સ્પેકમાં “Health and Spirituality” વિષય પર એક્ષપર્ટ ટોકનું આયોજન

તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ(સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ દ્વારા “હેલ્થ એન્ડ સ્પીરીચ્યુઆલીટી” વિષય પર એક્ષપર્ટ ટોક નું આયોજન આઈ.ક્યુ.એ.સી. સેલ અંતર્ગત ડો.સુયોગ ઉપાસની ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ એક્ષપર્ટ ટોક માં અતિથી વિશેષ તરીકે ડો.સંત વલ્લભ સ્વામી (કોઠારી, વડતાલ સ્વામી નારાયણ મંદિર Dr. Sant Vallabh Swami Vadtal Swaminarayan Temple) તેમજ સંસ્થાના સેક્રેટરી શ્રી શીતલ પટેલ હાજર રહયા હતા..
આ કાર્યક્રમમાં અતિથી વિશેષ દ્વારા વિદ્યાર્થીઓએ જીવનમાં ઉતારવા માટેના ઉપયોગી મુલ્યો અંગે ચર્ચા કરી હતી. મનુષ્યને પોતાના સ્વાસ્થ્ય તેમજ ધર્મ માટે કેવી રીતે સજાગ રહેવું અને પોતાનું પરિવાર જ આપણા માટે શ્રેષ્ઠ બની રહે આ અંગે જાગૃત કર્યા હતા. તેમજ પોતાના શરીર ને સ્વસ્થ રહેવા ના પાસાઓ પર યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત તેઓએ ધર્મ અને મનુષ્યના સ્વાસ્થ્ય વચ્ચે ની કડી આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક રીતે વિદ્યાર્થીઓને તર્ક સાથે સહજ ભાષામાં સમજાવી હતી.
આ એક્ષપર્ટ ટોકના સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ તથા સરદાર પટેલ કોલેજ ઓફ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટના ડાયરેક્ટર શ્રી ડો. નિરવ ત્રિવેદી દ્વારા તમામ વિદ્યાર્થીઓ ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.