Western Times News

Gujarati News

GLSની કોમર્સ ફેકલ્ટી ખાતે EXPLORER 3.0 2024 – રાષ્ટ્રીય સ્તરની બિઝનેસ કૉન્ક્લેવનું સફળ આયોજન

અમદાવાદ,  GLS યુનીવર્સીટીની ફેકલ્ટી ઓફ કોમર્સ (GLS-FOC) અને ICAI, ઈન્સ્ટિટ્યટૂ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા અમદાવાદ બ્રાન્ચ દ્વારા, Explorer 2024 – રાષ્ટ્રીય સ્તરની બિ ઝનસે કૉન્ક્લેવ ૧ અને 2 ઓક્ટોબર 2024ના રોજ આયોજિત કરાએલ.

Explorer 2024 બિઝનસે કૉન્ક્લેવમાં નેતૃત્વની રણનિતિઓ, નવીનતા, ઉદ્યોગસાહસિ કતા, નાણા, માર્કેટિગ અને સ્થિરતા જેવા વિવિધ વિષયો પર પ્રવર્તન થશ, જે વિદ્યાર્થીઓને તેમના દૃષ્ટિકોણને વિસ્તતૃ કરવામાં અને બિઝનસે જગતનો 360 ડિગ્રી અનભુવ મેળવવામાં મદદરૂપ થશે. આ બિઝનસ કૉન્ક્લેવનું મુખ્ય ઉદ્દેશ છે કે વિદ્યાર્થીઓને વ્યકિતગત અને ભાવિ મેનેજર તરીકેના કૌશલ્ય માટે વિવિધ તકો પરૂી પાડવી.

ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ડૉ. દિપેશ શાહ, કાર્યકારી  બોર્ડ IFSC  ગિફ્ટ સિટી ગાંધીનગરથી પધારેલ કે જેમણે વિદ્યાર્થીઓને સ્પષ્ટપણે જણાવ્યુંકે શોધખોળની પ્રક્રિયા ખુબ  મહત્વપૂર્ણ છે. તેથી પ્રયત્ન કરો, સક્ષમ બનો, યોગદાન આપો. આ ઉપરાતં દિપેશ શાહે જણાવ્યું કે”સકારાત્મક અને ખુલ્લા  મનની આસ્થા જાળવવી વ્યક્તિગત વૃદ્ધી  સ્થિરતા અને જીવનમાં સફળતા મેળવવા  માટે અત્યતં મહત્વપૂર્ણ  છે.”

સીએ. સુનીલ સંઘવીના મતે  અમે જે કામ કરીએ છે તેમાં અમે સફળતા મેળવીશું અથવા અમુલ્ય શીખવું મળે છે. શ્રીમાન  સુનિલ સંઘવી નું વાક્ય “અમે સફળતા મેળવીશું અથવા અમુલ્ય  અનભુવ મેળવીશું. એ આ મુદ્દા ને ને ઉલેખે છે કે દરેક પ્રયત્ને સકારાત્મક પરિણામ આપે છે.

જો અમે આપણા લક્ષ્યને પ્રાપ્ત કરીએ, તો અમે સફળ થઈએ છીએ. જો નહીં, તો જે અનભુવ અમને પ્રાપ્ત થાય છે તે અમને વધવામા, શીખવામાં અને ભવિષ્યમાં પ્રયત્નોમાં સુઘારવામાં મદદરૂપ થાય છે. આ નિષ્ફળતા ઓને  શીખવાની તકો તરીકે જોવાનો પ્રોત્સાહન આપે છે, જેથી સફર લક્ષ્ય જેટલી જ મહત્વપર્ણૂ બને.

ડૉ. ધર્મેશ  શાહ, રજિસ્ટ્રાર, GLS યનિુનિવર્સિટી,  પાર્ટીસિપેન્ટસને અભિનંદન આપ્યા અને તેમણે આવી રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા માં ભાગ લેવા માટે અનેક સંસ્થાઓના વિદ્યાર્થીઓ સ્પર્ધા કરશે.તેમના  મુજબ એક્સપ્લોરર એ વિચારોનુ આદાન-પ્રદાન કરવા, અનભુવ શેર  કરવા અને એક બીજાને શીખવા માટેનું પ્લેટફોર્મ છે.

આ એવી  જગ્યા છે જ્યાં આપણે મળીને આપણા દેશમાં બિઝનસે ના ભવિષ્ય માટેનો માર્ગ ચકાસી શકીએ છીએ. તેમણે  યોગ્ય રીતે ઉલ્લેખ કર્યો કે આવતા 2 દિવસોમાં અમે નવીનતા અને સ્થિરતાથી લઈને ઉદ્યોગ સાહસિકતા અને નેતૃત્વ સુધીના વિષયોનો અન્વેષણ કરીશું.

વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે,

  1. ધ બોર્ડરૂમ: – કે જેમા કંપનીને લગતા વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.
  2. માર્કેટિગ માઈસ્ટ્રો: – નવીન અભિયાનને રોચક રીતે રજૂકરવાનો પ્રયાસ, જે આર્થિક સમજદારીને દર્શાવેછે.
  3. ફિનએક્સચેન્જ: – IPLના ઓકશન જેવું કે જેમા શેર માર્કેટના વિવિધ પ્રશ્નોની ચર્ચા તથા બોલી લગાવામા આવે છે. જીતીને માટે કુલ રોકાણ પરના ફાયદા અંગે વિચાર કરવા જોઈએ.
  4. Right to Debate: – આ ઈવેન્ટમા તર્ક-વિતર્ક દ્વારા વિવિધ જાણીતા વિષય પર ડિબેટ કરવામા આવે છે.
  5. ફાઇન્ડ માય બેલેન્સ: – આ ઈવેન્ટમા તેના નામ અનુસાર બેલેન્સીંગ વિષે ભૂલભલવણી ભર્યા કોયડા ઉકેલવામા આવે છે.

આ સમગ્ર કાર્યક્રમમાં દેશના ૧૦થી વધુ શહેરોની તથા ૩૦૦થીવધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. Explorer 2024 GLS યુનિર્વસીટી ની ફેકલ્ટી ઓફ કોમર્સના વિદ્યાર્થીઓની ટીમ અને ફેકલ્ટી ડૉ. કૃપા ભટ્ટ, ડો.જૈમીન પટેલ, ડો.આશલ ભટ્ટ અને ડો. સ્નેહા માસ્ટરના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવેલ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.