શહેરના જાણીતા મોલમાં સ્પાના નામે દેહવ્યાપારનો પર્દાફાશ
આ ઓપરેશન પાર પાડવા માટે પોલીસે નકલી ગ્રાહક બની સ્પામાં પ્રવેશ કર્યો હતો
અમદાવાદ, અમદાવાદ શહેરમાં અત્યારે સ્પાના નામે અનૈતિક કાર્યો ચાલતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. તેવામાં પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસે શહેરના એક જાણીતા મોલમાં સ્પાના નામે થતા દેહવ્યાપારનો પર્દાફાશ કરી દીધો છે. એટલું જ નહીં અગાઉ થલતેજ ચાર રસ્તા પાસે એક સ્પામાં પોલીસે રેડ પાડી હતી.
જ્યાંથી રશિયાથી આવેલી યુવતીની ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ યુવતી ટૂરિસ્ટ વિઝામાં ભારત આવી હોવાનું સામે આવ્યું છે. બીજી બાજુ અમદાવાદના જાણીતા મોલમાં સ્પાના આડામાં દેહવ્યાપાર થતું હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે પોલીસે બાતમીના આધારે જાણીતા મોલમાં કાર્યરત એક સ્પામાં રેડ પાડી હતી. જ્યાં અનૈતિક પ્રવૃત્તિઓ થતી હોવાનું સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઓપરેશન પાર પાડવા માટે પોલીસે નકલી ગ્રાહક બની સ્પામાં પ્રવેશ કર્યો હતો. ત્યારપછી સમય મળતા જ દરોડા પાડી સ્પાની અંદર ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કરી દીધો હતો.
ત્યારપછી પોલીસે સ્પાના મેનેજર સહિત માલિકની વિગતો મેળવી હતી. બંને સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેમણે અહીં ચાલતી પ્રક્રિયાઓ પર નજર કરી હતી. નોંધનીય છે કે સ્પાની આડમાં જે પ્રમાણે યુવતીઓને નોકરી આપી અનૈતિક કાર્યો કરાવવામાં આવતા હતા એની સામે પોલીસે મોટી કાર્યવાહી કરી દીધી છે.
બીજી બાજુ પોલીસની ટીમે થલતેજ ચાર રસ્તા પાસે આવેલા એક સ્પામાં પણ રેડ પાડી હતી. અહીં સ્પાના માલિકે વિદેશી યુવતીઓને નોકરીમાં રાખી હતી. આ યુવતીઓ સાથે સ્પાના નામે અનૈતિક કાર્યો કરાવવામાં આવતું હતું. જાેકે પોલીસે બાતમીના આધારે તેમની ધરપકડ કરી લીધી છે.
તથા આ સ્પાના મેનેજર અને તેમના સ્ટાફ સામે કાયદેસરના પગલા ભર્યા છે. વધુમાં જાણવા મળ્યું કે થલતેજ સ્પામાં કામ કરતી વિદેશી યુવતી રશિયાથી આવી હતી. અહીં તેને વિઝિટપ વિઝા પર લાવવામાં આવી હતી. તેના વિઝા લગભગ ૩ દિવસની અંદર સમાપ્ત થવા આવ્યા છે. જેથી કરીને યુવતીના પાસપોર્ટ અને વિઝાની પોલીસે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.