31 હજાર મતદારોના નામ બે-બે વખત મતદાર યાદીમાં હોવાનો ખુલાસો
વડોદરા, આ વર્ષે લોકસભાની ચૂંટણી થવાની છે એવામાં વડોદરામાં એક જ મતદારનું નામ એક કરતા વધુ યાદીમાં હોવાનો ખુલાસો થયો છે. જેન લઇ ચૂંટણી સમયે બોગસ મતદાન અટકાવવા માટે રાજકીય આગેવાનો મેદાને જાવા મળ્યા હતા.
શહેર ભાજપ પ્રમુખ અને સાંસદ દ્વારા આ અંગે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જે લોકોએ ઘર બદલ્યું છે, ભાડુઆત છે તેવા લોકોના એક કરતા વધુ યાદીમાં નામ જાવા મળ્યા હતા. ૩૧ હજાર મતદારોના નામ ૨-૨ વખત મતદાર યાદીમાં જાવા મળ્યા હતા. આ અંગે પેન ડ્રાઇવ મારફતે કલેક્ટરને પુરાવા આપ્યા છે. એક કરતા વધુ યાદીમાં નામ ધરાવતા મતદારોના નામ કમી કરવા કલેકટરને રજૂઆત પણ કરાઈ છે.
વડોદરા શહેરમાં મતદારોના નામ એક કરતા વધુ યાદીમાં હોવાનો ખુલાસો થયો છે. જેને લઇ આજે વડોદરા શહેરના સાંસદ, ભાજપ પ્રમુખ, ધારાસભ્યોની કલેકટરને રજુઆત કરવા પહોંચ્યા હતા. જે બાદ મતદાર યાદી સુધારવા અંગે કલેકટરને રજુઆત કરાઇ હતી. અગાઉ પણ સાંસદ, ધારાસભ્યો અને શહેર ભાજપ સંગઠને આ મુદે રજુઆત કરી હતી.
પરંતુ રજૂઆત બાદ પણ મતદારોના નામ ડબલ વખત આવતા ફરી રજૂઆત કરવામાં આવી છે સાથે જ છુટા છવાયા બૂથના પેટા વિસ્તારોને એકÂત્રત કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. વડોદરામાં એક જ મતદારનું નામ એક કરતા વધુ યાદીમાં હોવાને લઇ વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, સાંસદ રંજન ભટ્ટે કલેક્ટર સાથે બેઠક કરી હતી.
બેઠક બાદ શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહનું નિવેદન પણ સામે આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે, વડોદરામાં ૩૧ હજાર મતદારોના નામ બે-બે વખત મતદાર યાદીમાં આવ્યા છે. બે વખત જેમના નામો આવ્યા છે તે દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.
પેન ડ્રાઇવ મારફતે કલેક્ટરને પુરાવા આપ્યા છે. અગાઉ રજુઆત કરી હતી તે સમયે ૫૨ હજારથી વધુ મતદારોના નામ બે વખત યાદીમાં હતા. બે વખત મતદારો હોય તો બોગસ મતદાન થવાની આશંકા રહે છે અથવા વોટિંગ ટકાવારી ઘટે છે. આ મામલે રંજનબેન ભટ્ટે કહ્યું હતું કે, જે મતદારો મૃત્યુ પામ્યા છે તેમના પણ નામ મતદાર યાદીમાં સામેલ છે. આ તમામ નામો મતદાર યાદીમાંથી કમી કરવા જાઈએ.