રવિવારે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા
(એજન્સી)અમદાવાદ, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ-૩ ની પ્રિલીમીનરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૫ ને રવિવારના રોજ પરીક્ષા યોજાવા જઇ રહી છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરાની શાળાઓમાં પરીક્ષા યોજાશે છે.
ત્યારે તમામ કેન્દ્રો ખાતે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે અને પારદર્શિતા સાથે સાથે યોજાઈ તથા કોઈ ગોબચારી સામે ન આવે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા જાહેરાનામું પ્રસિદ્ધ કરાયું છે. તા. ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ રવિવારના રોજ ૧૧ થી ૧ વાગ્યા દરમિયાન પરીક્ષા કેન્દ્રો અને આજુબાજુના વિસ્તારોમાં પ્રતિબંધાત્મક આદેશ દર્શાવતું જાહેરનામું ફરમાવ્યું છે.
પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટર ના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર તથા પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષ સેન્ટર ચાલુ રાખવા ઉપરાંત પરીક્ષા સ્થળની આજુબાજુ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા અને પરીક્ષા સ્થળ પર વિદ્યાર્થી શિક્ષકોએ મોબાઈલ કે ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા ઉપરાંત પરીક્ષા સ્થળમાં ગેરકાયદે પ્રવેશ સહિત ૮ વસ્તુઓ પર પ્રતિબંધિત હુકમો જાહેર કર્યા છે. જેના ઉલ્લંઘન બદલ આકરી કાર્યવાહી કરવામાં આવશે.