Western Times News

Gujarati News

સિંધુ ભવન રોડ પર સૌથી મોટા, મોંઘા પાર્ટી પ્લોટ્‌સ બનાવાશે

અમદાવાદ, અમદાવાદમાં સૌથી પોશ અને મોંઘા ગણવામાં આવતા સિંધુ ભવન રોડ એરિયામાં બે વિશાળકાય પાર્ટી પ્લોટ તૈયાર થઈ રહ્યા છે. આ પાર્ટી પ્લોટ માટે એવું કહેવાય છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં આ સૌથી મોટા, સૌથી વધુ હરિયાળા અને સૌથી મોંઘા પાર્ટી પ્લોટ્‌સ હશે. લગભગ એક લાખ ચોરસ વારના આ પાર્ટી પ્લોટ્‌સની માલિકી નિરમા ગ્રૂપની છે. Expensive party plots will be built on Sindhu Bhawan Road

આગામી નવરાત્રીના તહેવાર અગાઉ આ પાર્ટી પ્લોટ તૈયાર હશે તેમ માનવામાં આવે છે. આ પાર્ટી પ્લોટ્‌સને ગ્રીન અને એનર્જી સેવિંગ કોન્સેપ્ટ પર ડિઝાઈન કરવામાં આવ્યા છે.
બંને પાર્ટી પ્લોટને સૌથી વધારે હરિયાળા બનાવવા માટે તેમાં લગભગ ચાર લાખ જેટલા પ્લાન્ટેશન હશે જેમાં વૃક્ષો અને બીજા છોડ સામેલ છે. આ ઉપરાંત ચોમાસામાં વરસાદનું પાણી જમીનમાં ઉતરે તે માટે પર્કોલેટિંગ વેલ્સ હશે.

આ પ્રોજેક્ટથી માહિતગાર એક વ્યક્તિએ જણાવ્યું કે શરૂઆતમાં આ પાર્ટી પ્લોટ ૯ લાખ ચોરસ ફૂટ એરિયા કવર કરશે. તેમાં લગભગ ૯૦૦ કાર સમાવી શકાશે. ત્યાર પછી નિરમા ગ્રૂપ દ્વારા ક્લોઝ્‌ડ ડોર ઈવન્ટ માટે એક અલગ હોલ વિકસાવવામાં આવે તેવી શક્યતા છે. આ પાર્ટી પ્લોટની જમીનનો ભાવ બે લાખ રૂપિયા પ્રતિ ચોરસ વાર હોવાની શક્યતા છે. આ ભાવે આ પ્લોટની કિંમત લગભગ ૨૦૦૦ કરોડ રૂપિયા થશે. જાેકે, નિરમા ગ્રૂપ ઘણા લાંબા સમયથી આ પ્લોટની માલિકી ધરાવે છે તેથી આ પ્લોટમાં કોઈ સેલ નથી થયું.

NAREDCO ગુજરાતના ચેરમેને જણાવ્યું કે જમીનના ભાવને ધ્યાનમાં લેતા અમદાવાદમાં આ પાર્ટી પ્લોટ ચોક્કસપણે સૌથી મોંઘો પાર્ટી પ્લોટ હશે. આ પાર્ટી પ્લોટ્‌સ ‘અનોખી ગ્રીન્સ’ તરીકે ઓળખાશે અને તેનું સંચાલન ગ્રીન લીવ્ઝ મેનેજમેન્ટ અને પૂજન ડેકોર દ્વારા કરવામાં આવશે.

આ વિશે સંપર્ક કરવામાં આવ્યો ત્યારે ય્ન્સ્ ગ્રૂપના ડિરેક્ટરે જણાવ્યું કે આ પાર્ટી પ્લોટ સમગ્ર શહેરમાં સૌથી મોટી સાઈઝના હશે અને તેમાં કુલ ૮.૮ લાખ ચોરસ ફૂટનો એરિયા હશે. કુલ મળીને અહીં ૯૦૦ કાર સમાવી શકાશે.

તેમણે જણાવ્યું કે ગ્રીન પાર્ટી પ્લોટ્‌સ ઉપરાંત અમે ગેસ્ટ માટે સ્ટાર કેટેગરી રૂમ્સ પણ વિકસાવી રહ્યા છીએ જે ખાસ કરીને લગ્ન સમારોહના બૂકિંગ માટે હશે. અમે ૫૦ ફૂટ પહોળો અને ૨૦૦ ફૂટ લાંબો એવો ટુ-વે પેસેજ બનાવી રહ્યા છીએ જેનાથી રસ્તા પર ટ્રાફિક જામ નહીં થાય. દરેક પાર્ટી પ્લોટનો બિલ્ડ અપ એરિયા લગભગ ૪.૫ લાખ ચોરસ ફૂટનો હશે અને બંનેમાં ૪૫૦થી વધુ કાર સમાઈ શકશે. આ પાર્ટી પ્લોટની લોન્ચિંગ સેરેમની તરીકે મેનેજમેન્ટ એક પ્રાઈવેટ ગરબા ઈવેન્ટ યોજે તેવી શક્યતા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.