અવૈદ્ય ચીજોનું અસ્તિત્વ નકારી ન શકાય: કંગના
મુંબઈ, કંગના રનૌતે દિલજીત દોસાંજનું સમર્થન કર્યું છે. નામ લીધા વિના તેમણે ગાયકના ગીતો વિશે પોતાનો અભિપ્રાય આપ્યો છે. ગીતોમાં દારૂના પ્રચાર માટે દિલજીતને મળેલી નોટિસ પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી છે.જો કે અભિનેત્રી અને બીજેપી સાંસદ કંગના રનૌત અને દિલજીત દોસાંઝ ક્યારેય સોશિયલ મીડિયા પર એકબીજા સાથે જોવા મળ્યા નથી.
બંને ઘણી વખત એકબીજા સાથે અથડામણ કરી ચુક્યા છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે પંજાબી સિંગર માટે કંગનાના સુર બદલાયા છે. અભિનેત્રીએ હવે દિલજીતને સમર્થન આપ્યું છે. વાસ્તવમાં, પંજાબી ગાયક આ દિવસોમાં તેના દિલ-લુમિનાટી ઈન્ડિયા ટૂર પર છે.
તાજેતરમાં આંધ્રપ્રદેશ-તેલંગાણા, પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં તેના કોન્સર્ટ દરમિયાન દારૂ અથવા ડ્રગ્સ સંબંધિત ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે ઘણો વિવાદ થયો હતો. હવે કંગનાએ તમામ જૂના વિવાદોને બાજુ પર રાખીને દિલજીતને સપોર્ટ કર્યાે છે.
કંગના રનૌતે ભારપૂર્વક જણાવ્યું છે કે કેવી રીતે નિયમોનું પાલન નથી થઈ રહ્યું. તેમણે કહ્યું કે દરેક જગ્યાએ દારૂ પર પ્રતિબંધ છે પરંતુ શું તે લોકોની જવાબદારી નથી? તેણે કહ્યું, ‘તમે ગીતોમાંથી બધું કાઢી નાખશો, ફિલ્મોમાંથી બધું કાઢી નાખશો. શરાબ-મુક્ત રાજ્યો ઘણા છે, તો શું દારૂ વેચાતો નથી? ઘણી બધી વસ્તુઓ ગેરકાયદેસર હોવાથી, તે નથી તેમ માની લેવાને પણ કોઈ કારણ નથી જ.
કંગના રનૌતે વધુમાં કહ્યું કે, ‘ઘણા અકસ્માતોના વીડિયો આવી રહ્યા છે. ત્યાં આ નિયમોનું પાલન કોણ કરે છે? મારો કહેવાનો મતલબ એ છે કે શું આ લોકોની જવાબદારી નથી? ૧૪ ડિસેમ્બરના રોજ ચંદીગઢમાં પરફોર્મ કરતા પહેલા, ગાયકને બાળ અધિકારોના રક્ષણ માટેના કમિશન દ્વારા એક નોટિસ એડવાઈઝરી જારી કરવામાં આવી હતી.
જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તે કોન્સર્ટમાં દારૂનો પ્રચાર કરતું કોઈ ગીત નહીં ગાઈ શકે. ઉપરાંત, બાળકોને સ્ટેજ પર લઈ જઈ શકાતા નથી.આ પહેલા તેલંગાણા સરકારે હૈદરાબાદમાં તેના કોન્સર્ટમાં દારૂ અને હિંસાને પ્રોત્સાહન આપતા ગીતો પર પ્રતિબંધ મૂક્યો હતો.
ગાયકને નોટિસ પણ મોકલવામાં આવી હતી. ઉપરાંત, બજરંગ દળે ઈન્દોરમાં તેમના કોન્સર્ટનો વિરોધ કર્યાે હતો. દારૂ અને માંસાહારી ખાદ્યપદાર્થાેના ખુલ્લા વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. આ બધા પર ગાયકે અમદાવાદમાં કહ્યું હતું કે, ‘આજે હું એ ગીતો પણ નહીં ગાઉં.
હું પોતે દારૂ પીતો નથી. તે મારા માટે સરળ છે. પરંતુ બોલિવૂડ કલાકારો દારૂની જાહેરાતોને પ્રમોટ કરે છે – દિલજીત દોસાંઝ એવું નથી કરતો. મને ઉશ્કેરશો નહીં. હું ચૂપચાપ મારો શો કરું છું અને જતો રહ્યો છું. તમે મને કેમ પરેશાન કરો છો?’SS1MS