ક્લબ મહિન્દ્રાનો સિક્કીમમાં આવેલો બૈગુની રિસોર્ટ માનસીક શાંતિનો અનુભવ કરાવશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/ClubMahindra-BaiguneyResort-1024x417.jpg)
અહીં દાર્જલિંગ, નામચી અને સિલિગુડીથી પણ સડક માર્ગે પણ પહોંચી શકાય છે, જેથી તે અનેક સ્થળો સુધી પહોંચવાનું તે આદર્શ પ્રવેશદ્વાર પણ છે.
કુદરતના ખોળામાં વસેલા સિક્કિમમાં ક્લબ મહિન્દ્રા બૈગુની એ શહેરી ભીડભાડથી છુટીને શાંતિ મેળવવા માંગતા પ્રવાસીઓ માટે સંપૂર્ણ એકાંત પૂરું પાડે છે. લીલાછમ જંગલોથી ઘેરાયેલું અને મનોહર રંગીત નદીના કાંઠે આવેલું, આ રિસોર્ટ ભવ્ય પર્વતોના અદભૂત દૃશ્યો પ્રદાન કરે છે. અહીં બાગડોગરા એરપોર્ટ અને ન્યૂ જલપાઈગુડી રેલ્વે સ્ટેશનથી સરળતાથી પહોંચી શકાય છે અને પ્રવાસ માટેના લોકપ્રિય આકર્ષણોથી માત્ર થોડા કિલોમીટર દૂર છે. Experience the Serenity of Sikkim at Club Mahindra Baiguney Resort
અહીં દાર્જલિંગ, નામચી અને સિલિગુડીથી પણ સડક માર્ગે પણ પહોંચી શકાય છે, જેથી તે અનેક સ્થળો સુધી પહોંચવાનું તે આદર્શ પ્રવેશદ્વાર પણ છે. આ સ્થળની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય જુલાઈથી સપ્ટેમ્બરના ચોમાસાના આહલાદક મહિનાઓ અથવા ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીનો પ્રફુલ્લિત કરતો શિયાળો છે. અહીં સાહસ અને આરામ બંનેનો પૂર્ણ અનુભવ કરી શકાય છે.
ક્લબ મહિન્દ્રા બેગુનીમાં હોટેલ યુનિટ્સ તેમજ નદી અને પર્વતના અદભૂત નજારો સાથેના સ્યુટ્સ સહિત 30 આરામદાયક રૂમ છે, જે મહેમાનો માટે શાંત રહેઠાણ પૂરું પાડે છે. ભોજનરસિકો વિવિધ પ્રકારના ખાણીપીણીના વિકલ્પોનો આનંદ લઈ શકે છે. મલ્ટિ-ક્યુઝિન રેસ્ટોરન્ટ પેપિલોન દક્ષિણ ભારતીય ડોસાથી લઈને ધૂમાડેદાર બાર્બેક્યુ અને સ્વાદિષ્ટ બંગાળની મીઠાઈઓ તેમજ અન્ય વાનગીઓ પીરસે છે.
મેનુમાં નેપાળી થાળી, મોમોસ, ગુન્દ્રુક કો ઝોલ (સૂરજના પ્રકાશમાં સૂકવેલા પાંદડાવાળા શાકભાજીમાંથી બનાવેલું), પનીર કો તરકારી, ભુતે કો ભાત, બનસાગર કુકુરા, અને ખાસી કો માસુ જેવી સ્થાનિક વિશેષતાઓ મળે છે. ગ્રાહકોની માંગણી પર માચા કો ઝોલ કરી અને ડુક્કરના માંસની વાનગીઓ પણ પીરસાય છે.
મુસાફરો આરામદાયક પૂલસાઇડ બાર પ્લન્જમાં આરામ કરી શકે છે, અથવા ગ્રિલ બાર્બેક રેસ્ટોરન્ટમાં પસંદગીના શાકાહારી અને બિન-શાકાહારી ગ્રિલ્ડ સિઝલર્સ વડે રાત્રિભોજનનો આનંદ માણી શકે છે. મહેમાનોની સગવડતા માટે, ગોરમે એક્સપ્રેસ દ્વારા રૂમમાં ભોજન મળી રહે છે. રિસોર્ટના ત્રણ સ્વસ્થ સ્પા રૂમમાં પશ્ચિમી સ્પા અને યોગ પ્રથાઓને આધુનિક સ્પાનો સમન્વય છે. અહીં તમામ માટે સર્વગ્રાહી સુખાકારીનો અનુભવ સુનિશ્ચિત કરતા સૌના અને હોટ સ્ટીમ રૂમ પણ છે.
