વાપી ઈન્ડસ્ટ્રીઝના કારોબારી સભ્યો બિનહરીફ જાહેર
(પ્રતિનિધિ) વાપી, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્તમાન કારોબારીની ટર્મ પુરી થવાથી નવી ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. તેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ શનિવાર તા.૧૧ ના દિવસે કારોબારી (એક્ઝિક્યુટિવ)ના ૧૪ મેમ્બર માટે ૧૪ ફોર્મ જ ભરાયા હતા. ચૂંટણી બિન હરીફ જાહેર થઈ હતી તેમજ વી.આઈ.એ. માટે ઐતિહાસિક દિન સાબિત થયો હતો. જાે ચૂંટણી યોજાઈ હોત તો ૧ માર્ચ ૨૦૨૩ના રોજ મતદાન થવાનું હતું.
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસો. (વી.આઈ.એ.) એ ઉદ્યોગપતિઓની મજબુત સંસ્થા છે. જેમાં ૧૧૦૮ જેટલા અલગ અલગ કેટેગરીના નોંધાયેલા સભ્યો છે, જેમાં ૧૩ ૧ એમ ૧૪ સભ્યોની એક્ઝિક્યુટિવ કમીટીની પ્રતિ ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે. પહેલાં બે વર્ષે યોજાતી હતી. તે અનુસાર વી.આઈ.એ.ની ચૂંટણી જાહેર થઈ હતી. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ શનિવારે ૧૪ બેઠકો માટે ૧૪ ઉમેદવારોના ફોર્મ ભરાય હતા.હરીફ જુથમાંથી એકપણ ફોર્મ નહીં ભરાતા વી.આઈ.એ.ની ચૂંટણી મતદાન પહેલાં જ બિનહરિફ જાહેર થવા પામી છે.
ચૂંટાયેલા એક્ઝિક્યુટિવ (કારોબા૨ી) મેમ્બ૨માં (૧) સતિષ પટેલ, (૨) કલ્પેશ વોરા, (૩) મગન સવાલીયા, (૪) કૌશિક પટેલ, (૫) નિમેષ શાહ, (૬) રાજુલ શાહ, (૭) હેમંત પટેલ, (૮) ક્રિષ્ણાનંદ હેબલે, (૯) સંજય સવાણી, (૧૦) કુલદિપ પટેલ, (૧૧) ક્રાંતિ ગોખદાની, (૧૨) પ્રભાકર બોરલે, (૧૩) ચન્દ્રેશ મારૂ અને (૧૪) રાજીવ મૃદાનો સમાવેશ થાય છે. ચૂંટણી પ્રક્રિયા બિનહરિફ થાય તેમાં હરખાવવા જેવું કંઈ નથી ઉલટાનું લોકશાહી ઢબે હરિફ પક્ષ હોવો જરૂરી છે.આમ ઉપરની સપાટીએ બિનહરિફ ચૂંટણી વી.આઈ.એ.ની એકતાના સંકેત પણ આપી જાય છે. હવે ચૂંટાયેલા ૧૪ કારોબારી મેમ્બર ફોર્માલીટી માટે એક પ્રમુખની ચૂંટણી કરશે પરંતુ વર્તમાન માનદ સેક્રેટરી સતિષભાઈ પટેલ વી.આઈ.એ.ના નવા પ્રમુખ બનશે તે નક્કી હોવાનું મનાઈ રહ્યું છે.