Western Times News

Gujarati News

મી ઈન્ડિયા દ્વારા મી ફેન ફેસ્ટિવલ 2021ની ઘોષણાઃ મી હોમ્સ અને મી.કોમમાં ગ્રાહકો માટે આકર્ષક ઓફરો

દેશની નં. 1 સ્માર્ટફોન અને સ્માર્ટ ટીવી ખેલાડી મી ઈન્ડિયાએ મી ચાહકો અને ગ્રાહકોએ દાખવેલા અતૂટ વિશ્વાસ અને પ્રેમ માટે આભાર વ્યક્ત કરવા આજે આકર્ષક સેલ બોનાન્ઝા તેના વાર્ષિક મી ફેન ફેસ્ટિવલના શુભારંભની ઘોષણા કરી હતી. એમએફએફ 8મી એપ્રિલથી આરંભ કરતાં મી.કોમ પર લાઈવ જનારા ઓનલાઈન ફેસ્ટિવલ સાથે આજથી મી હોમ્સમાં શરૂ કરવામાં આવશે. #ExploreThePossibilities with the #RedmiNote10Pro  Mi Fan Festival Special Edition! It comes in a cosmic-inspired designer box that represents Xiaomi and our Mi Fans exploring the infinite possibilities of life together.

આ અવસરે બોલતાં મી ઈન્ડિયાના સીઓઓ મુરલીકૃષ્ણન બીએ જણાવ્યું હતું કે મી ઈન્ડિયામાં અમે જે પણ કરીએ તેમાં હંમેશાં મી ચાહકો અને ગ્રાહકોને કેન્દ્રમાં રાખીએ છીએ. મી ફેન ફેસ્ટિવલ અમારા મી ફેન કલ્ચરનું પ્રતીકાત્મક પ્રતિનિધિત્વ છે. આ વર્ષ મી ફેન ફેસ્ટિવલની ઉજવણીનું ભારતમાં 7મું વર્ષ છે અને આ વર્ષ વધુ રોમાંચક છે કારણ કે ભારતમાં અમારા ફ્લેગશિપ શોરૂમ મી હોમ્સની 4થી વર્ષની એનિવર્સરી સાથે તે યોગાનુયોગ આવે છે.

અમે પાછળ જોઈએ ત્યારે મારા મી ચાહકો માટે કક્ષામાં અવ્વલ રિટેઈલ અનુભવ કરાવવાના હેતુથી 2017માં મી હોમ પ્રવાસ શરૂ કર્યો હતો. છેલ્લાં 4 વર્ષમાં અમે સંકલ્પનાને વાસ્તવિકતામાં ફેરવવા પર ભાર આપ્યો છે. આજે અમને અગ્રણી બજાર સંશોધન કંપની યુનોમર દ્વારા બેસ્ટ પ્રીમિયમ એક્સક્લુઝિવ સ્ટોર્સ તરીકે સન્માનિત કરાયા તે જણાવતાં ખુશી થાય છે. 19 શહેરમાં ફેલાયેલાં 75થી વધુ મી હોમ્સ સાથે આ શોરૂમ એવી અજોડ જગ્યા છે, જ્યાં મી ચાહકો અમારી પ્રોડક્ટો સાથે સહભાગી થઈ શકે, અનુભવી અને અજમાયશ કરી શકે છે.

મી.કોમ પર 6 દિવસના વિશેષ સેલ દરમિયાન ગ્રાહકો મી 10i, મી ટીવી 4A 32 હોરાયઝન એડિશન, રેડમી 9 પાવર વગેરે જેવી પ્રોડક્ટો રૂ. 1ની માની નહીં શકાય તે કિંમતે ખરીદી શકશે. રૂ. 35,999ની આરંભિક કિંમત સાથે શરૂ કરતાં મી 10T પ્રો રૂ. 13,000ના વધારાના ડિસ્કાઉન્ટે મળશે. અમુક અન્ય ઓફરમાં મી નોટબુક 14 હોરાયઝન એડિશન, રેડમી નોટ 9 જેવી લોકપ્રિય પ્રોડક્ટો પર રૂ. 13,000 સુધી ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. મી ચાહકો વધારાના ડિસ્કાઉન્ટ સાથે એકની કિંમતે શ્રેણીઓમાં 3 પ્રોડક્ટોનું બંડલ પણ નિર્માણ કરી શકે છે.

