના જંતર મંતર ઉપર પોતાની વિવિધ માંગણીઓને લઈને ધારણા ઉપર બેઠેલા માજી સૈનિકો ઓના સમર્થનમાં આજરોજ પંચમહાલ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન સહિત ગુજરાત રાજ્યના ૧૬ જિલ્લાઓમાંથી ૪૦૦થી વધારે માજી સૈનિકો સાથે વિનારીઓ દિલ્હીના જંતર મંતર ખાતે જવા રવાના થયા હતા.
આજરોજ પંચમહાલ જિલ્લા માજી સૈનિક સેવા ફાઉન્ડેશન તેમજ ગુજરાતના ૧૬ જિલ્લાના માજી સૈનિકોને ઓઆરઓપી ને લઈને જે ભેદભાવ રાખવામાં આવ્યો છે જેને લઇને દિલ્હીના જંતર મંતર ઉપર માજી સૈનિકોના ધારણા પ્રદર્શન કરવાના છે ત્યારે અમારા હક અને હિત માટે અમે ૪૦૦ થી વધારે માજી સૈનિકો સાથે વિનારીઓ ગુજરાતના ખૂણે ખૂણેથી ભેગા થઈને દિલ્હી ખાતે જવા રવાના થયા છે.
ત્યારે અમે અમારા હકની લડાઈ માટે બેઠેલા અમારા માજી સૈનિકોના સમર્થનમાં આજે અમે દિલ્હીના જંતર મંતર ખાતે જવા માટે રવાના થયા છે કારણ કે સરકાર દ્વારા જે ઓઆરઓપી નો જે ફેસલો આપ્યો છે તે અમને મંજુર નથી માટે આજે અમે ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૪૦૦થી વધારે માજી સૈનિકો સમર્થન માટે દિલ્હીના જંતર મંતર જવા રવાના થયા છે.