સવારે પહોંચી રાત્રે પરત ફરનારા (ડે-કેશન) પ્રવાસીઓ માટે આ રિસોર્ટ પરિવારો અને મિત્રોને રવિવારના આનંદદાયક બ્રંચથી સ્વાગત કરે છે અને આખો વખત વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓના વિશેષ પેકેજ ઓફર કરે છે. અહીં ઇન્ડોર અને આઉટડોર મનોરંજનના વિકલ્પો છે, જે દરેક ઉંમરના મહેમાનોને મનોરંજન પૂરું પાડે છે. રિસોર્ટની અંદર, હેપ્પી હબ વિવિધ પ્રકારની બોર્ડ ગેમ્સ, પૂલ ટેબલ્સ, એર હોકી અને કલા અને હસ્તકલા પ્રવૃત્તિઓની તેમજ સાંજે મનોરંજનથી મહેમાનો ઉત્સાહિત રહે છે.
રિસોર્ટની બહાર કુદરતના ખોળાનો આનંદ માનનારાઓ માટે, નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ ટ્રેકિંગ આસપાસના પર્વતોના અદભૂત દૃશ્યો અને જાજરમાન કાંચનજંગા શિખરનો નઝારો પૂરો પાડે છે. મહેમાનો વોલીબોલ મેચ, રિવર કેમ્પિંગ અને તાપણાં સાથે પૂર્ણ થતા મોહક નાઇટ કેમ્પિંગનો આનંદ પણ લઈ શકે છે અથવા સ્વિમિંગ પૂલમાં તાજગીભર્યા ડૂબકી સાથે આરામ ફરમાવી શકે છે.
નાના બાળકોને તેમના માટેના ખાસ ટોડલર કોર્નર ગમશે, જેમાં બાળકોની આરામદાયક પુસ્તકાલય અને નરમ રમકડાંનો સમાવેશ થાય છે, જે સમગ્ર પરિવાર માટે આનંદથી ભરપૂર અનુભવ સુનિશ્ચિત કરે છે.
આ રિસોર્ટ ગર્વપૂર્વક ભૂટિયા, શેરપા, તમંગ, ભાઈ ટીકા, દશેરા, માઘે મેળો, લોસર, દિવાળી અને સાગા દાવો જેવા વિવિધ સાંસ્કૃતિક અને સ્થાનિક તહેવારોની ઉજવણી કરે છે, જે મહેમાનોને સમૃદ્ધ અને વૈવિધ્યસભર સાંસ્કૃતિક માહોલ પૂરો પાડે છે. મુલાકાતીઓને તરબોળ કરતા પરંપરાગત નેપાળી નૃત્યોનું આયોજન કરવામાં આવે છે.
નજીકના આકર્ષણોમાં સાંઈ મંદિર અને ચારધામ મંદિરના મનોહર પહાડી વિસ્તારો, નામચીમાં શાંત ટેમી ચાના બગીચા અને મઠ, પેલિંગમાં મનમોહક સ્કાય વોક, રાવાંગલામાં શાંત બુદ્ધ પાર્ક અને દાર્જલિંગમાં આકર્ષક પ્રાણી સંગ્રહાલય વિવિધ સ્થળો જોવાની તેમજ સાહસના અનુભવની તક પૂરી પાડે છે.
ક્લબ મહિન્દ્રા બૈગુનીએ સિક્કિમ સરકારના પ્રવાસન અને નાગરિક ઉડ્ડયન વિભાગ તરફથી વિશ્વ પ્રવાસન દિવસ 2022 પર શ્રેષ્ઠ રિસોર્ટ માટેનું પ્રમાણપત્ર ગર્વભેર મેળવ્યું હતું. સાથે જ ખોરાક અને સલામતી માટેના પુરસ્કારો અને પ્રતિષ્ઠિત ફાઇવ-સ્ટાર રેટિંગ પણ મેળવ્યું હતું.
ભલે તમારે સ્થાનિક વિસ્તારોમાં રખડવું હોય, સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણવો હોય અથવા શાંત વાતાવરણમાં આરામ કરવો હોય, ક્લબ મહિન્દ્રા બેગુનીની દરેક ક્ષણને એક અવિસ્મરણીય બનાવવા માટે ઝીણવટપૂર્વક અને કાળજીપૂર્વક તૈયાર કરવામાં આવી છે. અહીંના રોકાણની યાદ તમને હમેશા રહેશે.