એમએફએફ અને મી ઈન્ડિયાના ફ્લેગશિપ રિટેઈલ શોરૂમની 4 વર્ષની એનિવર્સરીની ઉજવણી કરતાં મી હોમ્સ 19 શહેરોમાં 40 દિવસ માટે વિશેષ સેલ ચલાવશે. મી હોમ્સમાંથી ખરીદી કરતા બધા ગ્રાહકોને કલ્ટફિટ, મેકમાયટ્રિપ, ઝૂમકાર, ધ મેન કંપની વગેરે જેવી બ્રાન્ડ્સ પાસેથી રૂ. 10,000 મૂલ્યનાં ગિફ્ટ વાઉચર મળશે. તેને વધુ રોમાંચક બનાવવા માટે એક ભાગ્યશાળી મી હોમ ગ્રાહકને ફેસ્ટિવલ દરમિયાન તેના કે તેણીના સંપૂર્ણ બિલ પર 100 ટકા કેશબેક જીતવાનો મોકો મળશે.

મી ચાહકો માટે ઉદ્યોગના ઉત્કૃષ્ટની સામે તેમની પ્રતિભા બતાવવા માટે મંચ આપતાં મી હોમ્સ #UnboxWithMiઅને#HumourMi જેવી સ્પર્ધાઓ પણ યોજશે.

ચાહકો તેમની બ્લોગિંગ પ્રતિભા અને સેન્સ ઓફ હ્યુમર અનુક્રમે અવ્વલ ટેકનોલોજી પ્રભાવશાળીઓ અને સ્ટેન્ડ-અપ કોમેડિયનો સામે બતાવી શકશે. સ્પર્ધાના વિજેતાઓને આકર્ષક ઈનામો જીતવાનો મોકો મળશે. મી હોમ્સ સર્વિસ કેમ્પ પણ સ્થાપશે, જે વોરન્ટી* પૂરી થયેલાં મોડેલો સહિત સર્વ શાઓમી પ્રોડક્ટો માટે નિઃશુલ્ક સર્વિસિંગ પણ ઓફર કરશે. મી ચાહકો મી હોમના સોશિયલ મિડિયા હેન્ડલ્સ પર સર્વિસ કેમ્પના સમય તપાસી શકે છે.

અમે અમારી સિદ્ધિની મી પરિવાર વતી એકત્ર ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે સ્માર્ટફોન્સ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ બેન્ડ્સ વગેરે જેવી પ્રોડક્ટ શ્રેણીઓમાં અમને નંબર 1 બ્રાન્ડ બનાવવામાં યોગદાન માટે અમારા મી ચાહકોનો હૃદયપૂર્વક આભાર માનવા માગીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે મી ચાહકો અમારી પ્રોડક્ટોને મી ફેન ફેસ્ટિવલ દરમિયાન પરિપૂર્ણ રીતે અનુભવે અને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરોનો લાભ લે.

ભારતમાં એમએફએફની 7મી આવૃત્તિ પર બોલતાં મી ઈન્ડિયાના સીબીઓ રઘુ રેડ્ડીએ જણાવ્યું હતું કે મી ફેન ફેસ્ટિવલની 7મી આવૃત્તિ સાથે અમારા ચાહકો માટે લાવવામાં આવેલી બધી ઓફરો સાથે અમારો રોમંચ સાત ગણો વધ્યો છે. દર વર્ષે એમએફએફ દરમિયાન અમે દુનિયાભરના મી ચાહકો, ઉપભોક્તાઓ અને ભાગીદારોનો તેમના ટેકા માટે આભાર માનવા તેમની સાથે ઉજવણી કરીએ છીએ, જે નવી નવી ખોજ અને નવીનતા લાવવાનું ચાલુ રાખવા માટે મારા મુખ્ય પ્રેરકમાંથી એક છે.

અમે આ વર્ષે પણ અમારા મી ચાહકો માટે આકર્ષક ઓફર લાવવા ભારે રોમાંચિત છીએ. રૂ. 13,000ના ડિસ્કાઉન્ટથી લઈને રૂ. 1ના ફ્લેશ સેલ સુધી ગ્રાહકો સ્માર્ટફોન્સ, લેપટોપ્સ, સ્માર્ટ હોમ પ્રોડક્ટ્સ વગેરે જેવી શ્રેણીઓમાં તેમની ફેવરીટ પ્રોડકટોની ખરીદી કરી શકે છે. અમને આશા છે કે અમારા ચાહકો આ સેલનો મહત્તમ લાભ લેશે અને તેમનાં મનગમતા ગેજેટ્સ મેળવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.