એક્ઝિકોન ઈવેન્ટ્સ મીડિયા સોલ્યૂશન્સનો IPO ખુલ્યો: પ્રાઇસ બેન્ડ ₹61 થી ₹64
બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે
એક્ઝિકોન ઇવેન્ટ્સ મીડિયા સોલ્યુશન્સ લિમિટેડ પ્રદર્શનો, પરિષદો અને ઇવેન્ટ્સ યોજાવવા માટે સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરતી કંપની છે અને તે 33,00,000 શેર્સ માટે તેનો આઈપીઓ લાવે છે. 33,00,000 ઇક્વિટી શેરમાંથી 3,30,000 શેર માર્કેટ મેકર ક્વોટા હેઠળ અનામત રાખવામાં આવશે. Exhicon Events Media Solutions Limited brings its IPO on the 31st March ‘23
માર્કેટ મેકરના હિસ્સા બાદ કરાયા નો ઇશ્યૂ “નેટ ઇશ્યૂ” હશે. ઇશ્યૂ અને નેટ ઇશ્યૂ અનુક્રમે 27.79% અને 25.01% હશે. ₹10/-પ્રત્યેકની ફેસ વેલ્યુ ધરાવતા પ્રતિ ઇક્વિટી શેર ની પ્રાઇસ બેન્ડ ₹61.00 થી ₹64.00 પ્રતિ ઇક્વિટી શેર હશે અને ઇશ્યૂ કિંમત અનુક્રમે નીચલા પ્રાઇસ બેન્ડ અને અપર પ્રાઇસ બેન્ડ પર ફેસ વેલ્યુના 6.1 થી 6.4 ગણી છે.
ખરીદી માટે લોટ સાઈઝ 2000 ઈક્વિટી શેર અને ત્યાર બાદ 2000 ના ગુણાંક માં હશે. ઇશ્યૂ 31મી માર્ચ 23ના રોજ ખુલશે અને 5મી એપ્રિલ, 23ના રોજ બંધ થશે. તે પછીથી બીએસઈ એસએમઇ પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ થશે. ઇશ્યૂના લીડ મેનેજર શેર ઈન્ડિયા કેપિટલ સર્વિસીસ પ્રા. લિ. અને ઇશ્યૂના રજિસ્ટ્રાર લિન્ક ઇન્ટાઇમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે.
આ ઇશ્યૂના મુખ્ય ઉદ્દેશ્યો નીચે મુજબ છે:
• કાર્યકારી મૂડી • પ્રદર્શન સામગ્રીનું સંપાદન • ઇશ્યૂ ખર્ચ • સામાન્ય કોર્પોરેટ હેતુઓ
એક્ઝિકોન ઇવેન્ટ્સ મીડિયા સોલ્યુશન્સ લિમિટેડ પ્રદર્શનો, પરિષદો અને ઇવેન્ટ્સ યોજાવવા માટે સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે. તેમના સોલ્યુશન્સમાં મીડિયાથી લઈને ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ સોલ્યુશન્સ, ટેમ્પરરી અને કાયમી ઈવેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને આયોજન માટે મેનેજમેન્ટનો સમાવેશ થાય છે.
આ સમયગાળા દરમિયાન તેઓએ પ્રદર્શન અને ઈવેન્ટ ઈન્ડસ્ટ્રી માટે એન્ડ ટુ એન્ડ સર્વિસ પ્રોવાઈડર તરીકે સફળતાપૂર્વક પોતાને વિકસાવી છે. તેઓ નાનાથી મોટા પાયે, B2B અને B2C મેળાઓ અને ઇવેન્ટ્સ માટે ટર્નકી ઇવેન્ટ્સ અને વેપાર મેળાઓ યોજવા ની સેવા પ્રદાન કરે છે.
કંપની તેમના ગ્રાહકોને ઇવેન્ટ્સ માટે જરૂરી પરવાનગીઓ અને લાઇસન્સ મેળવવામાં પણ મદદ કરે છે. તેમના ગ્રાહકોમાં વિવિધ રાજ્ય સરકારો, સ્થાનિક સંગઠનો અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોનો સમાવેશ થાય છે. તેઓ વિવિધ સ્થાનિક વેપાર મેળાના આયોજકોને સેવાઓ પણ પૂરી પાડે છે.
