Western Times News

Gujarati News

પરીક્ષા પે ચર્ચાઃ વિક્રાંત અને ભૂમિએ કપરા સમયે પોતાની શક્તિ ઓળખવા સલાહ આપી

મુંબઈ, જીવનની પરિક્ષામાં પાસ કરવા માટે ભણો, માત્ર પરીક્ષા પાસ કરવા માટે નહીં, મુશ્કેલ સમયમાં તમારી શક્તિઓ ઓળખો. દીપિકા પાદૂકોણ બાદ એક્ટર વિક્રાંત મસ્સી અને ભૂમિ પેડનેકરે વિદ્યાર્થીઓ સાથે ‘પરિક્ષા પે ચર્ચા’ કરી હતી. રવિવારે પ્રધાનમંત્રીના પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભૂમિ અને વિક્રાંતે પોતાના શાળાજીનના અનુભવો જણાવ્યા હતા. તેમણે પરિક્ષા સમયે ચિંતામાંથી દુર કઈ રીતે રહેવું, વાલીની અપેક્ષાઓ અને નિષ્ફળતા પછી ફરી બેઠા થવાનું મહત્વ જેવા વિષયો પર વાત થઈ હતી. વિક્રાંતે આ ચર્ચામા આગળ કહ્યું, “આપણને બધાંને ખ્યાલ છે કે, મનમાં વિઝ્યુલાઇઝ કઈ રીતે કરવું.

તમે તમારા દિવસની દસ મિનિટ કાઢી શકો અને દરરોજ તમારી લગણીઓ અને શું અચિવ કરવા માગો છો એ વિશે નોંધ કરતાં રહો. આ એક પ્રકારનું મેનિફેસ્ટેશન છે. પરંતુ જ્યારે સારા માર્ક્સ આવે તો તમારી વિનમ્રતા જાળવી રાખો. તેના અહંકારમાં ન આવશો.

તમારી નજર નીચે અને વિચારો ઊંચા રાખો. આ બહુ મહત્વનું છે. જીવનની પરીક્ષામાં પાસ થવા માટે ભણો, માત્ર આ પરીક્ષા નહીં. તમારી જાત પાસે બહુ અપેક્ષા ન રાખશો. જો તમે નક્કી કરેલું લક્ષ્ય પ્રાપ્ત ન થાય તો ફરી શરૂઆત કરો.”ભૂમિ પેડનેકરે નાની ઉંમરમાં પિતાને ગુમાવ્યા હતા.

આ સંદર્ભે તેણે કહ્યું, “એ ઉમરે તમે સમજી શકતા નથી કે તમારી સાથે કેટલી કમનસીબ ઘટના બની છે. મને એટલી જ ખબર હતી કે મારે મારી બધી જ ક્ષમતાઓ કામે લડાગવાની છે.

તમારી ક્ષમતાઓને ઓળખો. શીખવાના નવા વિકલ્પો અપનાવો. જેમકે મને જ્યારે કોઈ સીન આપવામાં આવે તો હું દર વખતે તેને નવી રીતે કરવાની કોશિશ કરું છું. હું પરીક્ષાના ઘણા દિવસો પહેલાં જ ચોપડીઓ પકડીને બેસી જતી હતી. પરીક્ષા દરમિયાન અમારા ટીવીમાંથી કેબલ કનેક્શન કાઢી દેવાતું હતું. મને આજની જનરેશન જોઈને થોડું દુખ થાય છે.

અમારા માટે રમવું એટલે મેદાનમાં જવું અને આજની પેઢી માટે એ મોબાઇલ છે.” ભૂમિએ આગળ કહ્યું, “હું બહુ આજ્ઞાકારી વિદ્યાર્થી હતી, આજે પણ છું. હું થોડી તોફાની હતી પરંતુ મારા શિક્ષકો સાથે મારે બહુ બનતું હતું. મને બહુ વહેલાં ખ્યાલ આવી ગયો હતો કે મારે એક્ટર જ બનવું છે. પરંતુ હું ઇચ્છતી હતી કે મારા વાલીને મારા પર ગૌરવ હોય તેથી હું બહુ મહેનત કરતી હતી.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.