ફોજદારી કેસમાં મુક્ત કર્મચારીને શિસ્તભંગ બદલ હાંકી શકાયઃ સુપ્રીમ
નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગેરવર્તણૂંક ધરાવતા કર્મચારીની સામે શિસ્તભંગ બદલ કાયદેસરની કાર્યવાહી ચાલતી હોય અને તે સાથે તેની સામે ફોજદારી કેસની કાર્યવાહી પણ ચાલતી હોય એવા સંજોગોમાં તે કર્મચારીને નોકરીમાંથી બરતરફ કરવા તેના નોકરીદાતાએ ફક્ત એટલું જ પુરવાર કરવાનું રહે છે કે તેનો કયો ગુનો કે ગેરવર્તણૂંક વધુ પ્રભાવશાળી અને જોખમકારક છે.
ન્યાયમૂર્તિ સર્વશ્રી જે.કે મહેશ્વરી અને સંદીપ મહેતાની બેન્ચે ૪ ફેબ્રુઆરી-૨૦૧૨ના રોજ કોલકાતા હાઇર્કાેર્ટે આપેલાં એ આદેશને રદ કરતો ચુકાદો આપ્યો હતો જેમાં હાઇકોર્ટે એરપોર્ટ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (એએઆઇ)ના ભૂતપૂર્વ મદદનીશ એન્જિનિયર પ્રદીપકુમાર બેનરજીને નોકરીમાંથી બરતરફ કરવાના ઓથોરિટિના નિર્ણયને ગેરકાયદે ઠરાવ્યો હતો.
પ્રદીપકુમાર બેનરજીને ફોજદારી કેસમાંથી મુક્ત કરાયો હોવા છતાં સુપ્રીમ કોર્ટે એમ કહેતાં તેની બરતરફીને યોગ્ય ગણાવી હતી કે ફોજદારી કાર્યવાહીમાં કેસને વાજબી શંકાથી પર હોવાનું પૂરવાર કરવું પડે છે.
આ ચુકાદા બાદ નોકરીદાતાઓ માટે ગુનાઇત કેસમાં મુક્ત થઇ ગયેલાં કોઇપણ કર્મચારીને શિસ્તભગની કાર્યવાહી કરીને નોકરીમાંથી બરતરફ કરવો ખુબ સુગમ થઇ પડશે.બેન્ચે એમ ઠરાવતા એરપોર્ટ ઓથોરિટિની તરફેણમાં ચુકાદો આપ્યો હતો કે બેનરજી વિરુદ્ધ લેવાયેલા શિસ્તભંગના પગલાં તદ્દન ઉચિત હતા.
કાયદાનો “આ એક સ્થાપિત સિદ્ધાંત છે કે ફોજદારી કાયર્વાહીમાં કેસને વાજબી કારોણોથી પર હોવાનું પુરવાર કરવાની જવાબદારી સરકારના પક્ષે હોય છે, પરંતુ શિસ્તભંગની કાર્યવાહી ચાલતી હોય એવા કેસમાં વિભાગની ઉપર જવાબદારી મર્યાદિત હોય છે, તેથી એવા કેસમાં નોકરીદાતાએ ફક્ત એટલું જ પૂરવાર કરવાનું રહે છે કે કર્મચારીનો કયો ગુનો કે ગેરવર્તણૂંક વધુ જોખમકારક કે પ્રભાવશાળી હતા.”SS1MS