તેઓએ હોસ્પિટાલિટી, F&B (ફૂડ એન્ડ બેવરેજ), નોન-કેમિકલ FMCG, આંતરરાષ્ટ્રીય વેપાર અને આરોગ્યસંભાળ સહિતના વિવિધ ઉદ્યોગો માટે કામ કર્યું છે. તે ઈન્ટીગ્રેટેડ માર્કેટિંગ સોલ્યુશન્સ માટે મોટા પાયે ઈવેન્ટ્સ માટે ઇન-હાઉસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે.
કંપની દ્વારા આયોજિત અગાઉની કેટલીક જાણીતી મુખ્ય ઇવેન્ટ્સમાં પૂણેમાં એચએસબીસી ટેક કોર્પોરેટ કોન્ફરન્સ અને વાર્ષિક દિવસ, ગોવામાં 53મો ઈન્ડિયા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ, મુંબઈમાં નેસ્કો ખાતે સ્વરાજ્ય ભૂમિ કોકન ફેસ્ટિવલ, દુબઈમાં ગિટેક્સ સ્ટોલ વગેરેનો સમાવેશ થાય છે.
કંપનીના ગ્રાહકોમાં FICCI, CII, ABEC, MTDC, ઉત્તરાખંડ પ્રવાસન, ગ્રામીણ વિકાસ મંત્રાલય, HSBC, રેમન્ડ, ટાટા ગ્રૂપ અને બીજી ઘણી પ્રતિષ્ઠિત સંસ્થાઓ નો સમાવેશ થાય છે. તે ભારતમાં અને વૈશ્વિક સ્તરે પણ કાર્યક્રમોનું આયોજન કરે છે.
એક્ઝિકોન ઈવેન્ટ્સ મીડિયા સોલ્યૂશન્સ લિમિટેડએ નાણાકીય રીતે પ્રભાવશાળી વૃદ્ધિ નોંધાવી છે. એક્ઝિકોન એ નાણાંકીય વર્ષ 2021 માં ₹946.82 લાખની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2022 માં ₹4,635.11 લાખની કુલ આવક નોંધાવી હતી, જ્યારે નાણાંકીય વર્ષ 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે કુલ આવક ₹2,931.08 લાખ હતી.
તેણે નાણાંકીય વર્ષ 2021માં ₹46.64 લાખની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2022માં ₹626.52 લાખનું EBITDA (કર અને અન્ય ખર્ચ બાદ કર્યા પહેલા ની કમાણી) નોંધાવી હતી, જ્યારે નાણાંકીય વર્ષ 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે EBITDA ₹689.10 લાખ હતી. તેનો PAT (કર પછી નો લાભ) નાણાંકીય વર્ષ 2021 માટે ₹11.73 લાખની સરખામણીમાં નાણાંકીય વર્ષ 2022 માટે ₹428.38 લાખ હતો, જ્યારે નાણાંકીય વર્ષ 2023 ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા માટે PAT ₹470.37 લાખ હતો.
કંપનીના પ્રમોટર્સ શ્રી મોહમ્મદ કૈમ સૈયદ અને શ્રીમતી પદ્મા મિશ્રા છે જેઓ પાસે વ્યક્તિગત રીતે 25+ વર્ષથી વધુનો ઉદ્યોગ અનુભવ છે. શ્રી મોહમ્મદ કૈમ સૈયદ, તેમના બહોળા અનુભવ દ્વારા તેમના ગ્રાહકોને એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
કંપની ઉપરાંત, શ્રી સૈયદ પ્રદર્શન ઉદ્યોગના વિકાસ અને વિકાસમાં ફાળો આપવા માટે પણ ખૂબ સક્રિય છે. તેઓ ઈમામિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સ્થાપક અને ટ્રેડ ફેર ટાઈમ્સના એડિટર ઈન ચીફ છે, જે ઈવેન્ટ્સ અને એક્ઝિબિશન ઈન્ડસ્ટ્રી પર ભારતનું અગ્રણી પ્રકાશન છે.
સુશ્રી પદ્મા મિશ્રા પાસે વ્યાપાર સહયોગ અને સંયુક્ત સાહસો, આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન ઓર્ગેનાઈઝર, મોટા પાયે વૈશ્વિક ઔદ્યોગિક એક્સ્પોનો વર્ષોનો સમૃદ્ધ અનુભવ છે. તેમને ઇવેન્ટ સર્વિસીસમાં SARAS એવોર્ડ્સ ઓફ એક્સેલન્સ, હેલ્થટેક અને હેલ્થકેરમાં વુમન પાવર એવોર્ડ અને બિઝનેસ વર્લ્ડ દ્વારા HR એક્સેલન્સ એવોર્ડ જેવા અસંખ્ય પુરસ્કારો થી નવાજવામાં આવ્યા છે.