આખા વર્ષ માટે ઓર્ગેનિક ઘઉં, ચોખા, મસાલા ભરવાની ઉત્તમ તક: પ્રાકૃતિક ખેત-બજાર, આવ્યું આપને દ્વાર

અમદાવાદમાં આજથી પ્રાકૃતિક ખેડૂત હાટ: ૩ થી ૬ એપ્રિલ AEC બોયઝ હોસ્ટેલ કેમ્પસ ખાતે આયોજન
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીને રાજ્યવ્યાપી બનાવવા માટે સઘન પ્રયાસો કરી રહ્યા છે. રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ પણ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનીક ખેતપેદાશોને પ્રોત્સાહન આપવા સતત કાર્યરત છે. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશનની રચના પણ રાજ્ય સરકારે કરી છે. આવી પહેલનેને પરિણામે ખાનગી સંસ્થાઓ પણ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે સક્રીય બની છે.
સૃષ્ટિ ઈનોવેશન્સ દ્વારા અમદાવાદમાં આગામી 3 થી 6 એપ્રિલ, 2025 દરમ્યાન “સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ”નું આયોજન કરવામાં આવ્યું છે. આ હાટ ઓર્ગેનિક અને કુદરતી પેદાશોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. જેમાં આખા વર્ષ માટે ઓર્ગેનિક ઉત્પાદનો જેવી કે ઘઉં, ચોખા, મસાલા અને અન્ય ખાદ્ય સામગ્રીઓ ઉપલબ્ધ રહેશે. આ ઉત્પાદનો ફાર્મ વેરીફિકેશન બાદ માન્ય ખેડૂતો પાસેથી સીધા ખરીદી શકાશે, જેથી ગ્રાહકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળી શકે.
આ મેળો ચાર દિવસ માટે એટલે કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે સવારે 11:00 વાગ્યાથી રાત્રે 9:00 વાગ્યા સુધી સૃષ્ટિ પરિસરમાં યોજાશે. આ સ્થળ એ.ઈ.એસ. બોયઝ હોસ્ટેલ કેમ્પસમાં, એ.ઈ.એસ. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની બાજુમાં, ગુજરાત યુનિવર્સિટી નજીક આવેલું છે, જે શહેરના કેન્દ્રમાં હોવાથી લોકો માટે સરળતાથી પહોંચી શકાય તેવું છે.
સૃષ્ટિ ઈનોવેશન્સનો આ પ્રયાસ સ્થાનિક ખેડૂતોને સીધા ગ્રાહકો સુધી પહોંચવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેથી ખેડૂતોને તેમના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળી શકે અને ગ્રાહકોને આરોગ્યપ્રદ અને રાસાયણિક મુક્ત ખોરાક મળી શકે. વધુ માહિતી મેળવવા માટે 9510386635 નંબર પર વોટ્સએપ મેસેજ કરીને વિગતો મેળવી શકાય છે.