Western Times News

Gujarati News

ડિપ્રેશનમાં એકલતા, નિરાશા, ડર અને ગભરાહટ હતાશાને રોકવા નિયમિતપણે કસરત કરવી

વ્યાયામને એન્ટીડિપ્રેસન્ટ માનવામાં આવે છે અને તાણના મારણની જેમ કાર્ય કરી શકે છે. વ્યસ્ત રહેવું ડિપ્રેસનને રોકવામાં મદદ કરે છે પરંતુ કામ સાથે પોતાને વધારે પડતું દબાણ કરવાથી તણાવ પણ થઈ શકે છે, જે ડિપ્રેસનનું જોખમકારક પરિબળ પણ છે. મનોરંજક પ્રવૃત્તિઓમાં તમારી જાતને સામેલ કરો

કારણ કે તે તમારું ધ્યાન બદલવામાં મદદ કરી શકે છે. સકારાત્મક વલણ પર કામ કરવું ડિપ્રેસનને રોકવામાં અજાયબીઓ આપી શકે છે. ફક્ત તમારા માનસિક સ્વાસ્થ્ય પર જ નહીં, શારીરિક સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાથી હતાશાને રોકવામાં પણ મદદ મળે છે. મન-શરીર જોડાણ ડિપ્રેશન સામે લડવામાં એક મહાન ભૂમિકા ભજવે છે. યોગ્ય આહાર અને કસરત માનસિક તેમજ શારીરિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે. આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર આહાર તમારા મૂડને વધારવામાં મદદરૂપ થઈ શકે છે. આલ્કોહોલ અને તમાકુથી બચો અને સ્વસ્થ લો.

જો તમે તમારૂં માનસિક સંતુલન મનોવિકાર અથવા માનસિક તાણ,ક્ષોભ, ઉદ્વેગ, સંતાપ દરમ્યાન જાળવી શકો તો તમે માનસિક રીતે તંદુરસ્ત છો તેમ માનવું જો તમે તમારૂ થોડું બેલેંસ પણ ગુમાવી દો તો તેને માનસિક માંદગી છે તેમ સમજવું .આ લેખ દ્વ્રારા સામાન્ય માનસિક તકલીફનો અણસાર અને ચેતવણી આપતા લક્ષણોનીખબર પડે તે માટે લખવામાં આવ્યો છે

ShriramVaidya-logo
Mo. 9825009241

સામાન્ય માણસને સ્પર્શતા અને સામાન્ય રીતે વધુ જોવા મળતા અને આ વિષય સાથે સંકળાયેલા માનસિક તાણ (માંદગી)ચિંતા,ડિપ્રેશન (માનસિક મંદતા)અનિંદ્રા,યાદશક્તિ ઓછી થવી તેવા વિષયોની અલગથી છણાવટ કરી છે.પચાસ વર્ષની ઉંમર પછી દરેક વ્યક્તિમાંમાનસિક શક્તિ થોડી થોડીઓછી તેને ધ્યાનમાં કે લક્ષમાં ન લેવું તેજ તેનાથી બચવાનો ઉત્તમ માર્ગ છે.આ ઉંમરે મનની એકાગ્રતા ન રહેવી મૂંઝવણ અનુભવવી યાદ શક્તિ ઓછી થઇ જાય છે.

એકાગ્રતા ન રહેવી. મોટાભાગના લોકોમાં જ્યારે તેઓ આંકડાં કે ચિત્ર દોરવામાં વાંચવામાં કે લખવામાં વ્યસ્ત હોય છે.ત્યારે થોડા સમય માતે એકાગ્રતા જતી રહે છે આવા દર્દીઓ પોતાની ખામીઓને સમજાવવા માટેનું મહત્વ વધુ આપે છે.ચિંતા,માનસિક તાણ,ટેન્શન એ આ તકલીફ થવાના સામાન્ય કારણો છે.

