Western Times News

Gujarati News

દૂધની ટ્રકમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશઃ 23 લાખનો દારૂ ઝડપાયો

પ્રતિકાત્મક

અમુલ મિલ્ક મશીનના સ્ટ્રક્ચરમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

દાહોદ, મધ્યપ્રદેશ ગુજરાતની બોર્ડરને જાેડતી ખંગેલા આંતરરાજય ચેકપોસ્ટ પર ટ્રકના પાછળના ભાગે બનાવેલા અમુલ મિલ્ક મશીનના સ્ટ્રકચરમાં સંતાડીને લઈ જવાનો ર૩ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડયાનું જાણવા મળે છે.
દાહોદની કતવારા પોલીસને ખંગેલા ગામ નજીક પેટ્રોલિંગ વખતે બાતમી મળી હતી

કે મધ્યપ્રદેશ તરફથી ગુજરાત તરફ ટાટા કંપનીની ૧ર વ્હીલની ટ્રકમાં ભારતીય બનાવટનો ઈંગ્લિશ દારૂ ભરી આવી રહી છે. દરમિયાન ટ્રકને થોભાવી પોલીસે ટ્રકમાં તપાસ હાથ ધરતા પાછળના ભાગે લાકડાના પાટીયામાં વાદળી કલરનું અમુલ મિલ્ક મશીન સ્ટ્રકચર હતું

અને તે મશીનના સ્ટ્રકચરમાં પણ બબ્બે દરવાજાઓ મુકી અને તેની પાછળ વિદેશી દારૂની પેટીઓ મુકેલી હતી જેમાં પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂની ૪૭૦ દારૂની પેટીઓ જેમાં પ૬૪૦ નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત ર૩,પ૧,૬૪૦ રૂપિયાનો વિદેશી દારૂ તેમજ દારૂની હેરફેરમાં લીધેલી એક ટ્રક જેની કિંમત ૧૭ લાખ તેમજ પ૦૦૦ કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ ૪૦,૬૧,૬૪૦ નોવિદેશી દારૂના મુદ્દામાલ સાથે

ચાલક કેસારામ સુખરામ જાટ (રહેવાસી બાડમેર કાંકરાલા સેન્ડવા) ગામના ચાલકની અટકાયત કરી હતી અને દારૂ ભરાવી આપનાર હીરરામ ચિમારામ તરડ (રહે. જિલ્લા બાડમેર સેન્ડવા ટ્રકનો માલિક) તેમજ અજાણ્યો દારૂનો ઠેકેદાર અને વિદેશી દારૂ મંગાવનાર જૂનાગઢનો ઈસમ મળી કુલ કુલ પ લોકો સામે કતવારા પોલીસે પ્રોહી અંગેનો ગુનો તા.ર૩મી જુલાઈના રોજ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.