Western Times News

Gujarati News

ઠંડીમાં એક્સરસાઈઝ કરો, મેટાબોલિઝમ બગડશે નહીં

શિયાળો ધીરે ધીરે જામી રહ્યો છે. આ સીઝનમાં આપણે રજાઈમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. શિયાળામાં સ્ટેમિના જાળવી રાખવા માટે ઘણાં લોકો મગફળી, ચીક્કી, ઘી, ચા તેમજ કોફીનું સેવન કરતા હોય છે, આ ઋતુમાં દિવસ નાનો અને રાત લાંબી હોવાથી રેસ્ટિગ ટાઈમ વધે છે એમાં રુટિન એકસરસાઈઝ ઓછી અને આરામ વધારે કરવાથી મેટાબોલિઝમ બગડે છે. એનાથી વજન વધે છે અને પેટની બીમારીઓ શરૂ થઈ જાય છે.

ખરેખર તોકસરત કરવાની મજા આ જ ઋતુમાં સૌથી વધુ આવે છે તેથી આળસ છોડો અને કસરત કરીને એનર્જી ભેગી કરી લો, એકસ્ટ્રા ઘી, તેલ, ચા, કોફીને કારણે એસિડ રિફલેકસ થાય છે વળી, એમ થવાથી પેટમાં અલ્સર થાય છે, એસિડિટી પણ થાય છે. સૌપ્રથમ તો બહાર કસરત માટે જાઓ એટલે બે-ત્રણ લેયરમાં વસ્ત્રો પહેરો. જે તમે સૌથીપહેલા પહેરવાના હો કે જે તમારી ત્વચા સાથે સૌથી નજીક રહેવાનું હોય તે કોટનનું ન હોવું જાેઈએ. બીજા લેયર તરીકે શરીરની ઉષ્મા જાળવી રાખવા માટે થર્મલ મેળવવા માટે ઉન પહેરો, આ સમય છે ભેગી થયેલી ચરબીને દુર કરવાનો.

વહેલી સવારે ઘરની નજીકના ગાર્ડનમાં કે ખુલ્લા મેદાનમાં જાેગિંગ કરતા જ સ્ફૂર્તિનો અનુભવ થાય છે, કસરતથી શરીરમાં રહેલી વધારાની ચરબી ઓછી થાય છે તો બીજી તરફ સ્ફૂર્તિને કારણે આખો દિવસ આનંદમાં પસાર થાય છે. શિયાળામાં ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જાેઈએ ભૂખ, સ્કિન અને કસરત. પથારીમાંથી ઉભા થાઓ એટલે પહેલા તો હાથ-પગ ઉંચા-નીચા કરો. ઝાટકા સાથે ઉભા ન થશો.

એનાથી કમર કે હાથ-પગનો દુખાવો થઈ શકે છે. સવારે કસરત કરતા પહેલા પાણી પીવાથી ટેવ પાડો. ગ્રીન ટી, આદુ-હળદરનો રસ પીઓ. કસરત કરવા જઓ ત્યારે ઘરેની નીકળતા પહેલા પાણી ચોકકસ પીવું જાેઈએ. કસરત કરીને વીસ મિનિટમાં બીજાે એક ગ્લાસ પાણી પી લો. પેટ ભરેલું હોય ત્યારે કસરત ન કરશો. હેલ્ધી અને બેલેન્સ ખોરાક લો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.