મૂંઝવણ, ઓછા અથવા થોડા સમય માટે રહેનારી મૂંઝવણ વધુ જોવા મળે છે.દારૂ પીવાથી,અચાનક જાગી જવાથી,ઉંઘ આવે તેવી દવાઓ લેવાથી માનસિક થકાવટ,ઉંઘ ઓછી આવવી.વગેરેને લીધે આ તકલીફ થાય છે.માથામાં અથવા મગજને ઇજા થવાથી તથા વાઇને લીધે પણ ક્ષણિક મૂંઝવણ થાય છે.સતત અથવા કાયમ રહેનારી અથવા લાંબાગાળાની મૂંઝવણ ગંભીર કારણ હોય છે. [read more]

અને તેથી દર્દી પોતે મૂંઝવણ રહેવાને લીધે પોતે જાતે સારવાર માટે કશું કરી નથી શકતો.જેથી બીજા દ્વારા તેવી ગોઠવણ કરવી જોઇએ. અઘિટત અતિશ્યોક્ત ભર્યો ભાવ અથવા વર્તૂણકને ન્યૂરોસીસ કહે છે.સામાન્ય માણસમાં પણ ક્યારેક આવી વર્તણૂંક જોવા મળે છે.આમા મોટાભાગના લોકો કંઇ મૂંઝવણ આવતા માનસિક ચિંતા અનુભવે છે.દા.ત.ડ્રાઇવીંગ ટેસ્ટ આપતા પહેલા અઘટિત ચિંતા માણસને ઘેરી લે છે

અથવા બે વખતેજુવે છે કે ઘરમાં ગેસનીસ્વીચ બંઘ કરી ને કે નહીં? જો આવી સામાન્ય ચિંતાઅથવામન ઉપર વારેવારે સવાર થતી વર્તણૂક ખૂબજ વધી જાય તો તેને ન્યૂરોસીસ કહે છે આ સ્થિતિ માટે વપરાતી પરિભાષા સંજ્ઞા ખરી રીતે જોઇએ તો બોલવામાં વપરાતી નથી કારણકેતેખોટી રીતે નિર્દેશ આપે છે કે આવી વધુ પડતી વર્તણૂંક એ માનસિક રોગ છે.માનસિક ભય એ કાલ્પનિક નથી,દર્દીને ખરેખર રીતે લાગતો હોય છે.દર્દીને અપમાનજનક લાગે તે રીતે તેનો શબ્દપ્રયોગ ન કરવો.

ડિપ્રેશન ડિપ્રેશન એટલે કે હતાશા નિરાશા અથવા દર્દીની માનસિક સ્થિતિ નબળી હોવી.મોટાભાગના લોકોના જીવનમાં થોડા તબક્કાઓમાં આવું થતું જોવા મળે છે.પણ જો આ માંદગી કે રોગનું રૂપધારણ કરેતો તે સ્થિતિ લાંબો સમય રહી રોગની ચરમસીમાએ પહોંચે ત્યારે ડિપ્રેશનની તકલીફો તેની બિમારીની પરાકાષ્ઠાઓ સર્જે છે.બ્રિટિશ રેકોર્ડ મુજબ કુલ વસ્તીના ૨%લોકો દર વર્ષે ડિપ્રેશનનો ભોગ બને છે. લક્ષણોમાં મુખ્ય કાર્યમાં રસ રુચી રહેતી નથી.કારણ વગર રડવું આવવું,ભૂખ,યાદશક્તિ કમીની એકાગ્રતાનજાળવવી,ઊંઘમાં ખલેલ પડવી,સવારે વહેલું ઉઠી જવાય.પછી જાગતા જ રહેવું પડે.મૂડ બદલાયાકરે એટલે કે અસ્થિર વૃતિરહેવી.જો માનસિક મંદતા વધુ હોયતો સ્યુસાઈડ એટલે કે આત્મહત્યા (આપઘાત)નું પગલું પણ લઇ લે નકારાત્મ્ક વિચાર દર્દીના સ્વભાવમાં જોવામળે છે.

શંખાવલી, બ્રાહ્મી, જટામાંશી, જેઠીમધ, માલકાંગણી, બીજ, શતાવરી, અક્કલગરો, ગોરખમુંડી કુષ્ઠમાંથી બનતું પ્રવાહી ઉપરોક્ત તકલીફોમાં અકસીર પરિણામ આપે છે.
નકારાત્મક વિચાર ડિપ્રેશનની શરૂઆત નકારાત્મક વિચારોથી ઘેરાઇ રહેવાને કારણે થાય છે. ઇચ્છા ન હોય તેમ છતાં જે વ્યક્તિના મગજમાં નેગેટિવ વાતો ફરતી રહેતી હોય તો આ નેગેટિવ બાબતો વિચારના રૂપે વ્યક્તિના મગજ પર હાવી થવા લાગે છે અને વ્યક્તિનું વર્તન પણ નેગેટિવ વિચારની જેમ નકારાત્મક થવા
લાગે છે.

