મહિલાનાં પતિ-પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી ૨૫ લાખની ઉચાપત કરી
સુરત, શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી ૩૮ વર્ષીય મહિલાએ તે જ વિસ્તારમાં રહેતા ઈશ્વર પટેલ ઉર્ફે વિક્રમ રાણા વિરુદ્ધ બળાત્કાર, ખંડણી અને ફોજદારી ધમકીની ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં રેપ પીડિતાએ આરોપ મૂક્યો છે કે પટેલે તેના ઘરે તેના પર બળાત્કાર કર્યો હતો, ત્યારબાદ તેણે તેને પૈસા માટે બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. Extortion of 25 lakhs by threatening to kill the woman’s husband and daughter
પટેલે તેના પતિ અને તેની પુત્રીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપીને તેની પાસેથી ૨૫ લાખ રૂપિયાની ઉચાપત કરી હતી. આરોપીએ ધમકી પણ આપી હતી કે જાે તે તેની માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો રેપ વિશે બધાને જણાવશે.
આ સમગ્ર મામલે ડિંડોલી પોલીસે આઈપીસી ૩૭૬ (૨) (એન), ૩૮૪ અને ૫૦૬ (૨) હેઠળ ફરિયાદ દાખલ કરી અને રવિવારે આરોપીની ધરપકડ પણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર રેપ પીડિતા આઠ વર્ષ પહેલા પટેલના સંપર્કમાં આવી હતી જ્યારે તે ઉધના એક જીમમાં ગઈ હતી.
પટેલ તેની માતા સાથે જીમમાં આવતો હતો. શરૂઆતમાં પટેલની માતાએ તેની સાથે સારા બનાવ્યા અને તે પણ પટેલ સાથે મહિલાના ઘરે આવતી. સંબંધો વિકસી જતાં પટેલે મહિલા પાસેથી કેટલાક પૈસા માંગ્યા હતા અને જણાવ્યું કે, તે તેના ઘરના હપ્તા ભરવા સક્ષમ નથી. મહિલાએ પણ તેને ઘણી વખત પૈસા આપ્યા તેવું પીડિતાએ પોલીસને જણાવ્યું હતું.
આ દરમિયાન એકવાર પટેલે તેની સાથે ભાગીદારીમાં બિઝનેસ કરવાની ઓફર કરી અને તેને બે વ્યક્તિઓ ર્નિમલા અને હર્ષવર્ધન સાથે પરિચય કરાવ્યો અને કહ્યું કે તેઓ તેના માટે પર્સનલ લોનની વ્યવસ્થા કરી શકે છે. જાે કે, બંનેએ તેના ડોક્યુમેન્ટ્સ લઈને તેની સાથે છેતરપિંડી કરતાં મહિલાએ પટેલને ફોન કર્યો હતો.
આથી પટેલ ગુસ્સે થઈ ગયો હતો અને તેને આ મુદ્દે વાત કરવા માટે પોતાના ઘરે બોલાવી હતી. મહિલા તેના ઘરે ગઈ હતી જ્યાં પટેલે તેના પર બળાત્કાર કર્યો હતો. આ પછી પટેલ વારંવાર તેને બધાને રેપ અંગે જણાવી કરવાની ધમકી આપતો હતો અને જાે તે તેને પૈસા નહીં આપે તો તેના પતિ અને પુત્રીને મારી નાખવાની ધમકી પણ આપતો હતો.
ત્યારબાદ મહિલાએ તેને અલગ-અલગ સમયે કુલ ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. બે મહિના પહેલા પટેલે મહિલાને ડિંડોલી તળાવ પાસે બોલાવી હતી જ્યાં તેણે ફરી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી લગભગ એક મહિના પહેલા તેણે રેપ પીડિતાને કહ્યું કે તેને હવે તેનામાં રસ નથી અને હવે તેની પુત્રી સાથે શારીરિક સંબંધ બાંધવા છે તેવું કહ્યું હતું.
આ દરમિયાન પતિએ જાેયું કે પત્ની ખૂબ જ તણાવમાં હતી. તેણે તેને કારણ વિશે પૂછ્યું અને મહિલાએ જે જણાવ્યું તે જાણી પતિના પગ નીચેથી જમીન ખસી ગઈ. વકીલની સલાહ લઈને મહિલા અને તેના પતિએ ૩ મેના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પીએસઆઈ વી.એમ.મકવાણા આ મામલે તપાસ કરી રહ્યા છે. આ પછી આરોપીએ ૮ મેના રોજ મહિલાને ફોન કરીને ધમકી આપી હતી કે તે તેને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં.SS1MS