ક્રાનિક ડિપ્રેશનઃ એક હોય છે ક્રોનિક ડિપ્રેશન. આ પરિસ્થિતિમાં પીડિતને એકલતા, નિરાશા, હતાશા, ડર અને ગભરાહટ એટલી હદે ઘેરી લે છે કે તેને ડર લાગવા માંડે છે. આ પરિસ્થિતિમાં તેમને બીજા કોઇની સલાહ પણ યોગ્ય નથી લાગતી, કારણ કે તે તેના પર વિશ્વાસ કરવા માટે સજ્જ થઇ શકતો જ નથી. કોઇની સલાહ પર તે વ્યક્તિ સરળતાથી વિશ્વાસ કરી શકતો નથી. હાર્મોનલ અસંતુલન ક્રોનિક ડિપ્રેશનની પરિસ્થિતિમાં વ્યક્તિને લાગવા લાગે છે કે તે ખૂબ જ એકલા છે.

આ પરિસ્થિતિમાં વ્યક્તિ ધારણા કરી બેસે છે કે તેને કોઇ સમજતું નથી અને તે ખૂબ જ એકલો પડી ગયો છે. કોઇને તેની જરૂર નથી, ચિંતા નથી. આ પ્રકારના વિચાર હાર્મોનલ અસંતુલનના કારણે આવે છે. કોઇ ખાસ વ્યક્તિને ગુમાવી દીધા પછી પણ વ્યક્તિ આ પ્રકારની સ્થિતિમાં પહોંચી શકે છે.

ખોરાક કયો આપવો જોઈએ? વધારે ખાંડવાળા પદાર્થો ખાવા ના જોઈએ. એનો અર્થ કે વધારે ખાંડવાળી ચ્હા, કોફી તથા મીઠા શરબતો, મીઠાઈઓ, કેક, પેસ્ટ્રી, ગળ્યા બિસ્કીટો અને ગળપણ વાળા બજારમાં મળતા ફ્રૂટ જ્યુઈશ ન લેવા જોઈએ. તાજા ફળો,

ઓલિવ ઓઈલ, લીલા શાકભાજી, લેવી જોઈએ. ડીપ્રેશન દૂર કરવાની સચોટ દવા એટલે નિયમિત કસરત ગણાય છે. શંખાવલી, બ્રાહ્મી, જટામાંસી, જેઠીમધ, માલકાંકણી બીજ, શતાવરી, અક્ક્‌લગરો, ગોરખમુંડી કુષ્ઠમાંથી બનતું પ્રવાહી ઉપરોક્ત તકલીફોમાં અકસીર પરિણામ આપે છે. આ સિવાય ચંપક, ફ્રંગીપાની, કપૂર, યુકેલિપ્ટ્‌સ, ફૂદીનો, સેજ-સુગંધિત વનસ્પતિ કે તુલસી જેવાં છોડની સુગંધ લેવી જોઈએ.

તમે તમારાં નસકોરાં સાફ કરવા નસ્ય તેલનો પણ ઉપયોગ કરી શકો છો અથવા નેતી પાત્રનો ઉપયોગ નસકોરાંને સાફ કરવા કરી શકો છો. તેનાથી તમારા મગજમાં રહેલો પ્રાણ-આૅક્સિજન વધુ પહોંચશે. મગજને વધુ ઊંડે સુધી ઊર્જા પહોંચાડવા માટે તમે પ્રાણાયામ પણ કરી શકો છો. જ્યાં સુધી આપણા નસકોરાં અને ફેફસાં ખુલ્લાં હોય અને આપણા શ્વાસોચ્છવાસ ઊંડા ચાલતા હોય અને પૂરેપૂરા હોય ત્યાં સુધી હતાશા કે ડિપ્રેશનથી દૂર રહી શકો છો. ઉપરાંત હ્રીં અથવા ઓમ્? નમઃ શિવાયનો મંત્રા જાપ પણ કરી શકો છો. [read]


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.